ડિજીટલ ટેકનોલોજી : મ્યુઝિક અને ઇ-કોમર્સનો વ્યાપ વધ્યો...

- ઇ-કોમર્સના પોર્ટલ ઉપયોગી બન્યા

- હેકર્સના ત્રાસથી હજુ મુક્તિ નથી મળતી : લોભિયાઓ લૂંટાય છે

ટેકનોલોજી ક્ષેત્રે સતત નવી આઇટમો આવતી જાય છે. ડીજીટલ વોઇસ આસિસ્ટન્ટ ક્ષેત્રે નવી ટેકનોલોજી આવી રહી છે. 

એમેઝોન તેના ત્રણ એલેક્સા ડીવાઇસ સાથે આવી રહ્યું છે એમેઝોન આવશે એટલે ગુગલ અને એપલ આવશે તે સમજી લેવાનું હોય છે. એલેક્સાની જેમ ગુગલ હોમ ડિવાઇસ લાવશે જ્યારે એપલવાળા સીટી આધારિત 'હોમપેડ' લાવશે આ જોઇને સેમસંગ, વીવો વગેરે પણ સ્પર્ધામાં કૂદી પડશે.

ભારતમાં એમેઝોનના આ વોઇસ આસિસ્ટન્ટ એલેક્સા આગામી મહિનાથી મળતા થઈ જશે. એમેઝોનનું એલેક્સા એટલે સ્માર્ટ સ્પીકર્સ અંદર રહેલું શાર્પ માઇક્રોફોન દૂરથી પણ તમારો અવાજ ઝડપી શકશે. તમારી રોજીંદી ભાષા તે સારી રીતે ઝડપી શકશે તમને વાઇફાઇ સાથે કનેક્ટ કરવાની જરૃર નથી હોતી.

એલેક્સા વિવિધ આકારમાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે તેમાંની સ્પેશ્યલ સ્પીકર ટેકનોલોજી હોય છે.
એલેક્સા એક એવું સંશોધન છે કે તેના દ્વારા તમે તમારી લાઇટ કંટ્રોલ કરી શકો. સિક્યોરિટી કેમેરા અને ઘરમાં વપરાતા સાધનો પર પણ કંટ્રોલ કરી શકો. કંટ્રોલ એટલે કે ચાલુ બંધ કરી શકો.

ઑનલાઇન દરેક પોતાની દુકાન ઉભી કરી શકે એવા પોર્ટલ ઉભા થયા છે આવા પોર્ટલ વેચાણ પર કમિશન લે છે.

એટલે કે ઇ-કોમર્સની વેબસાઇટ ઉભી કરવાની મથામણી અને ખર્ચમાંથી બચી શકાય છે. જે કોઇ ઇ-કોમર્સ પર ધંધો કરવા માંગતું હોય તેમણે આવા પોર્ટલ પસંદ કરવા જોઈએ અને તેના પર પાંચ- છ મહિના સ્ટોર્સ રાખ્યા પછી પોતાની સ્વતંત્ર સાઇટ ખોલવી જોઈએ.

ઇ-કોમર્સનો વધતો વેપાર
ઇ- કોમર્સ કંપનીઓમાં તેજી ચાલે છે ચીનમાં અલીબાબાએ ૧૮ અબજ ડોલરનું સેલ કરતા એ સિદ્ધ થયું લાગે છે કે લોકો ઘેરબેઠા શોપિંગની મજા લઈ રહ્યા છે ભારતમાં પણ ઓનલાઇન ખરીદવાનો ક્રેઝ બેફામ બન્યો છે. છૂટક દુકાનો અને શોપિંગ મોલવાળાનું ટેન્શન વાજબી લાગે છે. કેટલીક વસ્તુઓ તો ઓનલાઇન અદ્ભુત મળે છે.

નાના બાળકોના કપડા, રમકડાની ચીજો, ફોલ્ડિંગ ઘોડિયા વગેરે ભલે ચીની બનાવટના હોય પણ લોકો તેને હોંશે હોંશે ખરીદે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે દુકાનોમાં કોઈ પણ ચીજ દશ વાર ઊંચી-નીચી કરીને ખરીદનારા ઑનલાઇન ચકાસી શકાતા નથી તેમ છતાં તે ખરીદે છે. કપડા સૂકવવાના મશીનથી માંડીને ઘરમાં વપરાતી બેટરી સુધીની ચીજો લોકો મંગાવતા થયા છે.

ઑનલાઇન રેલવે ટિકિટ કે એરટિકિટ હવે સામાન્ય બની ગયા છે. ઓનલાઇન બુકિંગનો વધુ ચાર્જ પણ લોકોને પરવડે છે. કેમ કે ઘરની બહાર નીકળીને લાઇનમાં ઉભા રહેવા કોઈ તૈયાર નથી હોતું. આ ઓટોમેશન ડિવાઇસથી તમે યુ ટયુબ વિડિયો પર શું જોવું છે તે બોલીને આદેશ આપી શકો છો. એવી જ રીતે ટી.વી. શૉ કે મુવી પણ જોઈ શકો છો. માત્ર બોલીને જ હુકમ આપવાના હોય છે.

તમે આ ડિવાઇસને હવામાન, ક્રિકેટ, સ્કોર, વોઇસ ગેમ, અટપટા શબ્દનો અર્થ- ઉચ્ચાર પણ જાણી શકાય છે.

આ ઓટોમેશન ડીવાઇસની કિંમત એમેઝોન પર માત્ર રૃા. ૩૦૦૦ જેટલી છે. વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે આ ડીવાઇસ બહુ ઉપયોગી બની શકે છે. મ્યુઝિક સ્ટ્રીમિંગ, એમેઝોન ફાયર સ્ટીક કે ગુગલ ક્રોમકાસ્ટનો ડીવાઇસ ઇન્સ્ટોલ કરીને ડીજીટલ ટેકનોલોજીનો આનંદ મેળવવો જોઈએ.

ગુગલ હોમ પેડ ડિવાઇસ પણ બહુ ઉપયોગી નીવડી શકે છે. આ ડીવાઇસ પાસે તમે ઘણાં કામ કરાવી શકો છો.

હેકર્સના ડેરા તંબુ
ઇ-કોમર્સના વધતા વ્યાપ વચ્ચે હેકર્સ અને ઑનલાઇન લાલચ આપતા લોકો વધી રહ્યા છે. ઇ-મેલ પર અને અન્ય મેસેજીંગ સર્વિસ પર લોકોની લાલચની માત્રા ઓળખતો એક વર્ગ છે આ લોકો સતત લોભામણી જાહેરાતો કે મેસેજ આપ્યા કરે છે.

માછલી પકડવા જેમ જાળ નાખવામાં આવે છે એમ હેકર્સ જાળ નાખીને બેસી રહે છે. ભારતમાં નબળા આઇ-ટી કાયદાનો તે લાભ ઉઠાવે છે હેકર્સની એક ટીમ હોય છે. આ ટીમ પાસે તબક્કાવાર કામ કરતા લોકો હોય છે. 

આ લોકોની હિંમત એવી હોય છે કે તે પૈસાની લેવડદેવડ કરવા રૃબરૃ આવે છે. જો કે, લોભીઓએ પહેરેલા લોભના ચશ્માના કારણે તે છેતરાતા રહે છે. તે પોલીસ ફરિયાદ કરવા જાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

Comments