- કૃષ્ણને મથુરાપતિ નહીં મધુરાપતિ બનવાનું પસંદ કર્યું
- એક હાથમાં વાંસળી, બીજા હાથમાં સુદર્શન ખલેલ પહોંચાડે તેને સબક શીખવાડો
યંગસ્ટર્સને કૃષ્ણ પ્રત્યે એક વિશેષ આકર્ષણ હોય છે.કૃષ્ણ અલ્ટિમેટ યુથ આઇકોન છે જ. કૃષ્ણ આજ સુધીના તમામ પેઢીઓ માટે આદર્શ હતા અને ભવિષ્યમાં પણ રહેવાના. જુવાનિયાઓ સંભવતઃ કૃષ્ણ સાથે પોતાને સૌથી વધુ આઇડેન્ટીફાય કરી શકે છે.
જેનું કારણ એ છે કે કૃષ્ણ એ તમામ અનુભવ અને અનુભૂતિઓમાંથી પસાર થયા હતા, જેમાંથી આજના યુવાનને પસાર થવું પડતું હોય છે. દોસ્તી, મસ્તી, પ્રેમ, પીડા, લગ્ન,લક્ષ્યપ્રાપ્તિ, કાવાદાવા અને છેલ્લે મૃત્યુ. યંગસ્ટર્સે ભગવાન કૃષ્ણ પાસેથી અનેક ગુણ પોતાના જીવનમાં ચરિતાર્થ કરવાની જરૃર છે, જેમાંના કેટલાક આ મુજબ છે.
નોલેજ ઇઝ ધ પાવર
ફેસબૂકના સ્થાપક માર્ક ઝકરબર્ગ ભારત આવ્યા ત્યારે તેમણે તેમના એક લેક્ચરમાં એક કહ્યું હતું કે 'નોેલેજ ઇઝ ધ પાવર.' એટલે કે 'જ્ઞાાાનમાં જ શક્તિ છે. ' જોકે, ભારતીય સંસ્કૃતિમાં આ જ વાતને ભગવાન કૃષ્ણે વ્યવહારિક રીતે સમજાવી દીધી છે. સગા મામા કંસને હણી લીધા બાદ ભગવાન કૃષ્ણને મથૂરાની ગાદી સંભાળવા માટે ત્યાંની પ્રજાએ ખૂબ જ અનુરોધ કર્યો.
પરંતુ કૃષ્ણે રાજગાદીને સ્થાને અવંતીપુરમાં સાંદિપની ષીના આશ્રમમાં ભણવા પર પોતાની પ્રથમ પસંદગી ઉતારી. આ બાબત દર્શાવે છે કે જ્ઞાાાન મેળવવું અગ્રતાક્રમે છે અને ત્યારબાદ સત્તા કે અન્ય કોઇ પ્રલોભનો આવે છે. ભગવાન કૃષ્ણે મથુરાપતિ નહીં અને મધુરાપતિ બનવાનું પસંદ કર્યું. સતત જાણો અને વિકસો ભગવાન કૃષ્ણનું આ સૂત્ર જીવનમાં સતત નવા દ્વારા ખોલતું રહેશે.

સ્થિતપ્રજ્ઞાતા
ભગવાન કૃષ્ણે ગીતાજીમાં અર્જુનને સ્થિતપ્રજ્ઞાાતા વિશે ફક્ત સંદેશો નથી આપ્યો પરંતુ તેમણે પોતે પણ તેનો પોતાના જીવનમાં અમલ કર્યો છે. મહાભારતમાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં અર્જુનના વિષાદ યોગ અંગે ખૂબ બધું કહેવાઇ ચૂક્યું છે. પરંતુ સગા મામા કંસને હણતી વખતે ભગવાન કૃષ્ણના મનમાં ચાલતા ભાવ અંગે ભાગ્યે જ કોઇએ પ્રકાશ પાડયો હશે. પ્રસંગ સુખનો હોય કે દુઃખનો ભગવાન કૃષ્ણે દરેકમાં સ્થિતપ્રજ્ઞાાતા રાખી છે.
સુખ કે દુઃખ કંઇ પણ આવે તો તેનાથી ભાગો નહીં પરંતુ સુખની ઘડીમાં છકી જવું અને દુઃખમાં તણાવમાં આવી જવું તે સ્થિતપ્રજ્ઞાાતાની અવસ્થા નથી. ભગવાન કૃષ્ણ કહે છે કે સ્થિતપ્રજ્ઞાાતા એટલે સંવેદનશીલતા ગુમાવી દેવી એમ નહીં પણ સુખ હોય કે દુઃખ તેમાં ડગી જવું નહીં. કૃષ્ણ જે કહે છે તે સંવેદનશીલતાની પૂર્ણતાની વાત છે.

એક હાથમાં વાંસળી, બીજા હાથમાં સુદર્શન ચક્ર
ભગવાન કૃષ્ણે એકવાર વૃંદાવનમાં રાસ લીલા રચી હતી. આ દરમિયાન ગૌવંશનો જ એક અરિષ્ટ નામનો બળદ રાસલીલામાં ઉત્પાત મચાવે છે.ભગવાન કૃષ્ણ સૌપ્રથમ તો એને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેનો ઉત્પાત જારી રહેતા અરિષ્ટ નામના બળદને સીંગડેથી પકડીને બહાર ફેંકે છે.
આ બાબતમાંથી શીખવા મળે છે કે કોઇ તમારા પરિવાર-દેશ કે તમારા આનંદમાં ખલેલ પાડે તો તેને તમારે સબક શિખવાડવો જ પડે. આ જ કારણ છે કે તેમના એક હાથમાં મધુર સૂર રેલાવતી વાંસળી તો બીજા હાથમાં સુદર્શન ચક્ર છે. શિશુપાલ સામે વાંસળી ના વગાડાય પણ સુદર્શન ચક્રનો જ ઉપયોગ કરવો પડે.

મિત્રતા
મિત્રતા કેવી રીતે નિભાવવી તેના માટે ભગવાન કૃષ્ણ શ્રે દ્રષ્ટાંત છે. દ્રોપદી અને સુદામા સાથેની તેમની દોસ્તી સદીઓ બાદ પણ અમર રહી છે. ભગવાન કૃષ્ણે તેમની બાળલીલામાં ગોપીઓના ચીર હર્યા છે પરંતુ દ્રોપદીનું જાહેરમાં ચીરહરણ થતું હતું ત્યારે તેમણે ચીર પૂર્યા પણ છે.
કોઇ ીનો જાહેરમાં વિનયભંગ થતો કોઇ કાળે ચલાવી શકાય નહીં. આ સમયે એક સવાલ એવો પણ થાય કે સુદામા ભગવાન કૃષ્ણ પાસે ગયા ત્યારે તેમણે ત્રણ લોકનું સામ્રાજ્ય આપ્યું હતું. પરંતુ આ અગાઉ કેમ ક્યારેય સુદામાને કંઇ નહોતું આપ્યું. આ પાછળનું કારણ એ છે કે આ વિશ્વમાં સામેથી કંઇ જ મળતું નથી પણ શોધવું પડે છે. ભગવાન તો અહીં જ મોજૂદ છે અને એવું નથી કે તે તમારી પીડાથી વાકેફ નથી. પરંતુ તમે મોઢું ફેરવીને બેઠા છો ત્યાં સુધી ભગવાન પણ કંઇ કરી શકતા નથી.

કૂટનીતિ
કૃષ્ણ એ ન્યાય-નીતિ અને નિયમના પ્રતિપાલક છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં ભગવાન કૃષ્ણે અનેક કપટ કર્યા હતા. પરંતુ ભારતમાં ભગવાન કૃષ્ણ અને સરદાર વલ્લભભાઇ પટેલ એમ બે વ્યક્તિત્વ એવા થયા કે જેમણે અનેક પ્રકારની કૂટનીતિ કરી પણ તેમાંનો એક પણ ફાયદો પોતાને માટે નહીં પણ ધર્મસંસ્થા માટે કર્યો છે.
કૃષ્ણ યુદ્ધવાદી નથી, પરંતુ તેઓ યુદ્ધને જીવનની રમતનો હિસ્સો ગણે છે. મહાભારતમાં યુદ્ધ થાય નહીં તેના માટે તેમણે તમામ પ્રયાસો કરી જોયા. આખરે તેમણે ધર્મની રક્ષાના અંતિમ વિકલ્પ તરીકે યુદ્ધ પર પસંદગી ઉતારી હતી. કૃષ્ણ કહે છે કે, યુદ્ધ ના થાય તે સારી વાત છે. પરંતુ યુદ્ધ રોકી શકાય તેમ ન હોય તો નાસી છૂટવાનો મતલબ નથી.

ઝડપી નિર્ણયશક્તિ
આયોજન ગમે તેટલું જડબેસલાક હોય પણ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવે ત્યાં સુધી સફળતા મળતી નથી. મહાભારતના યુદ્ધમાં કર્ણનો રથ જ્યારે યુદ્ધમાં ફસડાઇ પડયો ત્યારે તેમણે અર્જુનને આદેશ આપ્યો કે તેને ખતમ કરવાનો આ જ યોગ્ય સમય છે.
ક્યારેક નિર્ણય લેવો કઠીન હોય, પણ સાચા સમયે લેવો ખૂબ જ જરૃરી થઇ પડતો હોય છે. આમ, કૃષ્ણમાંથી નેતૃત્વનો ગુણ પણ ચરિતાર્થ કરવા જેવો છે. વિષાદ યોગમાં અર્જુને શસ્ત્રો હેઠા મૂકી દીધા હતા ત્યારે ભગવાન કૃષ્ણે એક સારા લીડર જેમ અર્જુનનું મનોબળ વધાર્યું હતું.

સહનશક્તિ
શિશુપાલે ભગવાન કૃષ્ણનું ખૂબ જ અપમાન કર્યું ત્યારે ભગવાન કૃષ્ણે ૯૯ વખત તેને કહેલા અપશબ્દો સહનશક્તિ સાથે સાંભળ્યા અને ૧૦૦મા અપશબ્દ વખતે સુદર્શન ચક્ર છોડયું હતું. ટૂંકમાં પોતાનું મગજ ગુમાવ્યા વિના કામ લેવું. આવેશમાં હંમેશા ખોટા જ પગલા લેવાઇ જાય છે. આ જ કારણે ભગવાન કૃષ્ણે કોઇ પણ ક્ષણે પિત્તો ગુમાવ્યો હોય તેવું ભાગ્યે જ જોવા મળ્યું છે.

Comments
Post a Comment