- ગામડાના જમણમાંથી પણ લાડુ અદ્રશ્ય
- લાડુનું માર્કેટીંગ ના થયું અને પીપરમીંટમાંથી કેડબરી સુધીની પ્રોડક્ટનું માર્કેટીંગ
'લાડુ' નામ સાંભળતા જ 60-70ના દાયકામાં જન્મેલાઓના મોંમાં પાણી આવી જાય છે. લાડુનું આયુષ્ય બહુ વહેલું ખતમ થઈ રહ્યું છે. પહેલાં શહેરના જમણમાંથી લાડુ અદ્રશ્ય થયા હતા અને હવે ગામડાના જમણમાં પણ લાડુ ભાગ્યે જ જોવા મળે છે.
જ્ઞાાતિના જમણમાં ક્યારેક લાડુ જોવા મળે છે. લાડુ ખાવાની સ્પર્ધા પણ યોજાય છે પરંતુ આ બધા વચ્ચે એ વાત સ્વીકારવી જોઈએ કે લાડુની જગ્યા ચોકલેટે લઈ લીધી છે.
ભારત એક સમયે લાડુ પ્રેમી દેશ હતો. બ્રાહ્મણીયા જમણમાં તો લાડુ, દાળ-ભાત અને વાલ નિશ્ચિત મનાતા હતા. ત્યારે લાડુ ખાતો વર્ગ પણ હતો અને પાંચ-સાત લાડુ લોકો આસાનીથી ઝાપટી જતા હતા. લાડુ વીનાનું જમણ શક્ય નહોતું. પરંતુ કોણ જાણે કેમ પણ લાડુ અદ્રશ્ય થવા લાગ્યા છે.
અંબા માતાજીને થાળ ધરાવતી વખતે તેમાં લાડુ 'મસ્ટ' હતા પણ તેની જગ્યા મોહનશાળ કે શ્રીખંડે લઈ લીધી છે. ચોખ્ખા ઘીથી લચપચ લાડુ જેણે ખાધા છે તેમની દાઢમાં તેનો સ્વાદ રહી જાય છે. જ્યારે ચોકલેટ ચોંટતી હોવાની ફરીયાદ છે.
કોણ જાણે કેમ પણ ભારતીયો ગળ્યું ખાવાના શોખીન છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતીયો લાડુ, પેડા, ગુલાબજાંબુ, રસગુલ્લા વગેરેના શોખીન હોય છે.
લાડુની જગ્યા ચોકલેટ અને તેમાંથી બનાવેલી બીજી આઈટમો એ લીધી છે. પહેલાં લાડુના બોક્સ મળતા હતા હવે ચોકલેટના બોક્સ આવે છે.
એક અંદાજ અનુસાર ૨૦૧૬માં ભારતીયો ૨૨૮ હજાર ટન ચોકલેટ ચગળી ગયા હતા. ચોકલેટ એ નાની ઉંમરના છોકરા સાથે અહીં લાડુ પ્રેમનો એક મુદ્દો એ પણ છે કે હાઈવેની હોટલોમાં લાડુ મળે છે. લાંબુ ડ્રાઈવીંગ કરીને આવેલા જમણમાં સ્વીટની જગ્યાએ લાડુ લે છે.
ચોકલેટ અને લાડુ વચ્ચે કોઈ સામ્ય નથી પરંતુ કાઉન્ટર પર વેચાતી આઈટમોમાં ચોકલેટ આગળ નીકળી ગઈ હતી. લાડુની જગ્યાએ ચોકલેટ નથી પીરસાતી પણ તેના જાહેરખબરના સપાટામાં તે લાડુ કરતાં આગળ નીકળી ગઈ હતી.
બૂંદીના લાડુ અને મોદક હવે પ્રસાદની આઈટમ બની ગઈ છે. જ્યારે જમણના લાડુ માતાજીના નવૈદ્યની આઈટમ બની ગઈ છે. લાડુની વાનગી અદ્રશ્ય થવા પાછળનું મુખ્ય કારણ તેને બનાવવાની પ્રોસેસ લાંબી છે. સંયુક્ત કુટુંબો હતા ત્યારે એક લાડુ ખાંડતું તો બીજું લાડુ વાળતું હતું. હવે કુટુંબો વિખુટા પડતા લાડુ નામની ગળચટ્ટી વાનગી ગુજરાતી મેનુમાંથી ગુમ થઈ ગઈ છે.
લોકો તૈયાર વાનગી તરફ વળતા ગયા તો બીજી તરફ ચોકલેટ આધુનિક સિસ્ટમમાં ખપવા લાગી હતી. ચોકલેટ મેકર્સ ગુજરાતની વાનગીની સ્પર્ધામાં ઉતર્યા હતા અને એક હરી-ભરી વાનગી લાડુને હરાવી દીધી હતી.
લાડુને પ્રથમ બ્રાહ્મણ સમાજ સાથે જોડવામાં આવ્યો અને પછી ધીરે ધીરે તેના સાથે મોહનથાળ, મૈસુર, ગુલાબજાંબુ જેવી વાનગીઓ આવી ગઈ હતી. પર્યુષણમાં જોવા મળતા લાડુ અને બ્રાહ્મણીયા લાડુમાં લાંબો ફર્ક છે. જે ઘરોમાં આજે પણ લાડુ બને છે તે પ્રશંસાને પાત્ર છે.
લાડુ એ બ્રહ્મસમાજની ઓળખ હતી, આજે ટાઉન લેવલે કે ગામડામાં લાડુ-વાલનું જમણ જોવા મળે છે જોકે હવે તો ત્યાં પણ ડીશના ભાવે જમણવાર થતો થઈ ગયો છે. રાજસ્થાની રસોઈયાને લાડુ વાળતા નથી આવડતા એ પણ લાડુ અદ્રશ્ય થવાનું એક કારણ કહી શકાય.
આશ્ચર્ય તો એ વાતનું છે કે ચોકલેટથી દાંત ખરાબ થાય છે જ્યારે લાડુ શક્તિવર્ધક હોવા છતાં લોકો તેનાથી દૂર થઈ રહ્યા છે. લાડુને ફરી ભોજનથાળીમાં લાવવાના પ્રયાસો બ્રહ્મસમાજે કરવા જોઈએ. નવી પેઢીની મહિલાઓને લાડુ બનાવતા શીખવાડવા જોઈએ. દરેક બ્રાહ્મણ તેમને ત્યાં સારા પ્રસંગે થતા જમણવારમાં લાડુ રાખે અને દિવાળીના ગીફ્ટ પેકેટમાં ઘરે બનાવેલા લાડુ મુકવાનું શરૃ કરે !!
જેમ પૃથ્વી પરની કેટલીક જાતો લુપ્ત થઈ રહી છે એમ કેટલીક વાનગીઓ લુપ્ત થઈ રહી છે જેમાં લાડુ મોખરે છે.
મંદિરોના મહોત્સવ કે સ્થાપના દિવસે જાહેર જમણવારમાં લાડુ જોવા મળે છે. જેમ સુરતની ઘારી પ્રખ્યાત છે એમ લાડુનું હતું પરંતુ આગળ લખ્યું છે એમ લાડુનું માર્કેટીંગ ના થયું.
મગસની નાની લાડુડી સ્વામિનારાયણ સંપ્રદાયનો લોકપ્રિય પ્રસાદ છે. લાડુ બનાવતા અનુભવીઓ કહે છે કે તે બનાવવા આસાન છે.
આજે પણ કોઈ આમંત્રણમાં લાડુ-વાલ-દાળનું જમણ હોય તો તે માણવા લોકો આવે છે. ઘણાં આમંત્રણોમાં બ્રાહ્મણીયા જમણનો ઉલ્લેખ હોય છે.

Comments
Post a Comment