- ક્રિસમસ સેલ માટે ઇ-કોમર્સની તૈયારી
- તમારા ખાતામાંથી રૃા. 2000 કપાયા છે તે દર મહિને કપાતા અટકાવવાની લીંકથી ચેતો
બેંકોની ડીટેઇલના નામે છેતરપિંડી કરનારાઓ મેદાનમાં આવ્યા છે તેમનાથી ચેતવું જોઈએ. પહેલા આ લોકો એસએમએસ મોકલતા હતા કે સિસ્ટમ અપગ્રેડ થઈ રહી હોવાથી તમારી એટીએમની સવલત બંધ થઈ જશે. તમારે વહેલી તકે સિસ્ટમ ચાલુ કરાવવી હોય તો બેંકના ખાતાની વિગતો મોકલી દો.
લોકો આ ટેકનિક છેતરપિંડી વાળાની છે તે જાણી જતા હવે તેમણે નવો પેંતરો રચ્યો છે. જેમ કે તમારા મેલમાં જણાવાય કે તમારા એકાઉન્ટમાંથી બેંકના ડીજીટલ મેગેઝીનનું સબસ્ક્રીપ્શન ૨૦૦૦ કાપવામાં આવ્યું છે જે દર મહિનાની ૧૫મીએ કપાશે. જો તમારે તે કપાતું બંધ કરવું હોય તો તાત્કાલીક નીચેની લીંક પર ક્લિક કરો.
તમે આ લીંક પર ક્લીક કરો એટલે એક પેજ ખુલશે જેમાં તમારા બેંક એકાઉન્ટની ડીટેઇલ તેમજ એટીએમની વિગતો માગવામાં આવશે. આ છેતરપિંડી કરનારા ફોર્મમાં એમ પણ લખે છે કે તમારો એટીએમ કાર્ડનો નંબર આપો, 'પાસવર્ડ' ના લખશો. આ વાંચીને ફટોફટ વિગતો ભરીને મેલનો જવાબ મોકલે છે અને બીજી તરફ છેતરપિંડી કરનારા સામે તમારી આખી આર્થિક કુંડળી આવી જાય છે.
બેંકની ઓનલાઇન સિક્યોરિટી સિસ્ટમ કરતાં પણ છેતરપિંડી કરનારા ખૂબ બાહોશ હોય છે આ લોકો સાયકોલોજીસ્ટ જેવા હોય છે તે જાણે છે કે બેંકનો ગ્રાહક પોતાના ખાતામાંથી રૃા. ૨૦૦૦ જેવી રકમ કપાય તો ઉંચોનીચો થઈ જાય છે.
ગ્રાહકના મનમાં એટલું જ રમે છે કે કોઈને પાસવર્ડ ના આપવો. આ છેતરપિડી કરનારા પાસવર્ડ નહિ મોકલવા જણવા છે. જો કે આ ગ્રાહકને ખબર નથી હોતી કે ઑનલાઇન છેતરપિંડી કરનારા માટે એકાઉન્ટ નંબર અને ખાતેદારનું નામ આવી જાય તો પણ આખી તિજોરીની ચાવી આવી ગયા સમાન છે.
હકીકત તો એ છે કે બેંક કોઈ પ્રકારનું સબસ્ક્રીપ્શન પૂછ્યા વિના બાદ કરી શકે નહીં. બેંક એકાઉન્ટ ધરાવનારાએ એટલું સમજી લેવું જોઈએ કે બેંકના કામકાજ કરવા જાતે જ બેંકમાં જવું અને આવા મેસેજનો ખુલાસો પણ પૂછવો જોઈએ.. જાગૃત થાઓ, આપણે ક્યાં સુધી છેતરાતા રહીશું ?
ક્રિસમસ સેલ
ધનતેરસ, દિવાળી અને બેસતા વર્ષના મેસેજથી લોકોના મોબાઇલ છલકાઈ ગયા હતા. આવા મેસેજ રોજેરોજ ડીલીટ કરવામાં આવે તો ડેટા પર બહુ માર નથી પડતો. એક સમયે એસએમએસની બોલબાલા હતી ત્યારે પ્રમોશનલ મેસેજના કારણે એસએમએસનું મેસેજીંગ બોક્સ ભરાઈ જતું હતું. હવે વોટ્સએપ બધા ડેટા પર પ્રેશર વધારે છે.
ફોનની ગેલેરી ડેટા પર પ્રેશર વધારે છે. ફોનની ગેલેરી, ઓડિયો, વિડિયો, ફોટો અને જીઆઇએફ ઇમેજોથી મોબાઇલ છલકાઈ જાય છે. જેના કારણે ઘણીવાર તે હેંગ થઈ જાય છે. આવા મેસેજ અને વિડિયો કરીને મોબાઇલના ડેટા પરનું ભારણ ઘટાડવું જોઈએ.
જો તમે એન્ડ્રોઇડ વપરાશકારો હોવ તો તમારું વોટ્સએપ ખોલીને સેટિંગમાં જાવ ત્યાંથી ડીલીટ સુધી જાવ.ટૂંકમાં વોટ્સએપમાં જઈ Setting > Deta > Store Usage > Media > Auto download કરીને ડેટાને ડીલીટ કરો.
જો તમે આઇ ફોન વાપરતા હોવ અને બિનજરૃરી ઓડિયો ફાઇલ, વિડિયો અને ફોટો કાઢવા માંગતા હોવ તો વોટ્સએપમા સેટિંગ દ્વારા Setting > Deta > અને Storage Massage દ્વારા સાફસૂફ કરી શકો છો.
વોટ્સએપ વોઇસ કોલ દરમ્યાન ડેટાનો ઉપયોગ ઓછો થાય તે માટેનો ઉપાય પણ છે. વોટ્સએપના સેટિંગમાં જઈ Setting > Data and sotrage Usage Low data Usage નો ઉપયોગ કરવો જોઈએ.
દિવાળી પછી ક્રિસમસ સેલ
દિવાળીમાં ઇ-કોમર્સ સાઇટો વચ્ચે ગ્રાહકો ખેંચવાની તીવ્ર સ્પર્ધા ચાલતી હતી. હવે ક્રિસમસ આવશે એટલે ફરી પાછી ઓનલાઇન સેલની સ્પર્ધા જોવા મળશે. ઓનલાઇન સેલમાં દિવાળી કરતા ક્રિસમસમાં વધુ સસ્તા ભાવે વેચાણ થશે કેમ કે આખા વિશ્વને આકર્ષવા માટેના પ્રયાસ કરાશે. દિવાળી સેલમાં લોકોએ ઘણી ખરીદી કરી છે ક્રિસમસ દરમ્યાન તૈયાર કપડાં અને જ્વેલરી ચીજો સેલમાં વધુ જોવા મળશે.
દિવાળીના સેલ પછી ઇ-કોમર્સની સાઇટો નજીકના દિવસોમાં પ્રિ- ક્રિસમસ સેલ ૨૦૧૮નું સેલ, ન્યુ યર સેલ જેવા બેનરો સાથે આવશે અને ઇન્ટરનેટ પર ખરીદી કરનારાઓને લલચાવશે.

Comments
Post a Comment