- બ્લુ વ્હેલ પર તાત્કાલિક પ્રતિબંધ નહીં મુકાય
- 'ભીમ' એપ્લિકેશનનો કોમર્શિયલ ઉપયોગ : દુકાનદારો પેમેન્ટ માટે વાપરશે
નામાંકિત મોબાઈલ કંપનીઓ 'કમ બેક' મોડમાં હોય એમ લાગે છે. નોકિયા ફરી બજારમાં છવાઈ જવા આવી છે તો તેના પછી કે.ઈ. ર્યાન ફોન લઈને બ્લેક બેરી આવ્યું છે. બ્લેક બેરીના માર્કેટીંગના ધાંધીયા હોય છે પણ આ વખતે બ્લેક બેરી વધુ સજ્જ થઈને આવ્યો છે.
નોકિયા ખુબ લોકપ્રિય હતો પણ નવા ફોન સાથેની સ્પર્ધામાં તે અદ્રશ્ય થઈ ગયો હતો. મોબાઈલ યુગની શરૃઆતના દિવસોમાં નોકિયાએ ઘર-ઘરની ઓળખ હતી. ત્યારબાદ નવી કંપનીઓની પ્રોડક્ટના આક્રમણ સામે નોકિયા ટકી શકી ન હોતી. બ્લેક બેરીથી એક સમયે લોકો એટલા કંટાળ્યા હતા કે તેને 'ક્રેક બેરી'ની ઉપમા આપવામાં આવી હતી. જોકે કે.ઈ. ર્યાન ફોન સાથે બ્લેક બેરી ફરી માર્કેટમાં પ્રવેશી છે ત્યારે અપટુડેટ ફોન સાથે આવી છે. આ ફોન બેસ્ટ બ્લેક બેરી ફોન બની રહ્યો છે.
લકઝરી પેકીંગ વાળા આ ફોનની પાછળનો ભાગ લેધર લુક છે. કી-બોર્ડ પણ આસાનીથી ઉપયોગમાં આવે એમ છે. તેમાંની DTEX મોનીટરીંગ સિસ્ટમ તેની સિક્યોરીટી બની રહી છે. ફોન ખોવાય તો પણ મળી આવે છે. નવા બ્લેક બેરીના કેમેરાના પીકસલ ગુગલ પીકસલ છે જે લોકો નવા સ્માર્ટ ફોનની શોધમાં હોય છે તેમના માટે બ્લેક બેરીનું કમ બેક મહત્વનું બની શકે છે.
બ્લ્યુ વ્હેલના કાળા કરતૂત
બ્લ્યુ વ્હેલ ગેમ તેના ગંદા હાથ પ્રસરાવતી જાય છે. અત્યાર સુધીમાં ચાર યુવાનોએ આપઘાત કર્યા છે. આવી ગેમ યુવાનોના મગજ પર કબજો જમાવી દે છે. ત્યારબાદ કિશોરવયના ગેમર્સ જીવન ટૂંકાવી દેવા તૈયાર થઈ જાય છે. બ્લ્યુ વ્હેલના સંશોધકે જણાવ્યું છે કે આ જીંદગી એક નાટક છે. તેમાંથી જાતે જ છુટકારો મેળવો પણ તે માટે તમારામાં હિંમત જોઈએ !! છેલ્લો કેસ દિલ્હીમાં બન્યો હતો. જ્યારે એક કિશોર તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
બ્લ્યુ વ્હેલ ગેમ પર પ્રતિબંધ મુકવા સરકાર પ્રયાસ કરે છે પણ સરકાર પેરેન્ટસનો સહકાર માગે છે. પોતાનું સંતાન કોમ્પ્યુટર પર કે મોબાઈલ પર કઈ ગેમ રમે છે તે પર નજર રાખવી જોઈએ. તેના ગૃપના લોકો કઈ ગેમ રમે છે તે પણ જોવું જોઈએ.
બ્લ્યુ વ્હેલ ગેમ કેન્દ્ર સરકાર બ્લોક કરી શકે છે પણ તે પ્રોસેસમાં છ મહિના લાગશે. કોણ આ ગેમ ડાઉનલોડ કરે છે તે સરકાર જાણી શકે છે પણ તે માટે સરકારે મોટું નેટવર્ક ઉભું કરવું પડે એમ છે. પ્રાઈવેટ કલાસીસ અને સ્કુલોના સંચાલકોએ વિદ્યાર્થીઓની બોડી લેન્ગવેજ જોઈને તે શું કરે છે એમ પૂછવું જોઈએ.
જીવલેણ ગેમ રમનારા ધૂની હોય છે. જ્યારે કોઈ કિશોરનું વલણ બદલાય ત્યારે તેને હલીંગ ટચની જરૃર હોય છે. આવા સોશ્યલ કનેકશનો ગુમાવી બેઠેલા કિશોરો ખતરનાક ગેમની પક્કડમાં આવી જાય છે. બ્લ્યુ વ્હેલ ગેમનો પ્રથમ શિકાર મુંબઈનો કિશોર બન્યો ત્યારે લોકોને આ જીવલેણ ગેમની ખબર પડી હતી. ઈન્ટરનેટ ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે એમ એમ તેના દૂષણોની પકડ પણ વધતી જાય છે.
જે કુટુંબોમાં કિશોર-કિશોરીઓ સાથે માયાળુ વર્તન નથી હોતું તેવા કિશોરો હીલીંગ ટચ મેળવવા પ્રયાસો કરે છેે બ્લ્યૂ વ્હેલ જેવી ગેમ શરૃઆતમાં પ્રશ્નો પૂછીને કિશોરોની એકલતા માપી લે છે. ધીરે ધીરે તેને ટ્રેપમાં ફસાવીને આ દર્દભરી જીંદગીને અલવિદા કહી દેવા પણ સમજાવે છે.
ઓન લાઈન કોઈ કિશોરને આપઘાત કરવા સમજાવવા એ પ્રથમ નજરે આશ્ચર્યજનક લાગે પણ ઉપરા-છાપરી કિશોરો બ્લ્યુ વ્હેલનું ટાર્ગેટ બનતાં ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ પણ મુંઝવણમાં મુકાયું છે. આવી ગેમ પર પ્રતિબંધ મુકવા ચોમેરથી માગ ઉઠી છે.
'ભીમ'નો ઉપયોગ
ફાયનાન્સ સાથે સંકળાયેલી સરકારની 'ભીમ' એપ્લીકેશન ઓનલાઈન નાણાની લેવડ-દેવડ માટે જાણીતી છે. જેને ઈ-પોકેટ કહેવામાં આવે છે. એવી આ 'ભીમ' એપ્લીકેશન સૌથી વધુ ડાઉનલોડ થઈ છે. તેની સાથે પે.ટી.એમનો ઉપયોગ પણ થતો જોવા મળે છે. ભીમ એપ્લીકેશનને સરકાર હવે કોમર્શીયલ પેમેન્ટ માટે ઉપયોગ કરવા માગે છે.
નોટબંધી વખતે રોકડના અભાવે વધતી ભીંસને ખાળવા 'ભીમ' એપ્લીકેશન અમલમાં મુકાઈ હતી, હવે તેનો ઉપયોગ દુકાનદારો કરતા થાય અને મોટા પેમેન્ટ માટે પણ તે વપરાય એમ સરકાર ઈચ્છે છે. ડીજીટલ પોકેટ સિસ્ટમ ઉપયોગમાં ખુબ સરળ હોઈ વેપારીઓને ઉપયોગી બની શકે એમ છે. દુકાનદારો પોતાના નાના-મોટા પેમેન્ટ ઓન ધ સ્પોટ મેળવી શકે છે. હાલમાં ચેક સિસ્ટમ છે, તે ભરવા જવું પડે છે પરંતુ જો કોમર્શીયલ ક્ષેત્ર 'ભીમ' દ્વારા વહિવટ કરે તો રોજીંદા સ્તરે બેંકનું ટેન્શન હળવું કરી શકે છે.

Comments
Post a Comment