- બીટકોઈન એટલે ડુંગરા દૂરથી રળિયામણા
- વિશ્વભરમાં વિના રોકટોક ચાલતી ડિજિટલ કરન્સી તરફ બેંકોનું પણ ધ્યાન કેન્દ્રિત
વિશ્વના અબજોપતિની યાદીમાં ટોપમાં બેઠેલા વોરેન બફેટ અને બીલ ગેટ્સ જેવા એક તબક્કે બીટ કોઇનને ફાયાન્સીયલ માર્કેટનો પરપોટો કહેતા હતા અને ગમે ત્યારે આ પરપોટો ફાટશે એમ કહેતા હતા તે પરપોટો આજે એટલો મજબૂત થયો છે કે દરેકની નજર તેની ચડ-ઉતર ઉપર ચોંટી છે જે બીટકોઈનને કોઈના હાથ અડાડવા તૈયાર નહોતું તે બીટકોઇન વિશે સમજવા સૌ પ્લાનિંગ કરી રહ્યા છે. ખરેખર બીટકોઈને એ બફેટ અને બીલ ગેટ્સની સંપત્તિ કરતા પણ મોટો થઈ ગયો છે.
૨૦૧૪માં એક બીટકોઈનની કિંમત ૨૦૦૦ હતી તે આજે રૃા. ૧૪,૦૦૦ને વટાવી ગઈ છે. ટૂંકમાં એક બીટકોઈનની કિંમત રૃા. ૧૪,૦૦૦ને વટાવી ગઈ છે. બેંગલુરૃના જે એન્જિનિયરે ૩૫ બીટકોઈન મેળવ્યા છે તેણે પ્રતિ બીટકોઈન ૧૪,૦૦૦ મેળવ્યા છે.
બીટકોઈનના નામથી બહુ ભડકવા જેવું નથી શેરબજારમાં જેમ ડબ્બા ટ્રેડિંગ લોકો બિન્દાસ્ત ચલાવતા હતા એવું જ બિટકોઈન માર્કેટનું છે. બેન્કે બીટકોઈનની લે-વેચ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં બ્લેક માર્કેટમાં તેનું વિશેષ મહત્ત્વ છે. ભારતમાં બીટકોઈન જેવી કરન્સીને ક્રાઇપ્ટો કરંસી કહેવાય છે. પ્રતિબંધ હોવાના કારણે રોકાણકારો બીટ કોઈનની લે-વેચ કરતા ગભરાય છે અન્ય દેશોમાં બીટકોઈન ચાલે છે.
રીઝર્વ બેન્કે મનાઈ ફરમાવી હોવા છતાં ગયા અઠવાડિયે બેંગ્લોરના એક આઇ.ટી. એન્જિનિયરે ૩૫ જેટલા બિટકોઈન વેચ્યા હોવાનું મનાય છે તેના પર ૩૫ ટકા ટેક્સ લાગે છે.
આપણે ત્યાં એક સમયે હર્ષદ મહેતાને બિગ બુલ કહેવામાં આવતા હતા. આવી જ રીતે બીટકોઈનના માર્કેટમાં થોમસ લીને બીટકોઈન બુલ કહેવામાં આવે છે. ક્રાઇપ્ટો કરન્સીની શરુઆતથી જ ટેકો આપનારામાં થોમસ લીનો સમાવેશ થાય છે. તે માને છે કે, ૨૦૧૮ની મધ્યમાં બીટકોઈનનો ભાવ ૧,૫૦૦ ડોલર પર પહોંચશે.
આ વર્ષે બીટકોઈનની કિંમત ૧૫ ગણી વધી છે. HIVE બ્લોક વેઇન અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ પાસે ૧૦ ટકા જેટલા બીટકોઈન છે જેની પાસે સૌથી વધુ બીટકોઈન છે તે કંપનીનું નામ કેમરોન વીંકલેપાસે છે.
ફાયનાન્સીયલ ક્ષેત્રે બીટકોઈન એ હાઇટેક મુદ્દો બન્યો છે. ૨૦૧૭માં બીટકોઈનના ભાવોમાં આવેલા જોરદાર ઉછાળાના કારણે પણ લોકોનું ધ્યાન ખેંચાયું છે. ક્રાઇપ્ટો કરન્સી બીટકોઈનથી આપણા રોકાણકારો દૂર રહ્યા છે કેમ કે લોકોને પ્રતિબંધિત વસ્તુઓમાં રોકાણનો ડર લાગે છે. ફેડરલ રિઝર્વ બેંકના વડા જેનેટ યેલને પણ તાજેતરમાં એક ટી.વી. ચેનલ સમક્ષ કબૂલ્યું હતું કે બીટકોઈન અને ક્રાઇપ્ટો કરન્સી ફાયનાન્સ માર્કેટમાં કોઈ ખાસ અસર નથી કરતા પણ તેના વધતા જતા પ્રભાવે વોલસ્ટ્રીટ અને અન્ય શેરબજારોમાં ૨૦૧૭ દરમ્યાન ઉથલપાથલ કરી છે આ ક્રાઇપ્ટો કરન્સી સતત વધતા ભાવોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
જો કે બીટકોઈનના ભાવો સ્થિર નથી માટે તે જોખમી કહી શકાય તેમ છતાં તેના વધતા ભાવો જોઈએ રોકાણકારો લલચાય તે સ્વાભાવિક છે. હવે તો લોકોના પૈસાનો વહીવટ કરતી બેંકો પણ બીટકોઇન પર નજર રાખી રહી છે.
એક આર્થિક નિષ્ણાતે બીટકોઈન અંગે લખ્યું છે કે, આ એક દૂરથી દેખાતી સુંદર સ્ત્રી જેવું છે તેની નજીક પહોંચો કે તેની સાથે કોઈ વ્યવહાર કરવા જાવ તો તે તરત જ ઘૂરકે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરની કોઈ કરન્સીની લોકોને જરૃર હતી. ઇન્ટરનેટ પર બીટ કોઇને મચાવેલી ધૂમનો લાભ ઘણા ઉઠાવી રહ્યા છે. બીટ કોઇન જોખમી હોવાની સાથે-સાથે ઉપયોગી હોવાથી લોકો તે તરફ વળ્યા છે. રિઝર્વ બેન્કે ભારતમાં તેના પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ભારતના રોકાણકારો તેમાં રસ લઇ રહ્યા છે. કેમ કે તે વળતર વધુ આવે છે. ભારતનો રોકાણકાર ખાસ કરીને ગુજરાતનારોકાણકારો બીટકોઇન તરફ વળી શકે છે.
તાજેતરમાં સત્તાવાળાઓએ બીટકોઇન ઓનર ગણાતા પાંચ છલોકોને ત્યાં દરોડા પાડયા હતા. આ દરોડામાં શું મળ્યું તેની કોઈ સ્પષ્ટતા થતી નથી પણ બજારના વર્તુળો કહે છે કે બીટકોઇન સાથેનો વ્યવહાર કોઈ આગળના વધારો તે અંગેના આ દરોડા હતા. બિટકોઇન પ્રતિબંધિત છે પરંતુ જ્યાં પ્રતિબંધ છે ત્યાં રોકાણકારો વધુ ઝંપલાવે છે કેમ કે રોકાણકારોને વળતરમાં રસ છે.

Comments
Post a Comment