નવા કાયદા હેઠળ છેતરપિંડીને અવકાશ નથી
બેંકોમાં ઓછા વ્યાજ દરના કારણે પૈસો વધતો નથી : શેરબજાર તરફ નજરીયો બદલો
સતત વધતા સેન્સેક્સને જોઇને લાગે છે કે શેરબજાર સામે શંકાથી જોનારા ભૂલ કરી રહ્યા છે. શેરબજારને લોકો ભૂલ-ભૂલામણી ગણે છે પરંતુ એ દિવસો ગયા કે જ્યારે કંપનીઓ રાતોરાત ઉઠમણું કરતી હતી અને રોકાણકારો રોતા હતા. સેબીના નવા કાયદાઓ અને બજારો પર નિયંત્રણના કારણે શેરબજાર એ લે-ભાગુઓનો અડ્ડો નથી પરંતુ બ્રેન સ્ટોર્મીંગ કરતા લોકોનું પ્લેટફોર્મ છે. ટૂંકમાં શેરબજારની વધ-ઘટ ટીવી પર જોયા કરવાના બદલે આ તેજીની વહેતી ગંગામાં થોડું રોકાણ કરવાની જરૃર છે.
બેંકોની ડિપોઝીટ કે પોસ્ટ-બચતમાં મળતું વ્યાજ આપણા પૈસા સિક્યોર કરે છે પણ તેનું નહિવત્ વ્યાજ મળે છે. આપણો પૈસો આપણા પોતાના હાથમાં વધતો - સરકતો કે જમ્પ મારતો મહેસૂસ કરતો જોવો હોય તો શેરબજાર અનોખું પ્લેટફોર્મ છે. અત્યાર સુધી શેરબજાર સામે શંકાથી જોનારાઓએ લોકોને ડરાવ્યા છે; તૂટતા શેરબજારથી પાયમાલ થયેલા લોકોની યાદી બતાવ્યા કરે છે. પરંતુ શું તમે શેરબજારમાં કમાતા લોકોની યાદી જોઇ છે ?
આ યાદી લાંબી છે. યાદીમાંના લોકો ગણત્રીબધ્ધ રોકાણ કરનારા છે, બહુ જોખમ નથી ઊઠાવતા અને ઉશ્કેરાટમાં કોઇ નિર્ણયો નથી લેતા. વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે જે આઈપીઓ સિસ્ટમમાં અઢી-ત્રણ મહિના પૈસા રોકાઇ જતા હતા તે હવે ઈતિહાસ બની ગયું છે.
લોકો એક જ ઈસ્યુના ૧૦થી ૧૨ ફોર્મ ભરે છે અને બે-ત્રણ દિવસના રોકાણમાં કેટલા શેર્સ લાગ્યા છે તેનો ખ્યાલ આવી જાય છે. કેટલાક લગડી આઈપીઓમાં તો ફોર્મ ખરીદનારા હોય છે. જે આઈપીઓ બહાર પડતાં પહેલાં જ તેની બોલી લગાવે છે. આવી સ્થિતિ ક્યારેય બેંકોમાં કરેલા રોકાણની બંધિયાર સ્થિતિમાં જોવા નથી મળતી.
આજકાલ સેન્સેક્સ રોજ નવી ઐતિહાસિક સપાટી મેળવતું જાય છે. વર્તમાન સ્પીડ જોતાં એમ લાગે છે કે ૨૦૧૮ના અંત સુધીમાં બજાર ૪૦ હજારનો સેન્સેક્સ પાસ કરશે. શેરબજાર પૈસા રોકનારા માટે આદર્શ સ્થાન બની ગયું છે.
બેંકોએ વ્યાજના દર ઘટાડતા મધ્યમવર્ગના રોકાણકારો શેરબજાર તરફ વળ્યા છે. શેરબજારમાં સમજણ ના પડે એવું કશું નથી. રોજેરોજનો અભ્યાસ ટ્રેન્ડને સમજતા કરી દે છે.
ખરેખર તો શેરબજાર તરફની આપણી નજર બદલવાની જરૃર છે. શેરબજાર લોકોને રડાવે છે, કોઇ કમાતું નથી; કરોડપતિને રોડપતિ બનાવી દે છે જેવા અનેક નેગેટીવ વિશેષણો વપરાય છે.
પરંતુ શેરબજાર સમક્ષ જોવાની દ્રષ્ટિ બદલવાની જરૃર છે. જે લોકો શેરબજારમાં જાગૃત રહીને પૈસા રોકે છે તે થોડું ગુમાવે છે અને ઘણું કમાય છે.
બેંકની ડિપોઝીટો બમણી થવાનો નિશ્ચિત સમયગાળો હોઇ લોકો આળસુ બની જતા હતા. રોકાણ બમણું થવાની રાહ જોઇને તો બેસી રહેતા હતા. શેરબજારમાં રોકાણકારના હાથમાં પૈસો રહે છે; તે પૈસાને જતો - આવતો જોઇ શકે છે, મહેસુસ કરી શકે છે.
જે લોકો મધ્યમવર્ગ કે નોકરીયાતવર્ગની યાદીમાં આવે છે એ લોકોએ વધારાની આવક માટે ભ્રષ્ટાચારનું પૂછડું પકડવાને બદલે શેરબજારના આખલાના શિંગડાનું અવલોકન કરવાની જરૃર છે.
માણસ ખાસ કરીને મધ્યમવર્ગ ક્યારેય આંધળૂકીયું કરતો નથી. શેરબજારે ભૂતકાળમાં ઘણાંને રોડ પર લાવી દીધા છે.
કોણ જાણે કેમ પણ શેરબજારથી લોકો ડરી રહ્યા છે.
રોકાણકારોને ઘણાએ નવડાવ્યા છે. ચીટ ફંડવાળા, તગડા વ્યાજની લાલચ આપનારા; સહકારી બેંકો વાળા વગેરે આખે-આખી મૂડી જ ચાંઉ કરી ગયા હતા. એટલે જ રોકાણકાર ડરતો ફરે છે.
શેરબજારના રોકાણને સમજવું આસાન છે. ટીવી પર શેરબજારની ટીપ્સ; મોબાઇલ પર ટીપ્સ, અખબારોમાં આવતી ટીપ્સના આધારે બજારમાં ચડ-ઉતરનો ટ્રેન્ડ જાણી શકાય છે.
જેમ બેંકોમાં પૈસા સલામત છે એવું માનનારાઓએ શેરબજારમાં પણ પૈસો સલામત છે એમ માનવાની જરૃર છે. આપણે લક્ષ્મીને ચંચળ કહી છે તો તેને શેરબજાર જેવું ચંચળ પ્લેટફોર્મ પણ આપવું જોઇએ.
શેરબજારમાં માંડ ચાર-પાંચ ટકા લોકો રસ લે છે, સૌથી વધુ રસ ગુજરાતીઓ લે છે. આપણો પૈસો આપણા નિયંત્રણમાં જ રહીને રમાડવો હોય તો શેરબજાર પરફેક્ટ પ્લેટફોર્મ છે.
તમારો પૈસો તમે પોતે જ રમાડો એ આનંદ ફીક્સ ડીપોઝીટ કરતાં વધુ હોય છે. તમે લીધેલા શેર્સની વધઘટ તમને સતત જાગૃત રાખે છે. આવી જાગૃતિ શરીર-મન તંદુરસ્ત રાખે છે. એક વાત નિશ્ચિત છે કે બેંકોમાં પૈસો મૂકી રાખવો તેના કરતાં લગડી કંપનીઓના શેર મૂકી રાખવાથી તે બેંકની ફીક્સ ડિપોઝીટ પરના વ્યાજ કરતાં પાંચ ઘણું વળતર આપે છે.

Comments
Post a Comment