યોગી કી નીકલી સવારીઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની એન્ટ્રી થવાથી કેટલાક ગુંડાઓએ તેમની લીલા સંકેલી લીઘી છે. યોગી આદિત્યનાથ પાયાના વર્કર છે. તેમને ખબર છે કે કતલખાના ક્યાં છે અને ગુંડાઓના અડ્ડા ક્યાં છે.
આ એક એવી પર્સનાલીટી છે કે જે કોઇની પણ મદદ વીના ગુંડાઓેના અડ્ડાઓ પર રેડ પાડી શકે છે. યોગીના રાજમાં માત્ર ગુંડાઓ પરેશાન થશે એવું નથી પણ પોલીસ તંત્ર પણ ફફડયા કરશે.
સૌથી મોટો મુદ્દો અયોધ્યામાં રામમંદિરનો છે. કહે છે કે સ્થાનિક મુસ્લિમોનેા સપોર્ટ લઇને યોગીજી રામમંદિર બાંઘવા માટે પ્લાનીંગ કરી રહ્યા છે. ૨૦૧૯માં મોદી સરકરને ફરી સત્તા પર આવવું હશે તો રામમંદિર આસાન માર્ગ બની શકે છે. આ બીડું અર્થાત સોપારી યોગીજીએ લીધી છે. આખા દેશની નજર ભગવાઘારી મુખ્ય પ્રઘાન પર છે...
ઉમા ભારતીને પણ યાદ કરીએ.. યોગી આદિત્ય નાથ ભગવાધારી છે તો ઉમાભારતી પણ ભગવાઘારી મુખ્ય પ્રઘાન હતા. ઉમાભારતી તેમના ગુસ્સા માટે જાણીતા છે પરતુ યોગીતો શાત છે અને લોકોની તકલીફો જોઇને તે ગુસ્સે ભરાય છે.
યોગી કહે છે કે ઉત્તર પ્રદેશમાં સાફસૂફી જરુરી હતી ત્યારેજ ભગવાને મને પસંદ કર્યો છે. લોકોની તકલીફોમાં ગુંડાગીરી-ખંડણી માંગવી-અપહરણ વગેરેનો સમાવેશ થાય છે. ઉમા ભારતી જે રાતે ત્વરીત નિર્ણયો લેતા હતા એમ યોગીજી કરી રહ્યા છે.
ઉમાભારતી ઘરની બહાર નીકળતા હતા ત્યારે અધિકારીઓને તે જાહેરમાં ખખડાવતા હતા. બઘાજ કામે લાગી જતા હતા તેમને મઘ્યપ્રદેશમાં લોકો મરદબાઇ કહેતા હતા. ઉમા ભારતીને તેમને સ્વભાવ નડી ગયો હતો. ઓગી આદિત્યનાથે પણ શાંત સ્વભાવ રાખવો પડશે નહીંતર ઇમાભારતી જેવી દશા થશે.....
શિલા દિક્ષિત વગર લેવે દેવે બદનામ થયા...ઉત્તર પ્રદેશમાં શરુઆતથીજ કોંગ્રેસ દિશાશૂન્ય હતી. તેમણે બ્રામણ ચહેરા રીટા બહુગુણાને માન ના આપ્યું એટલે તે ભાજપમાં જોડાયા હતા અને જીતી પણ ગયા છે.
જોકે રીટાના ગયા પછી રાહુલ ગાંઘી દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રઘાન શિલા દિક્ષિતનુ નામ મુખ્ય પ્રઘાન પદના ઇમેદવાર તરીકે જાહેર કર્યું હતું. તે સમયે રાહુલ અને અખિલેશ વચ્ચે જોડાણની વાતો ચાલતી હતી.
જોડાણ થયું એટલે શિલાજી બચી ગયા હતા પરંતુ કોઇ તેમને મળવા પણ જતું નહોતું. શિલાજી વગર લેવે દેવે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ખેંચાયા હતા. જ્યારે ભાજપની સરકાર બની ત્યારે તો કોંગ્રેસ ગેર હાજર રહી હતી પરંતુ શિલાજી તો ક્યાંય નજરે પડતા નહોતા. બિચ્ચારા શિલાજી રાહુલની એક બૂમે સીએમ બનવા તૈયાર થઇ ગયા હતા હવે ફરી પાછા ખૂણામાં ઘકેલાઇ ગયા છે...
અખિલેશનો સ્પોર્ટસમેન સ્પીરીટઉત્તર પ્રદેશની ભયાનક હારને ગળી જવાની આવડત યાદવ પરિવાર પાસેથી ગાંધી પરિવારે શીખવા જેવી છે.
યાદવ પરિવારના વડા મુલાયમસિંહ અને તેમના પુત્ર અખિલેશ એમ બંનેએ યોગી આદિત્યનાથની શપથમાં હાજરી આપીને સૌના દિલ જીતી લીધા હતા.
સામે છેડે ભાજપના નેતાઓ ખાસ કરીને વડાપ્રધાન મોદી પણ તેમને ઉમળકાથી મળ્યા હતા. આ સમયે રાહુલ ગાંધી હોત તો? રાહુલને રાજકારણના પાઠ શીખવાડનારાઓએ ઘણી ભૂલો કરી છે તેમાંની એક ખલદીલી પૂર્વક હાર સ્વિકારવાની છે.
રાહુલ ના આવે તે કદાચ સમજાય તેવી વીત છે પણ એકેય કોંગીજન નહોતો ફરક્યો..શપથ વિધિ વખતે મુલાયમ-અખિલેશની સ્પોર્ટસમેન સ્પીરીટ સૌને યાદ રહેશે..
માયાવતીનો હૂંકાર...બહુજન સમાજવાદી પાર્ર્ટીએ મોટો ધબડકો સર્જયો છે. માયાવતીએ પહેલાં ઇવીએમનો વાંક કાઠયો અને પછી કહે છે કે અમે કોઇને રાજ નહીં કરવા દઇએ.
માયાવતી પોતાની હારની સમિક્ષા કરે તો ખબર પડે કે તેમની સંપત્તિએ દલિતોના મન પર ખોટા પ્રત્યાધાત આપ્યા છે.
માયાવતી કરોડોમાં આળોટતા હતા તો તેમના સમર્થકો ઝુંપડામાં બેઠા-બેઠા તેમની સપતિ નો આંકડો જોયા કરતા હતા. માયાવતી અબજો કમાયા જ્યારે દલિતો ઠેર ના ઠેર રહ્યા હતા.
ચૂંટણી વખતેજ તેમને યાદ કરાય છે એવું દલિતોને લાગતાજ તેમણે મોં ફેરવી લીધું હતું. માયાવતીનો પક્ષ હવે ચમકી શકે એમ નથી. તેમનુ એક હથ્થુ શાસન તેમનું ડૂબવાનું કારણ છે..
અરવિંદભાઇ કેજરીવાલને હારનો ડર..શેખચલ્લીના થોડા ગુણો અરવિંદ કેજરીવાલ ધરાવે છે. તે મનમાં એમ વિચારે છે કે જો બધું પ્લાનીંગ પ્રમાણે થયું હોત તો આજે તેમની પાસે પંજાબ અને ગોવા બંન્ને હોત પરંતુ ક્યા કાચુ કપાયું તેની ખબર નથી પડતી.
હવે તેને ચિંતા એ છે કે દિલ્હીની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પણ તેમને સિક્કો ચાલે એમ નથી. ઉત્તર પ્રદેશ જીત્યા પછી ભાજપવાળા તાનમાં છે તો એક પણ રાજ્ય ના જીતી શકનાર કેજરીવાલ હતાશ છે.
ઇવીએમની ટીકા કરીને કેજરીવાલે લોકોમાં હાંસીને પાત્ર બન્યાં હતા. કેજરીવાલ પાસે ચૂંટણી જીતવાનો કોઇ પ્લાન નથી એટલે અટવાયા કરે છે. નવા વિચાર માટે તે વિપશ્યના શિબિરમાં જવાના છે...
Comments
Post a Comment