ઇન્ટરનેટ સ્પીડમાં ક્રાંતિ આવશે 5-G હવે બે વર્ષમાં આવી જશે

- 4-G ની સ્પીડનો લોકો આનંદ લૂંટે છે

- બ્લુવ્હેલગેમ પરનો પ્રતિબંધ આવકાર્ય યુવાધનને જાગૃત રાખવું પડે

થ્રી-જી, પછી ફોરજી અને હવે ફાઈવ-જી માટે તૈયારીઓ થઈ રહી છે. ઇન્ટરનેટની સ્પીડનો લોકો આનંદ ઉઠાવી રહ્યા છે. આગામી બે વર્ષમાં ૫G ટેકનોલોજી આવી જશે. ફોરજી કરતાં ૫G ટેકનોલોજી સસ્તી હશે. વિશ્વના અનેક દેશોમાં ફાઈવ-જી ટેકનોલોજી સર્વિસનું ટેસ્ટીંગ ચાલે છે.

આ માટે નવા સ્પેકટ્રમ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે. ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે ફાઈવ-જી માટે બેન્ડનો ડેટા પણ રીલીજ કર્યો છે. નવા લાયસન્સ માટેની હરાજી થશે. ટેલિકોમ કંપનીઓએ અત્યારથીજ લોન્ચીંગ શરૃ કરી દીધું છે.

ફાઈવ-જીને ફ્રીક્વસીની સમસ્યા નડશે, લાંબુ અંતર કે દિવાલ જેવી આડશોની તેના પર અસર થઈ શકે છે. વિશ્વભરમાં ફાઇવ-જીની ટ્રાયલ ચાલે છે અને ૨૦૧૯માં તેનો ઉપયોગ શરૃ થઈ જશે, જો કે ટેલિકોમ ઓપરેટરો સ્પર્ધામાં ઉતરીને તેનો ઉપયોગ વહેલો થાય એમ પણ કરશે.

એક અહેવાલ અનુસાર ૨૦૨૬ સુધીમાં ઇન્ડીયન ટેલિકોમ ક્ષેત્ર ૨૭ અબજ ડોલરની રેવન્યૂ ઉભી કરી શકશે. એકીકરણે જણાવ્યું છેકે ફાઈવ-જી માટે એરટેલ સાથે ટાઈઅપ કરવાની વાતો ચાલે છે. જ્યારે બીએસએનએલ ની ચર્ચા નોકીયા સાથે ચાલે છે. મહત્વનું એ છે કે સર્ફીંગ કરનારને હાઈ સ્પીડ નેટવર્ક મળશે.

સાયબર પ્રોટેક્શન વીમો ઉતરાવાય
ઇન્ટરનેટ છેતરપીંડી અને ઇન્ટરનેટ દ્વારા થતી હેરાનગતી સામે ઇન્સયોરન્સ એક કંપની આપી રહી છે. સાયબર પ્રોટેક્શન પ્રોડક્ટ ફોર ઇન્ડિયા બ્યુટલ નામની સ્ક્રીમ બજાજ ઍલીયાન્ઝે શરૃ કરી છે. આ પ્રકારની પ્રથમ સ્ક્રીમ જોવા મળી છે. સાયબર અટેક, સાયબર બ્રલીંગ, સાયબર ટ્રેક પર પૈસા પડાવવા વગેરે સામે ઇન્સયોરન્સ ઉતરાવી શકાશે.

એક લાખથી એક કરોડ સુધીનો વીમો ઉતરી શકે છે. આ સ્કીમમાં ઓછામાં ઓછું પ્રિમીયમ રૃ.૬૫૭ છે. જે રૃ.૮૦૦૦ સુધી પહોંચે છે. કેટલી રકમનો વીમો છે તેના પર આધાર છે. વીમા કંપની ઉંમર, ઇન્ટરનેટનાં વપરાશ અને રીસ્ક પ્રોફાઈલ પર ધ્યાન આપશે. આ વીમામાં આઈડે-ટીટી પૅફટ, માલવેડ એટકે ફીશીંગ, ઇ-મેલ સરફીંગ વગેરેનો પણ સમાવેશ કરાયો છે.

સામાન્ય પોલીસ સાયબર ચોરી કે સત્તાવાર ક્ષેત્રે થયેલી નાણાકીય લૉસ સામે કવર નથી આપતી પણ હવે 'સાયબર કવર'માટે તૈયારી થઈ રહી છે.

બ્લુવ્હેલ પર પ્રતીબંધ
ઇન્ટરનેટ જેટલું ઉપયોગી છે એટલું જ દૂષણોથી ભરેલું છે. કિશોરોનાં જાન લેતી બલ્યૂવ્હેલ ચેલેન્જ ગેમ ગુજરાતના યુવાધનને ભરખી જાય તે પહેલા જ ગુજરાતની સરકારે તેના પર પ્રતિબંધ મૂકીને આવકારદાયક પગલું ભર્યું છે. 

બલ્યુવ્હેલ ગેમ પર પ્રતિબંધ મુકવામાં ગુજરાત રાજ્ય પ્રથમ છે અને બલ્યુવ્હેલ ગેમની લીંક મોકલનારની માહિતી આપનારને એક લાખ રૃપિયાનું ઇનામ જાહેર કરીને મુખ્ય પ્રધાન વિજ્યભાઈએ 'બલ્યુવ્હેલ ચેલેન્જ'ગેમને પડકારી છે.

પોતાનાજ રાજ્યના કિશોરોને કોઈ મુખ્ય પ્રધાન મોતના મોંમા ધકેલાવા ના દે !! કિશોરો નાદાન હોય છે જ્યારે ઇન્ટરનેટ લપસણી ધરતી સમાન છે. કિશોરો પોનોગ્રાફી, ડેટીંગ સાઈટ વગેરેને રવાડે ચઢી જાય છે. આવી સાઈટો તેમને વ્યસની બનાવી દે છે. જ્યારે તે બલ્યુવ્હેલ જેવી ગેમની લીંકમાં સપડાય છે ત્યારે તે એક પછી એક ચેલેન્જ સ્વીકારતો જાય છે.

ભઈ તું નાનો છે તારું કામ નહીં એમ કહીને તેને ગેમ રમવા ઉશ્કેરવામાં આવે છે. બલ્યુવ્હેલ ગેમનો શિકાર જ્યારે મુંબઈનો કિશોર બન્યો ત્યારથી જ ગુજરાતની સરકાર સાબદી બની ગઇ હતી. ગુજરાતના કિશોરોમાં ઇન્ટરનેટનો વપરાશ મોટા પાયે છે. ગુજરાતમાં તો ચોથા- પાંચમાના વિદ્યાર્થીઓ પણ ઇન્ટરનેટ પર ગૃપ ગેમ રમતા હોય છે. ઇન્ટરનેટનું વ્યસન વિશ્વભરમાં પ્રસરેલું છે.

જીંદગીમાં ફેમીલી પ્રત્યેની જવાબદારીને નહીં સમજનાર અને જીવન એકલું- અટુલું જીવતા કિશોરો આવી ગેમ ના પડકાર જીલતા થઈ જાય છે. આ ગેમ તૈયાર કરનાર પણ ચક્કટભમણ જેવી વ્યકિત છે. તે કિશોરોને બાયોલોજીકલ વૅસ્ટ માને છે. બાયોલોજીકલ વૅસ્ટ એટલે તે જીવવા લાયક નથી.

ઇન્ટરનેટના વ્યસન વિશે ઇન્ટરનેટનું સંશોધન કરનાર ચાર્લ્સ બ્રીને ક્યારેય વિચાર્યું નહોતું. ઇન્ટરનેટનો વિકાસ એટલો ઝડપભેર થયો છે કે ગામે ગામ લોકો તેનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ગુજરાતમાં તો રાજ્ય સરકારની ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરફી નીતિઓએ ઇન્ટરનેટનો વપરાશ વધાર્યો છે. ફોરજી સ્પીડ આવ્યા પછી ઇન્ટરનેટના વપરાશે હનુમાન કૂદકો લગાવ્યો છે. એમ કહી શકાય.

Comments