મીરાં કુમારનો જુગાર
૨૦૧૪ના ચૂંટણી જંગમાં યુપીએ સરકાર હારી ત્યાર પછી મીરાં કુમારનો કોઇ અતો-પતો નહોતો. કોંગ્રેસે પણ તેમને નહોતા તો પ્રચારમાં ઉતાર્યા કે નહોતી કોઇ જવાબદારી સોંપી !!
૨૦૧૪ના ચૂંટણી જંગમાં યુપીએ સરકાર હારી ત્યાર પછી મીરાં કુમારનો કોઇ અતો-પતો નહોતો. કોંગ્રેસે પણ તેમને નહોતા તો પ્રચારમાં ઉતાર્યા કે નહોતી કોઇ જવાબદારી સોંપી !!
કહે છે કે શરદ પવારે તેમનું નામ પસંદ કર્યું હતું. શરદ
પવાર સહિતના તમામ વિપક્ષી નેતા તો ઠીક પણ ખુદ મીરાં કુમાર માને છે કે હાર
નિશ્ચિત છે. તો પછી મીરાં કુમાર શા માટે ઊભા રહ્યા ? કહે છે કે મીરાં કુમાર
ચમત્કારોમાં માને છે.
એટલે જ તે જુગાર રમવા તૈયાર થયા છે. મીરાં કુમારે
બહુ ઓછા લોકો સાથે સંબંધો રાખ્યા છે. આંકડાની લડાઇમાં તે મોટી પછડાટ ખાશે
!! લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ સામે ચાલીને પોતાના પગ પર કૂહાડો મારી રહ્યા
છે..
લાલુ બિન્દાસ્ત ફરે છે..
લાલુ પ્રસાદ યાદવના આખા કુટુંબ સામે ભ્રષ્ટાચારના નાના-મોટા આરોપો હોવા છતાં લાલુ પ્રસાદ યાદવ દિલ્હીમાં બિન્દાસ્ત ફરે છે.
લાલુ બિન્દાસ્ત ફરે છે..
લાલુ પ્રસાદ યાદવના આખા કુટુંબ સામે ભ્રષ્ટાચારના નાના-મોટા આરોપો હોવા છતાં લાલુ પ્રસાદ યાદવ દિલ્હીમાં બિન્દાસ્ત ફરે છે.
વિરોધ પક્ષોએ રાષ્ટ્રપતિ
પદના ઉમેદવારની પસંદગી માટે બોલાવેલી બેઠકમાં લાલુ પ્રસાદ યાદવ સૌથી પહેલા
પહોંચ્યા હતા. કોઇના કુટુંબના દરેક સભ્ય ભ્રષ્ટ હોય અને તે જગજાહેર હોય તો
પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગીમાં હાજર રહે તે ખરેખર આઘાતજનક છે.
લાલુ
પ્રસાદ યાદવ એક એવું વ્યક્તિત્વ છે કે જે રાજકારણને છોડી શકે એમ નથી.
ભિારતની લોકશાહીને લાલુ પ્રસાદ યાદવના કુટુંબે લૂંટી છે. જે સરકાર
ભ્રષ્ટાચાર વિરોધી હોય તેમણે લાલુ પ્રસાદ યાદવને દૂર રાખવા જોઇએ. કોંગ્રેસ આ
વાત ક્યારે સમજશે ?
યોગીજી ગુંડાઓને કાબુમાં રાખો
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારને ૧૦૦ દિવસ પુરા થયા છે. પણ કાયદો અને વ્યવસ્થાનું તંત્ર ખાડે ગયું છે. જાહેરમાં લૂંટ, બળાત્કાર, બેકાબુ ટોળાં વગેરેએ યોગી આદિત્યનાથ સામે પડકાર ઊભો કર્યો છે.

યોગીએ પોલીસ અધિકારીઓની
બદલીઓ કરી છે છતાં ગુંડાઓ કોઇને ગાંઠતા નથી. યોગી આદિત્યનાથની તમામ કામગીર
પર ગુંડાઓ પાણી ફેરવી રહ્યા છે.
આદિત્યનાથના
સપનાંનું ઉત્તર પ્રદેશ બનતા વર્ષો લાગશે. બેફામ ગુંડાગીરી - લૂંટફાટ શા
માટે વધ્યા છે ? જવાબમાં યોગીએ કહ્યું હતું કે કતલખાના બંધ કરાવ્યા એટલે
બેકાર બનેલા લૂંટ-ફાટના રવાડે ચઢ્યા છે !!
કેજરીવાલને સ્પષ્ટ જવાબ
કેજરીવાલ
પણ અખિલેશની જેમ જોવા નથી મળતા. તેમના સાથીઓએ તેમનો તેજો વધ કર્યો છે.
ક્યારેક તે એમ કહે છે કે રાજસ્થાનમાં તેમના માટે ચાન્સ છે તો ક્યારેક
ગુજરાતમાં જંગ લડવાનું નક્કી કરે છે. આમ આદમી પાર્ટી દિશાવિહીન છે. હજુ તે
પંજાબ અને ગોવામાં કેમ હાર્યા તેની સમીક્ષા કરે છે.
દિલ્હીનો
મ્યુનિસિપલ જંગ હાર્યા બાદ કેજરીવાલ પોતાને ન્યુઝમાં રાખવા કોશિશ કરે છે.
તેમણે ટીવી માધ્યમો અને અખબારોને જાહેરાતો આપીને જલસા કરાવ્યા હતા.
કેજરીવાલ વારંવાર ટીવી ચેનલોને સબ્જેક્ટ આપે છે પણ કોઇ ટીવી કેમેરા લઇને
તેમની પાછળ નથી દોડતું. તેમના વારંવારના ફોન છતાં એક ટીવી મીડીયાના તંત્રીએ
ફોન ના ઉપાડતાં કેજરીવાલ ધૂંઆ-પૂંઆ થઇને તેમને મળવા ગયા હતા અને આમ આદમી
પાર્ટીએ તેમને કેટલી જાહેરાત આપી તે બતાવ્યું હતું.
એડીટરે ઠાવકાઇથી જવાબ
આપ્યો કે પેમેન્ટ થાય ત્યાં સુધીના આપણા સંબંધો, પેમેન્ટ થઇ ગયું છે..
લીયા-દીયા ભૂલ ગયા..
શિવરાજસિંહને આદેશ
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું છે કે કિસાન આંદોલનને ક્યાં તો દાબી દો નહીંતર સમજાવટ કરીને પિલ્લું વાળી દો !!
શિવરાજસિંહને આદેશ
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું છે કે કિસાન આંદોલનને ક્યાં તો દાબી દો નહીંતર સમજાવટ કરીને પિલ્લું વાળી દો !!
શિવરાજસિંહના પક્ષે કમનસીબી એ છે કે મધ્ય પ્રદેશમાં છેલ્લા
અઠવાડીયામાં ચાર કિસાનોએ આપઘાત કર્યા છે. શિવરાજસિંહ વિપક્ષો સાથે બેસી શકે
એમ નથી એટલે તેમણે કિસાન નેતાઓ સાથે બેઠક શરૃ કરી છે.
કિસાનોના મોટાભાગના
પ્રશ્નોના જવાબમાં શિવરાજ કહેતા હતા કે તમારી પ્રપોઝલ હું કેબીનેટમાં
મૂકીશ. કિસાન નેતાઓ કંટાળ્યા હતા.
કેમકે શિવરાજ બધું કેબીનેટ પર ઢોળતા હતા.
એક કિસાન નેતાએ પૂછ્યું કે તમે મુખ્ય પ્રધાન છો કે કોણ !! શિવરાજે જવાબ
આપ્યો કે મારા રાજ્ય સાથે મારે ચાલવાનું છે. પરંતુ કોઇથી દબાઇશ નહીં !!
સુષ્મા સ્વરાજ ધ ગ્રેટ..
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ લોકપ્રિય મહિલા પ્રધાન છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને હેમખેમ બહાર લાવવાની ટ્રીક્સ સુષ્માને આવડે છે. લોકો નાની-નાની બાબતો સુષ્માને પૂછે છે.
સુષ્મા સ્વરાજ ધ ગ્રેટ..
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ લોકપ્રિય મહિલા પ્રધાન છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને હેમખેમ બહાર લાવવાની ટ્રીક્સ સુષ્માને આવડે છે. લોકો નાની-નાની બાબતો સુષ્માને પૂછે છે.
સુષ્મા સ્વરાજની પ્રશંસા નોન રેસીડેન્ટ
ઈન્ડિયનોમાં થઇ રહી છે. વિદેશ પ્રધાનની રૃએ કોઇ તેમની પાસે મદદ માગે તો તે
દોડીને મદદ કરવા જાય છે.
સુષ્મા સ્વરાજ વિદેશ પ્રધાન છે તેમની કામ કરવાની
સ્ટાઇલ અલગ છે. સુષ્મા સ્વરાજની ખાસિયત એ છે કે તે હંમેશા ઓનલાઇન હોય છે.
વિદેશમાં વસતા ભારતીયોને સુષ્માનું નામ મોઢે યાદ છે. અણીના સમયે વિદેશ
પ્રધાન આવી પહોંચે તે તો ચમત્કાર કહી શકાય.

Comments
Post a Comment