ટોપ-ટુ-બોટમ R.S.S.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની રાજકીય પાંખ ભાજપ મજબુત બની ગઈ છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની રાજકીય પાંખ ભાજપ મજબુત બની ગઈ છે.
સૌથી સર્વોચ્ચ હોદ્દો
રાષ્ટ્રપતિ પદ પર ભાજપના રામનાથ કોવિંદ છે તો ઉપરાષ્ટ્રપતિ પદ વેંકૈયા
નાયડુ નિશ્ચિત મનાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આરએસએસના છે. આમ ટોપથી
બોટમ તમામ પોસ્ટ પર સંઘના કાર્યકરો છે. એક સમય હતો કે જ્યારે સંઘ પ્રભાવિત
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એ સપના સમાન હતું.
સંઘની
ધીરજ અંતે રંગ લાવી છે. આરએસએસના સમર્થકો એક સમયે સંઘ કાર્યકરોની ટીકા
કરીને તેમને 'ચડ્ડી' કહીને ચીડવતા હતા.
આજે એજ ચડ્ડીઓ ભારત પર શાસન કરી રહી
છે. (સૉરી, હવે તો ગણવેશમાં પેન્ટ આવી ગયો છે.) ટોપ-ટુ-બોટમ સંઘના લોકો
શાસન પર છે તે જોતાં એમ કહી શકાય કે ભારત હિંદુ રાષ્ટ્ર બને કે ના બને પણ
સંઘરાષ્ટ્ર જરૃર બની જશે.
અમિત શાહનું કદ અને વજનભાજપના પ્રમુખ અમિત શાહનું રાજકારણમાં કદ પણ વધ્યું છે અને શરીરનું વજન પણ વધ્યું છે. અમિત શાહે બાબા રામદેવ પાસે વજન ઉતારવા માટે ટીપ્સ માગી હતી.
અમિત શાહનું કદ અને વજનભાજપના પ્રમુખ અમિત શાહનું રાજકારણમાં કદ પણ વધ્યું છે અને શરીરનું વજન પણ વધ્યું છે. અમિત શાહે બાબા રામદેવ પાસે વજન ઉતારવા માટે ટીપ્સ માગી હતી.
બાબા
રામદેવે કહ્યું હતું કે જ્યાં પણ જાવ ત્યાં સીડીનો ઉપયોગ કરો!! અમિત શાહ
માટે આ ટીપ્સનો અમલ શક્ય નથી. એટલે તેમણે નીતીન ગડકરીનો સંપર્ક કર્યો.
ગડકરી ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ છે તો અમિત શાહ વર્તમાન પ્રમુખ છે.
નીતીન
ગડકરીનું પેટ અમિત શાહ કરતાં પણ મોટું હતું. તેમણે મુંબઈમાં સર્જરી કરાવી
હતી. કહે છે કે અમિત શાહ પણ આવી સર્જરી કરાવવા તૈયાર થયા છે.
જો કે અમિત
શાહે ભાજપમાં પોતાનું કદ નરેન્દ્ર મોદીની સમકક્ષ બનાવી દીધું છે. હવે તે
વજન પણ મોદી જેટલું જ કરવા માગે છે.
જ્યારે ગાંધી પૌત્ર હારશે...ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ફાઈટ વેંકૈયા નાયડુ અને વિપક્ષી ઉમેદવાર ગોપાલ ગાંધી વચ્ચે થશે. મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ ગાંધી પોતાને ગાંધી વિચારના વારસદાર ગણે છે.
જ્યારે ગાંધી પૌત્ર હારશે...ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ફાઈટ વેંકૈયા નાયડુ અને વિપક્ષી ઉમેદવાર ગોપાલ ગાંધી વચ્ચે થશે. મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ ગાંધી પોતાને ગાંધી વિચારના વારસદાર ગણે છે.
રાષ્ટ્રપતિ પદ માટે કોંગ્રેસે જેમ મીરાં કુમારને હોળીનું નાળીયેર બનાવ્યા
છે એમ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ગોપાલ ગાંધીને બનાવ્યા છે.
હમીદ
અંસારીની જગ્યા નાયડુ લેશે એ બાબતે બે-મત નથી પણ ગોપાલ ગાંધીને જંગમાં
ઝૂકાવવાની કોઈ જરૃર નહોતી. ગાંધી વિચાર રાજકારણમાં અપ્રસ્તુત બનતો જાય છે
તે હકીકત કોઈ સ્વીકારવા તૈયાર નથી.
વેંકૈયા નાયડુ પાંચ ઓગસ્ટની ચૂંટણીમાં
ગોપાલ ગાંધીને હરાવશે તો એમ હેડીંગ મારી શકાશે કે ગાંધી પૌત્ર હાર્યા;
ગાંધી અસ્થાને છે...
સુન-મુન અડવાણીરાષ્ટ્રપતિ પદ અને ઉપરાષ્ટ્રપતિ પદ એમ બંનેના ઉમેદવાર નક્કી કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ ઉપર રહ્યો હતો. રાજકીય સમિક્ષકો તેને ઉપરા-ઉપરી બે સિક્સ ફટકારી એમ કહે છે.
સુન-મુન અડવાણીરાષ્ટ્રપતિ પદ અને ઉપરાષ્ટ્રપતિ પદ એમ બંનેના ઉમેદવાર નક્કી કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ ઉપર રહ્યો હતો. રાજકીય સમિક્ષકો તેને ઉપરા-ઉપરી બે સિક્સ ફટકારી એમ કહે છે.
આ બંને નિમણૂકની જાહેરાત વચ્ચે ભાજપના પીઢ નેતા
લાલકૃષ્ણ અડવાણી પ્રેક્ષકો વચ્ચે આગલી હરોળમાં બેઠા હતા.
વેંકૈયા નાયડુના
નામની જાહેરાત થઇ એટલે અડવાણી થોડીવાર પછી ઉભા થઇને ચાલવા લાગ્યા પણ નિયત
દરવાજાના બદલે બીજા દરવાજાથી બહાર નીકળ્યા હતા.
તેમણે
આસપાસ જોયું પણ તેમનો સ્ટાફ દેખાયો નહીં. પત્રકારો માટેના દરવાજાથી બહાર
નિકળ્યા પછી તેમણે પાણી પીધું અને ત્યાં જ ઉભા રહી ગયા હતા.
૨૦ મિનિટ સુધી
ઉભા રહ્યા બાદ તેમના સ્ટાફને ખબર પડી કે અડવાણીજી બીજા દરવાજે બહાર નીકળ્યા
છે. કહે છે કે સૌથી મોટા દાવેદાર હતા તેમને એક પણ પોસ્ટ ના મળતાં તે ઉઠીને
ચાલતા થયા હતા પણ ખોટા દરવાજે નીકળ્યા...
ગુલામનબીનો સિક્કોગુલામનબી આઝાદ આજકાલ સક્રીય છે. કપિલ સિબ્બલ અને દિગ્વીજયસિંહને ફાળે કોઈ કામ નથી એમ લાગે છે. કાશ્મીરની સમસ્યા અંગે પણ ગુલામનબીના નોલેજનો ઉપયોગ કોંગ્રેસ કરી રહી છે.
ગુલામનબીનો સિક્કોગુલામનબી આઝાદ આજકાલ સક્રીય છે. કપિલ સિબ્બલ અને દિગ્વીજયસિંહને ફાળે કોઈ કામ નથી એમ લાગે છે. કાશ્મીરની સમસ્યા અંગે પણ ગુલામનબીના નોલેજનો ઉપયોગ કોંગ્રેસ કરી રહી છે.
ગુલામનબી આઝાદ ગાંધી પરિવારની નજીકના મનાય છે. કાશ્મીરના
ત્રાસવાદીઓ સાથે કડક વલણ રાખવાની સાથે સાથે હુરીયત નેતાઓ સાથે મંત્રણાનો પણ
આગ્રહ રાખે છે.
નેશનલ કોન્ફરન્સના ઓમર
અબ્દુલ્લાનો વિરોધ પણ ગુલામનબી કરે છે. કોંગ્રેસે જ્યારે ઓમારને મુખ્ય
પ્રધાન બનાવ્યા ત્યારે ગુલામનબીએ વિરોધ કર્યો હતો.
જો કે રાહુલ ગાંધીએ આ
બંને વચ્ચે સમાધાન કરી આપ્યું છે. કાશ્મીરનો હવાલો કોંગ્રેસે ગુલામનૂબીને
સોંપ્યો છે પરંતુ મહેબુબાને તે હંફાવી શક્યા નથી.
સ્મૃતિ ઇરાનીને લોટરી લાગી
વેંકૈયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનતા ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ મંત્રાલયનો (ટૂંકમાં માહિતી ખાતુ) હવાલો સ્મૃતિ ઇરાની પાસે આવ્યો છે.
સ્મૃતિ ઇરાનીને લોટરી લાગી
વેંકૈયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનતા ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ મંત્રાલયનો (ટૂંકમાં માહિતી ખાતુ) હવાલો સ્મૃતિ ઇરાની પાસે આવ્યો છે.
આમ
તો, તેની પાસેનો આ હવાલો ટેમ્પરરી છે છતાં સ્મૃતિ ઇરાનીે હોંશે-હોંશે તે
સ્વીકાર્યો છે. રાજકીય ગપસપ એવી છે કે આ બાઈને પ્રમોશન કયા આધારે મળે છે ?
સ્મૃતિ ઇરાની નેરન્દ્ર મોદીને પોતાનો મોટો ભાઈ ગણાવે છે.
જો
કે એનો અર્થ એવો નથી કે સ્મૃતિના કેસમાં લાગવગ ચાલી છે. ઘણાં લોકો સ્મૃતિ
ઇરાની માટે ચિત્ર-વિચિત્ર ઓપીનીયન ધરાવે છે. જો કે સ્મૃતિ ઇરાની તેની
કાર્યશૈલીના કારણે વખણાય છે.
સ્મૃતિની કાર્યક્ષમતા પણ પ્રશંસનીય છે. સ્મૃતી
ઇરાની પત્રકારો સાથે પણ સારો ઘરોબો ધરાવે છે, કદાચ એટલે જ તેમને માહિતી
ખાતુ સોંપાયું છે.

Comments
Post a Comment