- લોકોને મારી-લૂંટીને ભેગી કરેલી સંપત્તિ
- મૉસ્ટ વૉન્ટેડ દાઉદને ઓસામા લાદેનની જેમ પકડવો જોઇએ એવો પ્રજાનો આગ્રહ
દાઉદ ઈબ્રાહીમે ભેગી કરેલી સંપત્તિ ભારતના લોકોની છે. દારૃના ધંધાથી માંડીને ખંડણી ઉઘરાવવાની અને કોન્ટ્રાક્ટ કિલીંગથી માંડીને કોમી તોફાનો સુધીના ધંધામાંથી તેણે કરોડો ભેગા કર્યા હતા. દાઉદની ધાક આજે પણ મુંબઈમાં પ્રવર્તે છે. તેનું નેટવર્ક તેના મર્યા પછી પણ લોકોને રંજાડતું રહેશે એમ લાગે છે.
જેના માથે ૨૫ મીલીયન ડૉલરનું ઈનામ છે તે દાઉદ અને તેના મળતીયાને પાકિસ્તાને આશરો આપીને રાખ્યા છે. તાજેતરમાં જ ગૃહપ્રધાને કહ્યું છે કે દાઉદ હજુ પાકિસ્તાનમાં છે અને તેની પ્રવૃત્તિ પર કેન્દ્ર સરકાર નજર રાખી રહી છે.
૬૧ વર્ષના દાઉદની ૬.૭ અબજ ડૉલરની સંપત્તિ બ્રિટનની સરકારે જપ્ત કરીને તેને આર્થિક રીતે અધમૂઓ કરી નાખ્યો છે. દાઉદનું જોર તેની સંપત્તિના કારણે હતું. લોકોની કતલ કરીને ભેગા કરેલા પૈસા દાઉદને ગૂંગળાવી મારશે તે નક્કી છે.
પાકિસ્તાનને એકલું પાડી દેવાની ભારતની ચાલ સફળ થઇ રહી છે. ચીન પણ હવે તેને જાહેરમાં ટેકો આપી શકે એમ નથી.
![]() |
| Graphic Courtesy Midday |
બ્રિક્સ બેઠકમાં જે રીતે પાકિસ્તાન પર માછલાં ધોવાયાં અને જે રીતે અમેરિકાએ પાકિસ્તાન તરફ લાલ આંખ બતાવી છે તે જોતાં એમ લાગે છે કે પાકિસ્તાનના મિત્રો એક આંગળીના વેઢે ગણાય એમ પણ નથી. પાકિસ્તાન જાણે છે કે અમેરિકા છેડો ફાડી રહ્યું છે ત્યારે ચીન એક માત્ર વિકલ્પ છે.
હવે ચીન પણ પાકિસ્તાન પાસે ત્રાસવાદ અંગે ખુલાસો માગે છે ત્યારે પાકિસ્તાન હચમચી ગયું છે. હવે દાઉદનો મુદ્દો ચગ્યો છે. વૈશ્વિક તખ્તા પર પાકિસ્તાનને એકલું પાડી દેવામાં ભારત સફળ થાય તો દાઉદને દબોચી લેવામાં પણ ભારત સફળ થઇ શકે છે.
હવે ચીન પણ પાકિસ્તાન પાસે ત્રાસવાદ અંગે ખુલાસો માગે છે ત્યારે પાકિસ્તાન હચમચી ગયું છે. હવે દાઉદનો મુદ્દો ચગ્યો છે. વૈશ્વિક તખ્તા પર પાકિસ્તાનને એકલું પાડી દેવામાં ભારત સફળ થાય તો દાઉદને દબોચી લેવામાં પણ ભારત સફળ થઇ શકે છે.
દેશના મોટાભાગના નાગરિકો એમ માને છે કે દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાનમાં સડવા ના દેવો જોઇએ. દેશદાઝથી ભરેલા લોકો માને છે કે અમેરિકાએ જેમ ઓસામા બીન લાદેનને પાકિસ્તાનમાં જઇને ખતમ કર્યો હતો અને તેના મૃતદેહને દરીયામાં નાખી દીધો હતો એમ ભારતે પણ દાઉદ માટે કરવું જોઇએ. ભારત આવો ઝનૂની પ્રયાસ કરે તો અંધારી આલમ ભારતથી ડરતી થઇ જાય તે તો ઠીક પણ વિશ્વમાં ભારતનો ડંકો વાગી જાય એમ છે.
મોદી સરકારના પ્લાનની કોઇને ખબર નથી હોતી પરંતુ આ તબક્કે એટલું કહી શકાય કે પાકિસ્તાન નબળું પડયું છે માટે ભારતે આ સ્થિતિનો લાભ ઉઠાવવો જોઇએ.
દાઉદ ઈબ્રાહીમ જેવા ક્રીમીનલ ક્યારેય સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થતા નથી. તેને પણ ખબર છે કે પોલીસની ગોળીઓથી જ તેનું મોત થવાનું છે. દાઉદ હાલમાં ભારતના ડરથી છુપાઇને ફરે છે. મુંબઇના ડૉન દાઉદ અને હાલમાં ભાગતા ફરતા દાઉદ વચ્ચે ઘણો ફર્ક છે. ભાગતા ફરતાને ડૉન કહી શકાય નહીં.
દાઉદ જ્યારે મુંબઈને ધોળે-દહાડે લૂંટતો હતો ત્યારે ખંડણી માટેના તેના એક ફોનથી વેપારીઓ ધૂ્રજી ઊઠતા હતા. પોલીસ તંત્ર પણ તેને પકડવા લાચાર હતું. મુંબઈ બ્લાસ્ટ પછી ભાગતો-ફરતો દાઉદ અંતે વૉન્ટેડ નંબર-વન બની ગયો હતો. ક્યારેક તે દુબઈ જતો પણ મોટાભાગે તે પાકિસ્તાનમાં છુપાઇ રહેતો હતો. ભારત સરકારે મોસ્ટ વૉન્ટેડ દાઉદ અંગેના ડૉક્યુમેન્ટ આપ્યા હતા. બે વર્ષ બાદ બ્રિટનની સરકારે દાઉદની સંપત્તિ કબજે કરી હતી. ટૂંકમાં મોદી સરકારે આપેલા ડૉક્યુમેન્ટ સાચા પુરવાર થયા હતા.
દાઉદ ગેંગ એમ માનતી હતી કે કોઇ તેમની સંપત્તિને હાથ નહીં અડાડી શકે પણ બ્રિટનની સરકારે તેને આર્થિક ફટકો માર્યો છે.
લોકોને મારીને-લૂંટીને ભેગી કરેલી સંપત્તિમાં દાઉદ વિશ્વમાં બીજા નંબરે આવે છે. પહેલા નંબરે કોલંબીયાનો ડ્રગ ડૉન પાબ્લો એસ્કોબાર આવે છે. દાઉદે બ્રિટનમાં અલગ-અલગ નામે સંપત્તિ ઊભી કરી હતી. દાઉદના ૨૦થી વધુ નામો છે; તેનું નેટવર્ક પણ ૨૦ દેશોમાં છે.
દાઉદ કોઇ રીતે મોટું માથું નથી પણ એક પછી એક હુમલા કરીને તેણે પોલીસને ભોંઠી પાડી દીધી હતી. ૧૯૯૩ના શ્રેણીબધ્ધ બોંબધડાકાથી મુંબઇ હચમચી ઊઠયું હતું ત્યારથી સરકાર તેને પકડવા ફરે છે પરંતુ તે પાકિસ્તાનની છત્રછાયા હેઠળ છુપાઇ ગયો છે.
કહે છે કે ૧૬ દેશોમાં દાઉદની સંપત્તિ છે. ભારત બીજું કશું ના કરે તો કંઇ નહીં પણ મુંબઈમાંથી દાઉદની સંપત્તિ જાહેરમાં હરાજી કરીને તેમાંથી મળતા પૈસાને ૧૯૯૩માં મુંબઇમાં થયેલા શ્રેણીબધ્ધ ધડાકાઓમાં માર્યા ગયેલાઓના ફેમીલીને ભાગે પડતા વહેંચી દેવા જોઇએ.
લંડનમાં દાઉદની ૪૦ હજાર કરોડની સંપત્તિ જપ્ત કરાઇ તેમાં ભારત સરકાર ખોટી હરખાય છે. ભારત જ્યારે દાઉદને પાછો લાવવાના ડિપ્લોમેટીક પ્રયાસો કરશે ત્યારે તેને પણ હરખાવા જેવી સ્થિતિ મળશે. ૨૦૧૯ની ચૂંટણી પહેલા ભારતની જેલમાં દાઉદ હશે અથવા તો તેનો ખાત્મો બોલી ગયો હશે.


Comments
Post a Comment