ગુફાના બેડરૃમમાં રામ-રહીમ પોર્નોગ્રાફી જોઇ બળાત્કાર કરતો

- 20 સાધ્વીઓએ કહ્યું કે 'માફી'ના નામે રંગરેલિયા

- અંતે કાળી નાગ નથાયો પણ માત્ર 10 વર્ષની કેદની સજાથી સૌ નારાજ

બળાત્કારી બાબા સજાની છેલ્લી ક્ષણોમાં બે હાથ જોડીને રડતો હતો અને ઓછી સજા આપવા કાકલૂદી કરતો હતો. કાયદો અને સમયના ફટકા જ્યારે પણ પડે છે ત્યારે ગુનેગારો બેવળ વડી જાય છે. બળાત્કારી રામ-રહીમે લોકોનો ભરોસો તોડી દીધો હતો. તેમને દશ વર્ષની કેદની સજા ફટકારાઇ હતી.

પ્રજા માને છે કે આવી શૈતાની કરનારને આજીવન કેદની સજા આપવી જોઇતી હતી.

લંપટ રામ-રહીમ માટે છોકરીઓ મળવી આસાન બનતી જતી હતી. આસારામ બાપુનો ચેલકો હોય એમ રામ-રહીમે ગુફા સમાન બેડરૃમ બનાવ્યો હતો. પોતાની જાતને સંત કહેવડાવતો રામ-રહીમ સંતોની જેમ રાત્રે ગુફામાં રહેતો હતો. 

આ ગુફા હકીકતે તો સેક્સ બાર હોઇ શકે છે કેમકે બળાત્કારનો ભોગ બનેલી છોકરીઓની આપવીતીમાં ગુફામાંની સેક્સ લીલાનો ઉલ્લેખ છે. આ ગુફા એ ભક્તોના બાપજીનો વિશાળ બેડરૃમ હતો. બાપજી તેમની તાકાતના જોરે યુવતીને  બેડ પર આવવાની ફરજ પાડતા હતા.

આ બાપજી અર્થાત્ રામ-રહીમની રાજકીય તાકાત ગુંડાઓના બેકીંગની તાકાત વગેરે જોઇને યુવતી પાસે બેડ ગરમ કર્યા સિવાય બીજો કોઇ રસ્તો નહોતો બચતો. યુવતીઓને આઘાત એ વાતનો લાગતો હતો કે જેને લોકો ભગવાન માને છે એ ગુફામાં શૈતાન - બળાત્કારી બની જાય છે.

સિરસામાં (હરિયાણા) ૭૦૦ એકરમાં પથરાયેલા આશ્રમની આ ગુફાને અંદરથી કોઇએ જોઇ નથી. અંધ ભક્તો તેને રામ-રહીમનો બેડરૃમ માનતા હતા. કોઇને ખબર નહોતી કે આ બળાત્કાર માટેની ગુફા છે. આશ્રમમાં કામ કરતી સાધ્વીઓને આશ્રમમાં (ડેરા) ખાવા-પીવાની સવલત આપવામાં આવતી હતી. કોઇ બહારનો ભક્ત તેમની સાથે વાત કરી શકતો નથી. જો કોઇ નજીક જવાનો પ્રયાસ કરે તો ડેરામાંના મસલમેન તેને બહાર ધકેલી દઇને ધમકી આપતા હતા.

ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેઇને જે યુવતીએ પત્ર લખ્યો તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મારી પર વારંવાર બળાત્કાર થયો છે. સીબીઆઇએ આશ્રમમાં છૂટી પડેલી ૨૦ જેટલી સાધ્વીઓને શોધી કાઢીને પૂછપરછ કરી હતી. મોટા ભાગનાએ બીતા-બીતા નિવેદન આપ્યા હતા કે રામ-રહીમની ગુફામાં મોટા સ્ક્રીન પર બ્લ્યૂ ફિલ્મ ચાલતી હોય ત્યારે અમને તેની પાસે જવું પડતું હતું.

સેક્સના ઝનૂનમાં આ માણસ અમારા પર તૂટી પડતો હતો અને આદેશ પ્રમાણે અમારે તેને રીસ્પોન્સ આપવો પડતો હતો.

આવી અસરગ્રસ્ત યુવતીઓ મોં ખાલી શકતી નહોતી. તેમના માતા-પિતા પણ તેમના ભગવાન રામ-રહીમ સામે એક શબ્દ સાંભળવા તૈયાર નહોતા.

રામ-રહીમ ટોળામાંની એકાદ સાધ્વી સામે આંગળી ચીંધતો તેનો અર્થ એ કે તેણે રાત્રે ગુફામાં જવાનું છે. રામ-રહીમ દરેક સાધ્વીને કહેતો કે મને તન-મનથી સમર્પિત થશો તો 'માફી' મળશે. માફી એટલે ટોર્ચરથી માફી !! જે હિંમતવાન ના પાડતી તેને ભૂખે મારવામાં આવતી હતી.

રામ-રહીમની સાધ્વીઓના મા-બાપ ડેરાના ભક્તો હોય છે. તે લોકો તેમની પુત્રીની ફરીયાદ સાંભળતા નથી અને રામ-રહીમની પ્રસાદીને પ્રેમથી સ્વિકારવા કહે છે. રામ-રહીમની દાદાગીરી અને પૈસાની તાકાત તેમજ રાજકીય પીઠબળના કારણે આ રાક્ષસનો વાળ કોઇ વાંકો કરી શકે એમ નહોતું.

રામ-રહીમ સામે બળાત્કારની ફરીયાદનો પત્ર છાપનાર પત્રકારની હત્યા થઇ હતી. આ પત્રકારનો યુવાન પુત્ર કહે છે કે અમને રક્ષણ આપવાને બદલે પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓ રામ-રહીમના પગમાં સાષ્ટાંગ પ્રણામ કરતા હતા.

રામ-રહીમ પોર્નોગ્રાફી ફિલ્મોનો શોખીન હતો. તે એક વિશાળ રજવાડાનો માલિક હતો અને ભક્તોનું શોષણ કરતો હતો. ભક્તોની દિકરીઓને પોતાની દિકરી માનીને તે ગુફામાં બોલાવતો અને શેતાન બની જતો હતો.

રામ-રહીમનું નેટવર્ક આધ્યાત્મિક રીતો પર આધારીત નહોતું પણ ગુંડાગીરી આધારીત હતા. તેનામાં કોઇ ચમત્કારીક શક્તિ નહોતી. પોતાના સેક્સ પાવરને માણવા તે સાધ્વીઓને નજીકમાં જ રાખતો હતો અને પોતાની ઈચ્છા પ્રમાણે બોલાવીને મનમાની કરતો હતો.

ગુફાના વિસ્તારમાં રામ-રહીમની સિક્યોરીટી એવી રમૂજ કરતા હતા કે આજે માફી મેળવવામાં કોનો વારો છે ? જેમની પર એક વાર 'માફી' (બળાત્કાર) થઇ ચૂકી છે તેને પ્યોરીફાઇડ કરવા માટે બીજી વાર બોલાવવામાં આવતી હતી.

આ રીતે રામ-રહીમે પોતાનું પ્રાઇવેટ વેશ્યાલય બનાવી દીધું હતું. પોતાની બેડ નજીક રિવોલ્વર રાખતો રામ-રહીમ દરેક યુવતીને હસતે-મોઢા સાથે સેક્સલીલા માટે આગ્રહ રાખતો હતો. આ માણસ આનાકાની કરતી યુવતીને કાઢી મૂકતો હતો અને તેના પર થર્ડ-ડીગ્રી ચાર્જ શરૃ થઇ જતો હતો.

Comments