ડેસ્ક ટોપનો ઉપયોગ ઠપ થઈ ગયો, લેપટોપનો પ્રભાવ

- ડિજીટલ પોકેટની મર્યાદા વધારાશે

- ડિજીટલ પોકેટ 'ભીમ'નો ઉપયોગ વધે એટલે સરકાર ટાઉન લેવલમાં જશે

કોમ્પ્યુટરના ઉપયોગમાંથી ડેસ્ક ટોપ હવે આઉટડેટેડ બની રહ્યા છે. લોકો પોતાના ઘરના વપરાશ માટે ટેબલેટ કે ઓફિસમાં લેપટોપ માટે આગ્રહ રાખે છે. ટેબલેટનો ઉપયોગ તો લોકો મોટા પાયે કરી રહ્યા છે.

ડેસ્ક ટોપ એક સમયે ઘર-ઘરના ઘરેણા સમાન હતા. હવે જે લોકો ડેસ્ક ટોપ વાપરે છે તે એસેમ્બલ કરેલા હોય છે. જો કે જે લોકો એકવાર લેપટોપ વાપરે છે તે ક્યારેય ડેસ્ક ટોપ વાપરવા તૈયાર નથી હોતા.

લેપટોપ મુવેબલ પ્રોપર્ટીમાં આવે છે. લોકો તેને ગમે ત્યાં વાપરી શકે છે. લાંબા અંતરની ટ્રેનોમાં લોકો લેપટોપ પર કામ કરતા કે ફિલ્મો જોતા જોવા મળે છે. લેપટોપનો સ્ક્રીન મોટો અને ફોર-જી સ્પીડના કારણે એક ફિલ્મ જોતાં-જોતાં તો સુરત આવી જાય છે. આમ અમદાવાદ- સુરત વચ્ચેનું અંતર આસાનીથી કપાઇ જાય છે.

ચૂંટણીઓમાં રાજકીય પક્ષોએ લેપટોપ આપવાની પ્રથા શરૃ કરી હતી. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવે કોલેજ જતા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે લેપટોપ આપ્યા હતા. ઉત્તર પ્રદેશનું અનુકરણ અનેક રાજ્યોમાં શરૃ થઇ ગયું હતું. રાજ્યોમાં વિદ્યાર્થીઓનું સમર્થન મેળવવા પણ લેપટોપ આપતા થયા હતા.

ડીજીટલ પોકેટનો વધતો પ્રભાવ

ઇન્ટરનેટની સ્પીડ અંગે વિવિધ જાહેરાતો જોવા મળે છે. અનેક કંપનીઓ સ્પીડના પ્રલોભનો આપીને ગ્રાહકોને આકર્ષે છે. મોટા ભાગની મોબાઇલ કંપનીઓ ફાઇવ-જીના પ્રયોગોમાં વ્યસ્ત છે. ભારતે જો ઇ-કોમર્સ અને ફાયનાન્સીય ટ્રાન્જેકશનને ડીજીટલ બનાવવું હશે તો ઇન્ટરનેટની સ્પીડ જાળવી રાખવી પડશે. ડીજીટલ ટ્રાન્જેકશનને સરકાર પ્રભાવ બનાવવા માગે છે. મોબાઇલ વેલેટ જેવી સિસ્ટમ લોકો વાપરતા થયા છે. ડીજીટલ પેમેન્ટના કારણે ઘણાં ઘેર-બેઠા બેઠા પેમેન્ટ લેતા-આપતા થઇ ગયા છે.

ડીજીટલ પોકેટમાં બેંકના ખાતામાંથી પૈસા સીધા જ જમા કરાવાય છે. આ જમા પૈસા અન્ય પોકેટમાં કે લે-વેચ માટે વપરાય છે. સરકારે બનાવેલી ભીમ એપ્લીકેશન લોકો ડાઉનલોડ કરે એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલી ટીમોને ટાઉન લેવલે ફરતી મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ટીમ દરેક સોસાયટીઓમાં ભીમ એપ્લીકેશન માટે ટેન્ટ બાંધશે અને લોકોને તેનો ઉપયોગ કરતા શીખવાડશે.

સરકાર બેંકોને ડીજીટલ ફાયનાન્સનો ઉપયોગ કરવાનો આદેશ આપી ચૂકી છે - ડીજીટલ પોકેટના કારણે ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ગમે ત્યારે પેમેન્ટ લઇ-આપી શકાય છે.

દરેક પેટ્રોલ પંપ, કરીયાણાની મોટી દુકાનો, શોપીંગ સેન્ટરો અને દુધની દુકાનો પર પણ આવી ડીજીટલ પોકેટ સિસ્ટમ ચાલે છે. ઘણી કંપનીઓ ડીજીટલ પોકેટનો ઉપયોગ કરવા માટે વિશેષ પ્રોત્સાહન રૃપે અડધો ટકો કે એક ટકાની છૂટ આપે છે. ડીજીટલ પેમેન્ટના ઉપયોગ માટે સરકારના પ્રયાસો સફળ પણ થઇ રહ્યા છે. લોકો મોટા પાયે ડીજીટલ પોકેટનો ઉપયોગ કરી રહ્યા છે.

ડીજીટલ પોકેટના ટ્રાન્જેકશનની મર્યાદા વધારવા સરકાર પ્રયાસ કરી રહી છે. એટલે વેપારીઓના મોટા પેમેન્ટનો ઉપયોગ પણ ડીજીટલ પોકેટ દ્વારા કરવા માટે તેની મર્યાદા વધારશે. આમ લાખોના પેમેન્ટ પણ ડીજીટલ પોકેટ મારફતે થશે. વેપારીઓ ડીજીટલ પોકેટ મારફતે પેમેન્ટની લેવડ-દેવડ કરશે તો તેમની દોડધામ અટકશે અને પૈસા મેળવનારના ખાતામાં ઓન ધ સ્પોટ પેમેન્ટ આવી જશે.

સરકાર પાસે અત્યાર સુધી ઓન ધ સ્પોટ પેમેન્ટની કોઇ સુવિધા નહોતી. ઓન લાઇન પેમેન્ટ, સિસ્ટમમાં જે ચાર તબક્કામાંથી પસાર થવું પડતું હતું, તેના બદલે ડીજીટલ પોકેટમાં વધુ આસાની છે. બેંકમાંથી ઓન લાઇન પૈસા લઇને પોકેટ ભરી શકાય છે.

સરકારે ડીજીટલ પોકેટમાં પૈસાની લીમીટ વધારવા કરેલા પ્રયાસને વેપારી આલમ અને ઉદ્યોગો આવકારી રહી છે. હાલમાં સેલ્સમેનો કે રીટેલ કાઉન્ટરો પાસે જે રોકડ રહે છે તે હવે ડીજીટલ પોકેટમાં આવી જશે.

નાણા મંત્રાલયે ડીજીટલ પોકેટના ઉપયોગ અંગે ઉદાહરણ આપતા જણાવે છે કે કોઈ એક સેલ્સમેન દિવસમાં ૨૫ દુકાનો પરથી રોકડ એકઠી કરે છે. આ રોકડ પોતાના પોકેટમાં રાખવાના બદલે તે ડીજીટલ પોકેટમાં રાખી શકે છે. આ ડીજીટલ પોકેટને તે પોતાની બેંકના એકાઉન્ટમાં સીધું જ ટ્રાન્સફર કરી શકે છે.

Comments