રાહુલ અને કબ્બડી
રાહુલ
ગાંધીએ જ્યારથી એમ કહ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સામનો કરવા હું
વેદ-ઉપનિષદનો અભ્યાસ કરું છું. ત્યારથી વિવાદ એ છે કે તેમણે કોની પાસેથી
વેદ શીખવાનું શરૃ કર્યું છે?
કોંગ્રેસમાં પણ દ્વિવેદીઓ, ત્રિપાઠીઓ, દિક્ષિતો છે તેમને પણ રાહુલ ગાંધી બોલાવી શકે છે પરંતુ આમાંના કોઈ પોતાના 'બોસ'ની આગળ કંઈ બોલી શકે એમ નથી.
કોંગ્રેસમાં પણ દ્વિવેદીઓ, ત્રિપાઠીઓ, દિક્ષિતો છે તેમને પણ રાહુલ ગાંધી બોલાવી શકે છે પરંતુ આમાંના કોઈ પોતાના 'બોસ'ની આગળ કંઈ બોલી શકે એમ નથી.
ફરતાં-ફરતાં
લોકોની નજરમાં કાશ્મીરી પંડિતો આવ્યા હતા. રાહુલ તેમની પાસે વેદ-ઉપનિષદ
શીખી શકે છે. જો કે આ વાત સોશ્યલ મીડીયામાં ચગી ત્યારે ઘણાંએ રાહુલને વિવિધ
શિખામણો આપી હતી. એક જણે કહ્યું કે આરએસએસ સામે લડવા માટે વેદ-ઉપનિષદ
વાંચવાની જરૃર નથી માત્ર 'કબ્બડી' રમતા શીખી જાવ...
અરૃણ જેટલીનું સુગર
અરૃણ જેટલીનું સુગર
કહે
છે કે અરૃણ જેટલીનું સુગર લેવલ ઉચું છે. ટૂંકમાં જમ્યા પછી તેમનો
ડાયાબીટીસ ૨૫૦ પોઈન્ટ આવે છે. એટલે તે પ્રેસ કોન્ફરન્સ અને પરિસંવાદોમાં
સતત નાસ્તો કરતા દેખાય છે.
અરૃણ જેટલી આખો દિવસ વ્યસ્ત રહે છે. તે યોગ કરે છે પરંતુ કસરત કરવાનો કે મોર્નિંગ વૉકનો તેમની પાસે સમય નથી. જેટલીનું જીવન આમ સક્રીય છે પરંતુ તેમનું જીવન બેઠાડું છે.
અરૃણ જેટલી આખો દિવસ વ્યસ્ત રહે છે. તે યોગ કરે છે પરંતુ કસરત કરવાનો કે મોર્નિંગ વૉકનો તેમની પાસે સમય નથી. જેટલીનું જીવન આમ સક્રીય છે પરંતુ તેમનું જીવન બેઠાડું છે.
સુગર
કંટ્રોલમાં રાખવા તે સમયસર જમવાનું રાખે છે. પોતાની ઓફિસમાં જ થોડા આંટા
મારે છે. આ માણસ પાસે સંરક્ષણ ખાતાનો પણ વધારાનો હવાલો છે. જેટલી શાંત છે
સૌમ્ય છે. કહે છે કે મોદી જેટલીને પૂછી-પૂછીને પાણી પીવે છે.
માયાવતીને સમજવાં અઘરાં
માયાવતી તેમના પોતાના જ ભાર હેઠળ દબાઈ ગયા છે. ચૂંટણીમાં તેમના પક્ષને નહિવત્ બેઠકો મળી છે. કોંગ્રેસનો છેડો પકડયા સીવાય તેમને છૂટકો નથી.
તાજેતરમાં અખિલેશની સાથે તે પણ વિપક્ષની બેઠકમાં જનાર હોઈ વિપક્ષી એકતાનો મુદ્દો ફરી બેઠો થયો છે.
માયાવતીને સમજવાં અઘરાંમાયાવતી તેમના પોતાના જ ભાર હેઠળ દબાઈ ગયા છે. ચૂંટણીમાં તેમના પક્ષને નહિવત્ બેઠકો મળી છે. કોંગ્રેસનો છેડો પકડયા સીવાય તેમને છૂટકો નથી.
તાજેતરમાં અખિલેશની સાથે તે પણ વિપક્ષની બેઠકમાં જનાર હોઈ વિપક્ષી એકતાનો મુદ્દો ફરી બેઠો થયો છે.
આ બંને સાથે દિલ્હી જવાના
છે. જેને હીટબેક કહી શકાય પણ માયાવતી ચતુર છે. તે સાથે હોવાનો દેખાવ કરે
છે. વિપક્ષી એકતામાં સોનિયા ગાંધી અને મમતાનો હાથ ઉપર છે એટલે માયાવતી આવી
કોઈ બેઠકમાં જવા નથી માગતા. માયાવતી, મમતા અને સોનિયા એક થાળીમાં જમી શકે
એમ નથી. આ સંઘ કાશીએ કેવી રીતે પહોંચશે!!
સિંધિયાના ભાવ બોલાય છે
મધ્ય પ્રદેશમાં કિસાનોએ અશાંતિ ફેલાવી છે. કિસાનોને તોફાન કરતા જોઈ કોંગ્રેસના મોંમાં પાણી આવે છે. એટલે કોંગ્રેસે જ્યોતિરાદિત્ય સિંધિયાને મેદાનમાં ઉતાર્યા છે.
મધ્યપ્રદેશની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સિંધિયાને સુકાન સોંપાયું છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે જ્યાં ઉપવાસ કર્યા તેની સામે જ કિસાનોએ ઉપવાસ ગોઠવવાનો પ્લાન સિંધિયાનો હતો.
સિંધિયાના ભાવ બોલાય છેમધ્ય પ્રદેશમાં કિસાનોએ અશાંતિ ફેલાવી છે. કિસાનોને તોફાન કરતા જોઈ કોંગ્રેસના મોંમાં પાણી આવે છે. એટલે કોંગ્રેસે જ્યોતિરાદિત્ય સિંધિયાને મેદાનમાં ઉતાર્યા છે.
મધ્યપ્રદેશની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સિંધિયાને સુકાન સોંપાયું છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે જ્યાં ઉપવાસ કર્યા તેની સામે જ કિસાનોએ ઉપવાસ ગોઠવવાનો પ્લાન સિંધિયાનો હતો.
એક
સમયે મધ્ય પ્રદેશમાં દિગ્વીજયસિંહનું શાસન હતું. ત્યારથી જ્યોતિરાદિત્યનું
જૂથ સક્રિય હતું. કહે છે કે સિંધિયા ફેમિલી મધ્ય પ્રદેશમાં રાજાશાહી હતી.
જ્યોતિરાદિત્યને રાહુલ ગાંધીનું પીઠબળ છે એટલે તે છવાઈ ગયા છે પરંતુ સત્તા
વીના છવાઈ જવાનો અર્થ મીઠા વગરની દાળ એમ સમજવું જોઈએ.
યોગીનું મોટું દિલ
યોગિ આદિત્યનાથ એક બોલ્ડ પર્સનાલિટી છે. તાજેતરમાં જ્યારે તેનો કાફલો કેટલાક લોકોએ રોકીને હાય-હાય કર્યું ત્યારે તે ચૂપચાપ ગાડીમાં બેસી રહ્યા હતા.
જ્યારે લોકો ખસવા તૈયાર નહોતા ત્યારે યોગિએ બહાર આવીને સંબોધન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સિક્યોરિટીએ આવી કોઈ પરવાનગી આપી નહોતી.
વિરોધ કરનારાને પોલીસે પકડીને બીજા દિવસે કોર્ટમાં રજૂ કર્યા ત્યારે કોર્ટે તેમને જામીન પણ નહોતા આપ્યા.
યોગીનું મોટું દિલયોગિ આદિત્યનાથ એક બોલ્ડ પર્સનાલિટી છે. તાજેતરમાં જ્યારે તેનો કાફલો કેટલાક લોકોએ રોકીને હાય-હાય કર્યું ત્યારે તે ચૂપચાપ ગાડીમાં બેસી રહ્યા હતા.
જ્યારે લોકો ખસવા તૈયાર નહોતા ત્યારે યોગિએ બહાર આવીને સંબોધન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સિક્યોરિટીએ આવી કોઈ પરવાનગી આપી નહોતી.
વિરોધ કરનારાને પોલીસે પકડીને બીજા દિવસે કોર્ટમાં રજૂ કર્યા ત્યારે કોર્ટે તેમને જામીન પણ નહોતા આપ્યા.
જો કે
યોગીના બે મેસેન્જરો આ વિરોધીઓને મળવા જેલમાં ગયા હતા. તેમને ખબર પડી કે આ
વિરોધ કરવાના કોઈએ પૈસા ચૂકવ્યા છે. આ 'કોઈ'ની માહિતી મેળવવા યોગિએ કોઈ
પ્રયાસ પણ ના કર્યો અને બધાને છોડી મુકવા જણાવ્યું હતું. આને કહેવાય મોટું
દિલ...
અડવાણીની સિધ્ધિ
લાલકૃષ્ણ અડવાણી આજકાલ આરામ ફરમાવે છે. તેમની સામેના કેસની સતત બે વર્ષ સુનવણી ચાલશે પણ તેમને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
એમ માનવાની જરૃર નથી કે તે એકલા-અટૂલા પડી ગયા છે. તેમની મુલાકાતે રોજ પચ્ચીસથી વધુ લોકો આવે છે. અડવાણી રાષ્ટ્રપતિ નહીં બની શકે તેનો ડંખ તેમના મોંઢા પર સૌ જોવા ઈચ્છે છે. કેટલાક પત્રકારો તેમને રાષ્ટ્રપતિના મુદ્દે પ્રશ્ન પૂછીને અકળાવવા માગે છે પણ અડવાણી શાંત બેસી રહે છે.
અડવાણીની સિધ્ધિલાલકૃષ્ણ અડવાણી આજકાલ આરામ ફરમાવે છે. તેમની સામેના કેસની સતત બે વર્ષ સુનવણી ચાલશે પણ તેમને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
એમ માનવાની જરૃર નથી કે તે એકલા-અટૂલા પડી ગયા છે. તેમની મુલાકાતે રોજ પચ્ચીસથી વધુ લોકો આવે છે. અડવાણી રાષ્ટ્રપતિ નહીં બની શકે તેનો ડંખ તેમના મોંઢા પર સૌ જોવા ઈચ્છે છે. કેટલાક પત્રકારો તેમને રાષ્ટ્રપતિના મુદ્દે પ્રશ્ન પૂછીને અકળાવવા માગે છે પણ અડવાણી શાંત બેસી રહે છે.
જાણકારો
કહે છે કે બાબરી ધ્વંસના કિસ્સામાં તેમને સજા થઈ શકે છે કે કેમ તેને તો બે
વર્ષના ચુકાદા પછી ખબર પડશે પરંતુ આ તબક્કે એટલું ચોક્કસ કહેવાય કે 'બાબરી
ધ્વંસ' માટે તે જવાબદાર છે એમ આ જગ્યાએ રામમંદિર ઉભું કરવા પાછળ પણ તેમનો
હાથ છે તે સમજી લેવું જોઈએ.
Comments
Post a Comment