- ત્વરિત ડિલિવરી અને માલ સામે પૈસાના મુદ્દા કામ લાગ્યા
- એક સમયે લોકો ઇ-કોમર્સની ખરીદીથી દૂર રહેતા હતા : સ્થાનિક બજારોને ફટકો
દિવાળીના તહેવારો અને ત્યારબાદ ક્રિસમસ તેમજ ૨૦૧૮ની પૂર્વ સંધ્યાના કારણે ઇ-કોમર્સ પર વેચાણ બોનાન્ઝા જોવા મળશે.
ટોપની દરેક ઇ-કોમર્સ સાઇટ હાલમાં મોટા સેલની જાહેરાતો કરી રહી છે. ઇ-કોમર્સના સેલમાં આઇટમો પણ વધી છે, કમિશનો વધ્યા છે સાથે સાથે જોખમો પણ વધ્યા છે.
ઇ-કોમર્સ પરના સેલમાંથી આઇટમો ખરીદનારે ધ્યાન રાખવું જોઈએ કે હેકર્સ માટે પણ આ બોનાન્ઝાની સ્થિતિ છે. ઇ-કોમર્સની સાઇટ પર થતી લે-વેચ દરમ્યાન થતી ભૂલો પર હેકર્સની નજર હોય છે.
હેકર્સ જાણતા હોય છે કે જ્યાં પૈસાનું ટ્રાન્ઝેક્શન થાય છે એવી ઇ-કોમર્સ સાઇટ પરથી ડેટા મળી રહે છે.
ઇ-કોમર્સની સાઇટ પર લોકો સસ્તું અને કંઈક નવું શોધવા મથતા હોય છે. સર્ફિંગ દરમ્યાન તે સાવ અજાણી વેબસાઇટના ટ્રેપમાં ફસાઈ જાય છે એક યુવાન ઑનલાઇન પર સારું ફ્રેન્ચ સેન્ટ શોધતો હતો. એક સાઇટ પરથી તેને સેન્ટ ખરીદવાની લિન્ક મળી હતી.
ઉતાવળી આ વ્યક્તિએ સામાવાળાને ક્રેડિટ કાર્ડની વિગતો આપી અને બેંક એકાઉન્ટની વિગતો પણ આપી દીધી હતી. તેને આઇટમ તો મળી ગઈ હતી પણ બેંક એકાઉન્ટમાંથી ૫૦ હજાર જતા રહ્યા હતા.
કોણ જાણે કેમ પણ ઇન્ટરનેટ પર લોકો સસ્તું શોધતી વખતે હેકર્સને ભૂલી જાય છે. ઇન્ટરનેટ પર ઑનલાઇન પરચેઝ દરમ્યાન લોકો બેધ્યન હોય છે તેમને ખરીદીમાં રસ હોય છેે પણ ઓનલાઇન છેતરપિંડી સામે તે સલામત રહેવામાં સમજતા નથી,. જાણીતી વેબસાઇટ અથવા તો ઇ-કોમર્સ સાઇટનો ઉપયોગ કરવો હિતાવહ છે.
ઑનલાઇન ખરીદી દરમ્યાન હેકર્સના જૂથો સક્રિય હોય છે. તેમના માટે પણ આ સિઝન હોય છે. ઑનલાઇન ખરીદી દરમ્યાન ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા થતા ટ્રાન્ઝેક્શન જોખમી બની શકે છે. મોટા ભાગની સાઇટો કેશ ઓન ડીલીવરીનો કોન્સેપ્ટ અપનાવે છે પરંતુ જ્યારે ઘરના બંને જોબ કરતા હોય છે ત્યારે આ સિસ્ટમ શક્ય બનતી નથી.
ઑનલાઇન ખરીદી બાદ સર્ફિંગ કરનાર લોગ આઉટ થવાનું ભૂલતા હોય છે તેમજ ઇ-કોમર્સના કારણે સ્થાનિક બજારોને અસર થાય છે તે મુદ્દો હવે હકીકત બનવા તરફ જઈ રહ્યો છે. શરુઆતમાં એમ લાગતું હતું કે, સ્થાનિક બજારો પર ઇ-કોમર્સની કોઈ અસર નહિ થાય પરંતુ ઇ-કોમર્સની ટેકનોલોજી આસાન બનાવાઈ હતી અને કોઈ પણ સર્ફર તેનો ઉપયોગ કરી શકતો હતો.
ઇ-કોમર્સ ચાલવા પાછળનું સૌથી મોટું કારણ સમયનો અભાવ છે. લોકો પાસે સમય નથી એટલે ઘેરબેઠા તે બધું મંગાવે છે ઇન્ટરનેટ પર હવે ગ્રોસરીથી માંડીને તૈયાર કપડા તેમજ બુટ ચંપલ સુધીની ચીજો મળી રહેતા લોકો બહાર જવાનું ટાળે છે. ટાઉન લેવલના શહેરોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ લોકોને નજીકના શહેરમાં ખરીદી કરવા માટે પૈસા ખર્ચવા પડતા હતા, હવે તેમને નથી તો પ્રવાસ માટે પૈસા ખર્ચવા પડતા કે નથી તો તે માટ સ્પેશ્યલ સમય ફાળવવો પડતો.
ઇ-કોમર્સ કંપનીઓએ તેમની આઇટમોની રેન્જ વધારી, હેલ્પલાઇન પર ત્વરિત જવાબો મળતા થયા અને ડીલીવરી આવે ત્યારે માલના પૈસા આપવાના તેમજ માલ બદલી આપવાની ગેરંટી આપ્યા બાદ હવે ઇ-કોમર્સ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે.
ઇ- કોમર્સ જે તે પ્રોડક્ટના ઉત્પાદક સાથે ડીલીંગ કરે છે. સર્ફિંગ કરનારનો નંબર જેવો સાઇટ ઉપર જાય છે કે તેને ઉત્પાદક સુધી પહોંચાડવા માટે ફોરવર્ડ કરાય છે. ઉત્પાદક એડ્રેસ પર તરત માલ રવાના કરે છે.
આખી પ્રોસેસ એટલી સરળ છે કે, હવે તો ઇ-કોમર્સની કંપનીઓ માત્ર ૨૪ કલાકમાં ડીલીવરી આપતી થઈ ગઈ છે. કેટલીક સાઇટોએ સમયસર માલ ડીલીવરી કરવા માટે મોટા શહેરોમાં ગોડાઉન ઉભા કરી દીધા છે.
જ્યારે ઇ-કોમર્સ સાઇટો શરુ થઈ ત્યારે લોકો ખરીદીનો નવો કોન્સેપ્ટ સ્વીકારવા તૈયાર નહોતા. જો કે હવે ઇ-કોમર્સના વેચાણે મોટો જમ્પ માર્યો છે. આ જમ્પ ઇન્ટરનેટ ટેકનલોજીને આભારી છે, જેમાં સતત નવા સંશોધનનો થાય છે જે માનવ સમુદાય માટે ખૂબ ઉપયોગી બની રહ્યા છે.

Comments
Post a Comment