2020 સુધીમાં 390 મિલિયન લોકો ઇન્ટરનેટ વાપરતા હશે

- મોબાઇલ વોલેટ માટે નવા નિયમો આવશે

- જાપાને ભારતની 11 સ્ટાર્ટઅપ કંપનીમાં રોકાણ કર્યું છે : પ્રોત્સાહન આપશે

જેમ જેમ ઇન્ટરનેટના વપરાશકારો વધતા જાય છે તેમ તેમ ઇ-કોમર્સનો વપરાશ અને પ્રભુત્વ બંને વધતા જાય છે. નવી પેઢી ઇન્ટરનેટના ઉપયોગમાં કન્વર્ટ થઈ રહી છે. 

2016માં ઇન્ટરનેટના વપરાશકારોની સંખ્યા 390 મિલિયન હતી તો 2020 સુધીમાં તે 650 મિલિયનથી વધુ હશે તેમ મનાય છે. ઇન્ટરનેટનો ઉપયોગન્યુઝ કરતા પણ બમણો ઇ-કોમર્સમાં થઈ રહ્યો છે.

એક સમયે ભારતના વપરાશકારો હેકર્સથી ડરતા હતા અને ઑનલાઇન ટ્રાન્ઝેક્શન માટે તેમની પાસે ડેબિટ કે ક્રેડિટની સવલતો નહોતી પરંતુ માલ આવે ત્યારે પૈસા આપવાની સિસ્ટમ અને માલ ન ગમે તો તે બદલી આપવાની સિસ્ટમે ચમત્કાર સર્જયો હતો. ઓનલાઇન ચીજોનુ વેચાણ અબજો પર પહોંચશે તે અંગે કોઈએ પણ કલ્પ્યું ન હતું. આજે સ્થિતિ એ છે કે ઇન્ટરનેટના વપરાશકારો પોતાને ગમતી ચીજ ખરીદવા ઇન્ટરનેટ પર કલાકો ગાળે છે.

ઇ-કોમર્સની સાઇટોએ પણ ગ્રાહકોને ગમતી ચીજો આપવી શરુ કરી છે. જેના કારણે ઑનલાઇન સાઇટ વચ્ચે સ્પર્ધા વધી છે. આ સ્પર્ધાનો સીધો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે.

એક અંદાજ પ્રમાણે ૨૦૧૬માં ઇ-કોમર્સનું ટર્નઓવર ૭૫ અબજ રૃપિયાનું હતું. જે ૨૦૨૦ સુધીમાં ૧૧૫ અબજ ડોલરે પહોંચવાની શક્યતા છે.

ભારતમાં ઇન્ટરનેટના વપરાશકારોની સંખ્યા વધશે કેમ કે, કિશોર કિશોરીઓ સ્માર્ટ ફોન ઓપરેટ કરતા થઈ ગયા છે અને સરકાર કોલેજોમાં ટેબ્લેટનો વપરાશ વધારી રહી છે. હથેળીમાં આવી જતા ફોન માત્ર સોશ્યલ નેટવર્ક માટે નથી વપરાતા પણ ઇ-કોમર્સની સાઇટનો ઉપયોગ પણ કરે છે. લોકોને હેકર્સનો ડર બહુ રહ્યો નથી. સાથે-સાથે લોકો નેટ પર વધુ જાગૃત રહેતા થયા છે એમ કહી શકાય.

સેકન્ડ હેન્ડ કપડાંની સાઇટ
ટોકિયો સ્થિત વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટર ડીજીટલ ગેરેજે બેંગ્લોર સ્થિત ઑનલાઇન પ્લેટફોર્મ 'ઇલાનીક'માં મોટું રોકાણ કર્યું તેની માહિતી બહાર નથી પડાઈ પરંતુ ટ્વીટરના શરુઆતના કાળમાં ડીજીટલ ગેરેજે તેમાં પણ રોકાણ કર્યું હતું.

 બેંગ્લોરનું એવું પ્લેટફોર્મ છે કે જેના પરથી ગ્રાહક તેના વપરાયેલા કપડા વેચી શકશે. આ વેબસાઇટ બ્રાન્ડેડ વપરાયેલા કપડા વેચશે. બ્રાન્ડેડ કપડા ઘણાં મોંઘા હોય છે. તે સેકન્ડમાં અડધા કરતા પણ ઓછી કિંમતે મળી શકે છે.

કેટલાક શહેરોમાં વપરાયેલા કપડાનું વેચાણ થાય છે પરંતુ તેમાં બ્રાન્ડ સાથે કોઈ નિસ્બત નથી હોતી ટોકિયો સ્થિત રોકાણકાર ટોકિયો સ્ટોક એક્સચેન્જમાં પણ લિસ્ટેડ છે.

મળતી માહિતી અનુસાર 'ઇલાનિક'માં જાપાનની કિંમત શરુઆતમાં પાંચ મિલિયન ડોલર રોકશે. ઇલાનિકનો પ્લાન એ છે કે પેલા બ્રાનડેડ કપડાં ઑનલાઇન વેચવા !

વિદેશમાં ખાસ કરીને અમેરિકા, જાપાનમાં પ્યાલા- બરણીવાળા નથી હોતા જે જુના કપડાની સામે કોઈ વાસણ આપે ! એટલે જ બેંગ્લોર સ્થિત આ નવતર સાઇટ ઘણાં ગ્રાહકો ઉભા કરશે. દરેકને જૂના કપડા ફેંકવા તેના બદલે તેમાંથી પૈસા ઉભા કરવામાં રસ હોય છે. 

'ઇલાનિક' દરેકને સંતોષ આપશે એમ લાગે છે કેમ કે, તેનો વિષય નવતર છે અને જૂના કપડાની સમસ્યા પણ ઘેર ધેર છે. ડીજીટલ કરે જે બે વર્ષ અગાઉ ભારતીય કંપનીઓમાં રોકાણની શરુઆત કરી હતી. અત્યાર સુધીમાં આ કંપનીએ ભારતના ૧૧ જેટલા સ્ટાર્ટ અપમાં રોકાણ કર્યું છે.

મોબાઇલ વેલેટ
પેટીએમ અને મોબીક્વિક જેવા મોબાઇલ વોલેટનો ઉપયોગ વધતો જાય છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગયા અઠવાડિયે જણાવ્યું છે કે આગામી એપ્રિલ સુધીમાં ડીજીટલ વોલેટ સાથે પણ કેવાયસીના નિયમો લાગુ પડશે એટલે કે જે લોકો આ વોલેટ વાપરે છે તેમણે ડોક્યુમેન્ટ્સ બતાવવા પડશે. ડીજીટલવોલેટ સિસ્ટમ એટલી સરળ હતી કે લોકો તે આસાનીથી ઇન્સ્ટોલ કરી પહેલા દિવસથી જ તેનો ઉપયોગ કરી શકતા હતા.

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) આ માસના અંતમા ડીજીટલ પ્લેટફોર્મ અંગે કેટલાક નિર્ણયો લેશે. આ સિસ્ટમ બેંક સાથે સંકળાયેલી હોવા છતાં તે પૈસા પોતાના વોલેટમાં રાખી શકે છે અને બેંકની જાણ બહાર ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે નાની- મોટી ૬૦ જેટલી પેમેન્ટ કંપની પર નજર રાખતી પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ વોલેટ કંપનીઓને કેવાયસીને કારણે પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી. આ કાઉન્સિલ ગમે તે કહો પણ પેમેન્ટ વોલેટ વાપરનારે સિસ્ટમને આવકારી છે, અપનાવી છે.

Comments