- ઇન્ફોર્મેશન ટેકનોલોજી સામે મોટો પડકાર
- કોસમોસ બેંક પછી સ્ટેટબેંક ઓફ મોરેશિયસ પર હેકર્સ ત્રાટક્યા હતા
ઇન્ટરનેટ જાયન્ટ ગુગલે જ્યારે પોતાના સોશ્યલ નેટવર્ક ગુગલ પ્લસને શટડાઉન કરવું પડયું ત્યારે નેટવર્ક સાથે સંકળાયેલા તમામને આશ્ચર્ય થયું હતું.
જ્યારે ગુગલ એમ કહે કે પાંચ લાખ યુઝર્સના ડેટા ચોરાયા છે ત્યારે એમ થાય કે ગુગલના ડેટા ચોરી શકાતા હોય તો તેનાથી નાની ઇન્ટરનેટ કંપનીઓની સ્થિતિ કેવી હોય ?
આ એક એવો ટેકનીકલ બગ હતો કે તેણે છેલ્લા ૧૦ મહિનાથી ગુગલના ટેકનોલોજીસ્ટોને ગૂંચવી માર્યા હતા.અમેરિકાના એક અખબારે સૌ પ્રથમ લખ્યું હતું કે ગુગલની પ્લસની પ્રોફાઈલના ડેટા કોઈ આંચકી રહ્યું છે. ગુગલના સોશ્યલ નેટવર્ક અંગે કોઈ શંકા કરી શકે નહીં પણ ધીરે ધીરે ગુગલની સિક્યોરીટીનો પરપોટો ફૂટી ગયો હતો.
હાલમાં ગુગલ પ્લસની ટેમ્પરરી ધોરણે બંધ કરાયું છે. તેને કાયમ માટે બંધ નહીં થાય એવી સ્પષ્ટતા પણ કરાઈ છે. ગુગલના ઇન્ડીયન અમેરિકન સીઈઓએ પણ ડેટા ચોરી અંગે ખુલાસા કરવા પડયા છે.
બેંકો અને હેકિંગ
કોસમોસ બેંકના ખાતા હેક થયા પછી હવે સ્ટેટ બેંક ઓફ મોરેશિયસનું સર્વર હેક કરીને ૧૪૩ કરોડની છેતરપીંડી થઇ છે. મુંબઇ પોલીસના સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે ડીજીટલ પેમેન્ટને લોકો અપનાવી રહ્યા છે પણ હેકર્સ વધુ સ્માર્ટ પુરવાર થઇ રહ્યા છે. કોસમોસ બેંકના ૯૪ કરોડ હેક થયા છે તો સ્ટેટ બેંક ઓફ મોરેશિયસના ૧૪૩ કરોડ હેક થયા છે. આમ કુલ ૨૩૭ કરોડ હેક થયા છે. હેક થયેલો પૈસો ક્યાં ગયો, કઇ સિસ્ટમ હેઠળ વગે થયો વગેરે સમજવાની જરૂર છે.
દેશની બેંકો જ જ્યારે સલામત નથી ત્યારે સામાન્ય ખાતેદારોની સ્થિતિ કેવી હશે એ સમજી શકાય છે. ઓટીપી અને મેસેજીંગ જેવી સર્વિસ હોવા છતાં બેંક ખાતામાંથી રોકડ સરકી જાય છે.
સ્ટેટ બેંક ઓફ મોરેશિયસ અને કોસમોસ બેંક એમ બંનેની પાસે એન્ટી વાયરસ સિસ્ટમ હતી. છતાં હેકર્સ સફળ થયા હતા. હેક થયેલા રૂપિયા કોના ખાતામાં જમા થયા ? તે કઇ બેંકમાં ગયા; તે બેંકમાં કોના ખાતા છે તે પણ તાત્કાલીક જાણી શકાયું નથી. ઘણીવર એમ થાય છે કે હેકર્સ આગળ તમામ એન્ટી હેકીંગ સિસ્ટમ નિષ્ફળ જઇ રહી છે.
કંપનીઓની સાવચેતી
મોટી કંપનીઓ એથીકલ હેકર્સને પોતાને ત્યાં સત્તાવાર રીતે જોબ પર રાખે છે. એથીકલ હેકર્સ કંપનીને હેકર્સથી બચાવે છે. હેકર્સના વધતા જતા પ્રભાવના કારણે એન્ટીવાયરસ સિસ્ટમ વધુ અસરકારક બનાવવા પ્રયાસ ચાલે છે. જ્યારે હેકર્સ બેંકના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરે છે ત્યારે એક લાખ ઉપરની રકમ હોય ત્યારે એલાર્મ સિસ્ટમ અંગે પણ વિચારાઈ રહ્યું છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર માટે હેકર્સ પડકાર સમાન છે. સરકારે હેકર્સને પકડી શક્તી નથી. ગૃપ તેમજ સિન્ડિકેટના જોરે મજબુત થયેલા હેકર્સ પાસે ઇન્ટરનેટ ટેકનોલોજીની માસ્ટરી છે. કેવી રીતે વાયરસ બેંકોના કોમ્પ્યુટરમાં મોકલવા વગેરે એકલા હાથે થઇ શકે એવું કામ નથી. તે માટે સિન્ડીકેટ જોઇએ.
હેકર્સનું પગેરું
જયારે બેંકોના સર્વર હેક પાપ અને કરોડો રૂપિયા ઉપડી જાય ત્યારે પહેલાના જમાનામાં ધાડપાડુઓ બેંક લૂંટતા હતા એવી સ્થિતિ જોવા મળે છે. ધાડપાડુઓ અભણ હતા અને તેમનું પગેરું પોલીસ શોધી શક્તી હતી. બેંકોની બહાર સિકયોરીટી વધ્યા બાદ ધાડપાડુઓએ બેંક લૂંટી હોય એવી ઘટના બનતી નથી.
હવે હેકર્સ ધાડપાડુના રૂપમાં આવ્યા છે. હેકર્સ ગુગલના એન્જીન્યરો કરતાં પણ સ્માર્ટ સાબિત થયા છે. ગુગલ પ્લસના ડેટા હેક કરી શકાય, બેંકોના સર્વર હેક કરીને કરોડો રૂપિયા ઉપાડી લેવાય છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ સ્વીકારવું જોઈએ કે હેકર્સ ગમે ત્યાં ત્રાટકી શકે છે. બ્રાઉજર, મોઝીલા ફાયરફોક્સના લૂપહોલ્સ તોડીને હેકસે આવા બ્રાઉજરને ઠપ કરી દીધું હતું. ત્યાર બાદ ગુગલક્રોમ પ્રસર્યું હતું.
- પ્રસંગપટ

Comments
Post a Comment