સાયબર ક્રાઇમમાં વર્ષે 21 ટકાનો વધારો
મેક ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાની વાતો સાથે સાયબર વૉરનો પડકાર ઝીલવો પડશે
ઇન્ટરનેટ જગતમાં દર વર્ષે ક્રાઇમ રેટ ૨૧ ટકા જેટલો વધી રહ્યો છે. સાયબર જાગૃતિના અનેક લેખો, અનેક મેસેજ અને વ્યક્તિગત જાગૃતિના મેસેજ છતાં સર્ફિંગ કરનારા ફસાય છે અને ક્રાઇમ કરનારા તગડું કમાઈ લે છે.
સાયબર ક્રાઇમ આચરનારા બહુ ગણત્રીબાજ હોય છે. સાયબર પોલિસ જે એપ્લીકેશનો અને ક્રાઇમ કરનારને ટ્રેક કરવા માટે જે સિસ્ટમ વાપરે છે તેના કરતા વધુ બાહોશ ક્રાઇમ આચરનારા છે. દર વર્ષે ઇન્ટરનેટ ક્ષેત્રના ક્રાઇમમાં ૨૧ ટકાનો વધારો થતો આવ્યો છે તે ચિંતાજનક છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે નબળા કાયદા અને નબળા અમલીકરણના કારણે ક્રાઇમ રેટ વધ્યો છે. આ વધતો રેટ ૨૧ ટકા જેટલો છે તે નોંધાયેલા ગુના આધારે છે.
નહીં નોંધાયેલા ગુના તો આ ટકાવારી કરતા બમણા હશે. કોઈના ક્રેડિટ કાર્ડમાંથી કોઈ અજાણી કંપની રૃપિયા આંચકી લે છે ત્યારે ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરતી બેંકો તપાસના નામે થોડા દિવસે તપાસ કરે છે અને પછી હાથ અદ્ધર કરી દે છે.
અહીં જે ૨૧ ટકાના વધારાના આંકડા છે તે ખુદ ગૃહપ્રધાને આપેલા છે. સાયબર ક્રાઇમની સમસ્યા માત્ર ભારતમાં નથી પણ અમેરિકા, ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન પણ આ સમસ્યાથી પીડાય છે. સરકારના પ્રયાસો છે પણ કાયદા લૂલા છે.
સાયબર ક્રિમીનલ જાણે છે કે બીજા દેશમાં સર્વર હોય તો ગુનો બનતો નથી. મોટા ભાગના હેકર્સના સર્વર રશિયા અને અન્ય નાના દેશોમાં હોય છે.
ક્રિમીનલનો ટ્રેક શોધી શકાય છે પણ કોઈ એક્શન લેવાય તે પહેલાં તે ભાગી ગયો હોય છે.
કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ ઝડપથી વધતો જાય છે. એટલી ઝડપથી જ ક્રાઇમ વધી રહ્યા છે. ઇન્ટરનેટના ઉપયોગ માટે આવતું યુવાધન સોશ્યલ નેટવર્ક અને ઓનલાઇન ખરીદી માટે ઝુકાવે છે. આ બંને પર છેતરપિંડી કરનારા છૂપાઈને બેઠા હોય છે.
સર્ફિંગ કરનારની સામાન્ય ભૂલ આ હેકર્સને પકડવામાં આવી જાય છે અને છેતરપિંડીના ટ્રેપમાં ફસાઈ જાય છે. ઇન્ટરનેટ પર આવતી લલચામણી ઓફરોથી લોકો છેતરાય છે એવી જ રીતે ઇ-મેલ બોક્સમાં પણ લલચામણી ઓફર વાળા ઇ-મેલથી પણ લોકો છેતરાય છે. જેમ કે ઘેર બેઠા મહિને લાખ રૃપિયા કમાવ, કે લોટરી જીતો કે છૂપી મિલ્કતમાં ભાગીદાર બનો વગેરેથી સતત ચેતતા રહેવું જોઈએ.
સૌથી વધુ છેતરપિંડી ક્રેડિટ કાર્ડ સાથે થાય છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવી નામાંકિત બેંકોની ક્રેડિટ કાર્ડ સિસ્ટમ પણ છેતરપિંડીનો ભોગ બનનારને સહાય કરી શકતી નથી.
સાયબર સિક્યોરિટી
ગયા અઠવાડિયે ઇઝરાયલના વડાપ્રધાનની ભારતની મુલાકાત દરમ્યાન સાયબર સિક્યોરિટી અંગે કરાર થયા હતા. સાયબર સિક્યોરિટી અંગે ભારતે પણ મજબૂત સેના ઉભી કરવી પડશે. હવેની વૉર જ્યારે સાયબર વૉર બનવાની વકી છે ત્યારે સાયબર સિક્યોરિટીઝનો પ્રશ્ને ગંભીર બનવાની જરૃર છે. સાયબર સિક્યોરિટી અને હેકર્સ સામેની સિક્યુરિટી બંને વચ્ચે ફેમીલી સંબંધો જેવું છે કેટલાક હેકર્સ વેબસાઇટ હેક કરે છે તો કેટલાક સરકારની વેબસાઇટ હેક કરે છે.
ભૂતકાળમા હેકર્સે સરકારી વેબસાઇટ હેક કરીને સરકારના નાકે દમ લાવી દીધો છે. આજકાલ જ્યારે મોટા ભાગની સિસ્ટમો કોમ્પ્યુટર આધારિત ત્યારે હેકર્સમાં આખી સિસ્ટમ ખોટકી નાખવાની ક્ષમતા હોય છે.
પ્રાઇવેટ કંપનીઓની વેબસાઇટ હેક કરીને હેકર્સ પૈસા પડાવે છે. જેમની વેબસાઇટ હેક થાય છે એ હેકર્સના સંપર્કમાં આવે છે અને પછી નક્કી થયા પ્રમાણેના રૃપિયાની ચૂકવણી બાદ હેકર્સ સાઇટ છોડી દે છે. આવી અનેક ઘટનાઓ પોલીસના ચોપડે નોંધાતી નથી.
આવા કિસ્સામાં વારંવાર નબળા આઇ.ટી. કાયદાની ટીકા થાય છે. હેકર્સ અને સાયબર ક્રિમીનલ બંને કાયદાના અભાવે છટકતાં આવ્યા છે એકતરફ સર્ફિંગ કરનારાઓની રાતોરાત પૈસાદાર થઈ જવાની લાલચનો લાભ ઉઠાવાય છે અને બીજી તરફ તેમની સામે કડક પગલાં લેવાની કોઈ સિસ્ટમ નથી.
આપણે જ્યારે સ્કીલ ઇન્ડિયા અને મેકિંગ ઇન્ડિયાની વાતો કરીએ છીએ ત્યારે સાયબર ક્રાઇમ અંગે પણ મહત્ત્વ આપવાની જરૃર છે. સાયબર ક્રાઇમ ઘટાડવા અંગે ફેલાવાતા જાગૃતિના પગલા પણ અસરકારક નથી નીવડયા.

Comments
Post a Comment