ભીડમાંના ઇડીયટો ચીસાચીસ કરીને ધક્કા-મુક્કી શરૃ કરે છે

- અચાનક ઉભા થયેલા અફવાના દોરે 22ના જાન લીધા

- એલ્ફિન્સ્ટન્સની ઘટના શરમજનક : માણસો પોતાના પગ પર કૂહાડો મારે છે

આપણે અશિસ્તને વરેલા અને ટોળાશાહીમાં રહેતા લોકો છીએ. ગયા શુક્રવારે મુંબઇના ફૂટ બ્રીજ પર બનેલી ઘટના આ વાતની સાક્ષી પુરે છે. લોકો ઉંધુ ઘાલીને દોડતા રહે છે. આગળવાલો જે દિશામાં દોડે એની પાછળ દોડે છે. આ કિસ્સામાં ટોળા પાછળ કોઇ પોલીસ નહોતી પડી કે નહોતા તોફાની તત્વો પડયા, છતાં લોકો કચડાઇ મર્યા હતા.

ભીડમાં કેટલાક 'ઇડીયટ' લોકો હોય છે. મંદિરોમાં પણ આવા લોકો ખોટી રીતે ધક્કા-મુક્કી કરતા હોય છે. પ્લેટફોર્મ પર ટ્રેન દશ મિનિટ ઉભી રહેવાની હોય છતાં તે અંદર ઘૂસવા ધક્કા-મુક્કી કરે છે. ઘણાં ધક્કા-મુક્કીનો આનંદ ઉઠાવતા હોય છે. તો ઘણાં ગુંગળાઇને ભીડમાંથી બહાર નીકળી જાય છે.

મુંબઇના એલ્ફિન્સ્ટન રેલવે સ્ટેશનના ફૂટ ઓવર બ્રીજ પર ગયા શુક્રવારે ખેલાયેલું ભીડના તાંડવમાં ૨૨ લોકો ચગદાઈ મર્યા હતા. નહીં કોઇ મારામારી, નહીં કોઇ હુલ્લડ કે નહીં કોઇ પોલીસની દંડાવાળી છતાં મામલો બીચકયો અને ભાગંભાગ શરૃ થઈ હતી.

સાચું કારણ જાણી શકાયું નથી પણ ભીડમાં એક વાત એવી વહેતી થઇ હતી કે બ્રીજનો એકભાગ તુટયો છે. બધા લોકો મરશે માટે ભાગો !! આ ભાગો શબ્દએ ધક્કા-મુક્કી સર્જી હતી.

આ સમયે બહાર વરસાદ પડતો હતો અને લોકો આ ૧૦૫ વર્ષ જુના પુલ પર આશરો લઇને ઉભા હતા. થોડા સમય માટે તો બ્રિજ પર ધક્કા-મુક્કી એવી સર્જાઇ કે કઇ દિશામાં લોકો દોડે છે તેજ ખબર નહોતી પડતી.

રેલવે પુલ પર વિના કારણે ૨૨ લોકોના જાન ગયા તે અરેરાટી ભરી ઘટના આપણને ઘણું શીખવાડી જાય છે. લોકો દોડા-દોડી કરી ચીસો પાડવા લાગે ત્યારે આપણે થોડા સ્થિર ચિત્તે ઘટના સમજવી જોઈએ. સેંકડો લોકો પુલના પગથિયાને ખૂણે બેસતાં-બેસતાં નીચે ઉતરી ગયા હતા.

આવી જ રીતે સરકારનો વિરોધ કરનારા પણ હઈશો-ભાઈ-હઇશો વાળી નીતિ અપનાવે છે. ઘણાંને જોયા જાણ્યા વીના ધક્કા મારવાની ટેવ હોય છે. મંદિરોમાં કેટલાક લોકો આગળની દર્શનાર્થી મહિલા સુધી પહોંચવા ધક્કા મારે છે. કેટલાક છેડતીનો હેતુ રાખે છે.

ધક્કા-મુક્કી કરવી એ તો આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. ભીડભાડવાળા વિસ્તારને કેટલ કલાસ પીપલ એક કોંગી આગેવાને કહ્યું હતું. એસ.ટી. કે એએમટીએસની બસમાં  કરતો વર્ગ એ એલ્ફિન્સ્ટન રેલવે સ્ટેશનના ફૂટ ઓવર બ્રીજ પરની વચ્ચે કોઇ લાંબો ફર્ક નથી.

જયારે પણ હો... હા કે ચીચીયારીઓ સંભળાય ત્યારે પ્રથમ વ્યક્તિએ પોતે ચીચીયારીઓ પાડવી બંધ કરીને પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ. ટોળાની દિશામાં દોડવાના બદલે તે સમયની સેન્સ પારખવી જોઈએ.

જ્યારે તમે કોઇ ભીડ-ભીડમાં ફસાઇ જાવ અને ગૂંગળામણ અનુભવો ત્યારે ચીસા-ચીસ ના કરો, તમારું મોં બંધ રાખીને ભીડમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરો.

જેન્યુઇન વિરોધનો અભાવ

આજનો સૌથી સળગતો પ્રશ્ન એ છે કે શા માટે લોકો વિરોધ કરવાનું ભૂલી ગયા છે? પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો દરેકનું બ્લડપ્રેશર વધારે એવા છે પણ નથી તો કોઈ વિરોધ સરઘસો નીકળતા કે નથી તો સરકારને ઉથલાવવાના કોઈ તેજાબી પ્રવચનો થતા!!

ભાજપનો પ્રતિકાર કરી શકે એવો એક માત્ર પક્ષ કોંગ્રેસ છે પણ ત્યાં ગાંધી પરિવારનું એકચક્રીય શાસન નથી. રાહુલ ગાંધીને પૂછ્યા સિવાય કોઈ આંદોલન નથી કરી શકતું કેમકે દરેકે કોંગ્રેસમાં વંશવાદને સ્વીકારી લીધો છે.

ભાવ વધારા અને સરકારની નિષ્ફળ નીતિઓ છતાં પ્રજા બાંયો ચઢાવીને વિરોધ કરવા બહાર આવતી!! જુની પેઢીએ સુકલકડી ઈંદુલાલ યાજ્ઞિાકને, વગેરેએ જોયા હતા. આ લોકોએ તેલ, ખાંડ કે પેટ્રોલના ભાવ વધારાને સાંખી લીધો નહોતો. તેમના આંદોલનમાં આખું રાજ્ય જોડાતું હતું.

આજે સ્થિતિ એ છે કે જેનામાં વિરોધ કરવાના જીન્સ ઠાંસી-ઠાંસીને ભરેલા છે તે ભાજપવાળા સત્તા પર છે અને કોંગ્રેસમાં હજુ વિરોધ કરવાના જીન્સ ઉછર્યા નથી. લોકશાહીમાં પ્રજા મૂંગી રહે તો સત્તાધારી પક્ષ વધુ મનમાની કરતો થઈ જાય છે. કોંગ્રેસની જેમ પ્રજામાં પણ વિરોધ કરવાના જીન્સ સુષુપ્ત અવસ્થામાં છે.

જેમ જીવાતના ઈંડા વરસાદના પાણીને એક ટીંપાથી સળવળવા માંડે છે એમ જો કોઈ મજબુત નેતા મળે તો પ્રજામાં રહેલી વિરોધની સુષુપ્ત સ્થિતિ જાગૃત થઈ શકે છે. જો કે બાયનોક્યુલર લઈને શોધવા જઈએ તો પણ માણસ-લીડર (પ્રજાનો નેતા) મળતા નથી.

Comments