- દિવાળીનો માહોલ જામી ગયો છે
- સંબંધોમાં કદી રાખવી નહીં ખીજ, ઉમંગથી છલકાઈ જશે ભાઈબીજ
દિવાળીના માહોલમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. વેપારી આલમે મંગળવારથી જ ધંધા બંધ કરી લાભ પાંચમ સુધી રજાઓ જાહેર કરી છે.
જો કે હોટલ, ટુરીઝમ અને ખાણી-પીણી બજાર ખુલ્લા રહેશે. તેમના માટે આ 'સિઝન'નો સમય છે. દિવાળી અને નૂતન વર્ષના મેસેજથી મેલ બોક્સ અને સોશ્યલ નેટવર્ક છલકાયું છે.
ખુબ સુંદર અને ટચી મેસેજ દિલમાં સોંસરવા ઉતરી જાય છે.
આ દિવાળી એ
ખુદની અંદર
બાઝેલા જાળાને
સાફ કરવાનું
અભિયાન હાથ ધર્યું
સફાઇ ચાલુ કરતાં જ
વર્ષો પુરાણુ
મનનાં માળીયે
બાઝેલું
કડવી યાદોનું
જાળું ખર્યું.
સાવરણી આમતેમ હલાવતા
અંતરનાં ઓટલે
જામેલું
ફરિયાદોનું
જાળું સળગાવ્યું !!
ઝાપટિયાની
હડફેટે આવતા
જન્મભરનાં
જખમોનું
જાળું મળ્યું
જાળા ને બાવા
ખોરવતાં-ખોરવતાં
જાણે
ખુદને લાગેલું
કટાયેલું
તાળું ખૂલ્યું...
જાણે
ખુદને ખુદા
તરફ
વાળવાનું
એક
અભિયાન
સંપન્ન થયું...
8 સુંદર વાક્યો દિવાળીએ જીવનમાં ઉતારવા જરૃરી છે.
(1) કોઈ દિવસ કોઇની લાગણીઓ સાથે રમશો નહીં, કારણ કે કદાચ ત્યારે તમે એ રમતમાં જીતી જશો પણ એ વ્યક્તિને કાયમ માટે તમારા જીવનમાંથી ખોઇ બેસશો. (શેક્સપીયર)
(2) આ દુનિયાએ ઘણું સહન કર્યું છે, નહીં કે ખરાબ લોકોના તોફાનથી પણ સારા લોકોના મૌનને કારણે સહન કરવું પડયું છે. (નેપોલીયન)
(3) હું મારા જીવનમાં સદાય એ લોકોનો આભારી છું જેમને દરેક વાતમાં ના પાડી તે કારણે જ હું જીવનમાં આટલું કરી શક્યો છું. (આઇનસ્ટાઇન)
(4) જો મિત્રતા તમારી કમજોરી છે તો તમે દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ છો. (અબ્રાહમ લિંકન)
(5) હસતા ચહેરાનો મતલબ એ નથી કે એનામાં દુ:ખ નથી પણ એનો મતલબ એ છે કે એને દુ:ખ સાથે સારી રીતે તાલમેલ કરતા આવડે છે. (શેક્સ પીયર)
(6) તક ઉગતા સુર્ય જેવી છે, જો તમે લાંબો સમય તેની રાહ જોતા બેસી રહેશો તો તે જતી રહેવાની (વિલિયમ આર્થર)
(7) જ્યારે તમે ઉજાસમાં હોવ ત્યારે બધા જ તમારી સાથે રહેશે પણ જેવા તમે અંધારામાં ગયા કે તરત તમારો સાથી પડછાયો પણ તમારો સાથ છોડી દેશે. (હિટલર)
(8) સિક્કો હંમેશા અવાજ કરે છે પણ ચલણી નોટ જરાય અવાજ નથી કરતી, તો જ્યારે તમારું મુલ્ય વધે ત્યારે તમે શાંત રહો. (શેક્સ પીયર)
રંગોળીમાં પૂરજો રંગ સરસ
રંગીન થઈ જશે ધનતેરસ,
રહેજો હંમેશા લાગણીને વસ
કે શુભ થઈ જશે કાળી ચૌદસ
સળગાવી નાખજો નફરતની પાળી
કે ચમકાવી જાશે જીંદગી દિવાળી
રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ
કે ખરેખર ખીલી જશે નૂતન વર્ષ
સંબંધોમાં કદી રાખવી ન ખીજ
કે ઉમંગોથી છલકી ઉઠશે ભાઈબીજ
દિલથી દિલ સુધી બાંધજો બ્રિજ
તો મહેંકતી રહેશે હંમેશા ત્રીજ
હરખથી થઈ જવા લોથપોથ
કે ખુશીઓથી ભરાઈ જશે ચોથ
''પ્રેમ''ની મુલાયમ પાથરી જાજમ
વીતાવજો એકમેકથી લાભ પાંચમ

Comments
Post a Comment