કિસાન ફસાયેલો છે: બજારોમાં ખરીદી નથી
મેઘરાજાના રીસામણાં;બળીયો વિપક્ષ જેવા પરિબળો જવાબદાર મનાય છે
નવરાત્રી પુરી થતાં જ દિવાળીના ડંકા વાગવા લાગ્યા છે. નવરાત્રી રંગે-ચંગે પુરી થઈ છે. પરંતુ ગયા વર્ષ જેવી ચમક નહોતી એ સૌ સ્વીકારે છે. દિવાળી બગાડનાર પરિબળોમાં મેઘરાજા; સરકારની ઢીલી નીતિ અને બળીયો વિપક્ષને સમાવી શકાય.
વર્તમાન રાજ્ય સરકાર અને મેઘરાજાની કુંડળી મળતી નથી. રાજ્યના ૧૩ બંધો અત્યારથી જ ખાલીખમ છે. કિસાનો ઠેર ઠેર આંદોલન કરે છે. અમદાવાદ જેવા શહેરના ઘણાં સ્થળોએ ફોર્સથી પાણી નથી આવતું.
પાણી અને સંભવિત દુકાળથી કિસાનો ત્રસ્ત છે; બજારોમાં ખરીદી નથી નીકળી; પૈસો નથી ફરતો બજારો મંદીથી અસરગ્રસ્ત છે. આ સ્થિતિમાં દિવાળી બગડી છે એમ કહી શકાય. કોઈ જિલ્લો એવો નથી કે જ્યાં કિસાન બાંયો ચઢાવીને આંદોલન ના કરતો હોય.કિસનોની આવક બમણી થશે એવા સપનાં સરકાર બતાવી રહી છે.
પરંતુ આ દિશામાં કોઈ ચોક્કસ કદમ ભર્યા હોય એમ લાગતું નથી. કોઈપણ આવક અચાનક વધતી નથી. કિસાનોની બમણી આવક કેવી રીતે થશે ? ક્યાંથી આવક આવશે ?સરકાર પાસે કોઈ ચોક્કસ પ્લાનીંગ નથી.૨૦૨૨ને ત્રણ વર્ષ ખુટે છે; ત્યાં સુધીમાં કિસાનોની આવક બમણી કેવી રીતે થશે ?
કિસાનો રોડ પર દૂધ ઢોળી દે છે; શાકભાજી ફેંકી દે છે; કોઈ જળસમાધિ લેવાની વાત કરે છે તો કોઈ ઉપવાસ પર બેઠા છે. જ્યારે કિસાનો સતત નારાજગી વ્યક્ત કરતા હોય એ સ્થિતિમાં તહેવારોની ઉજવણીમાં કોઈ ઉત્સાહ ના જણાય તે સ્વભાવિક છે.દેવા માફીનો મુદ્દો કેટલાંક કિસાનો માટે મહત્ત્વનો છે. એકવાર દેવું માફ થયા પછી ફરી તે દેવું નહીં કરે તેની કોઈ ગેરંટી નથી. કિસાન કદાચ દેવું કરવા ટેવાઈ ગયો છે.
સરકારે પશુઆધારીત ડેરી ઉદ્યોગ; વીજળીનું ઉત્પાદન કરીને તે વેચવાની; હીરાની ઘસવાની ઘંટી ઘેર બેઠાં ખાદીનું ઉત્પાદન વગેરે હુન્નરો ખેડૂતોને શીખવાડીને તેમની આવકમાં વધારો કરાશે. સરકારનો આઇડયા સારો છે પણ કોઇ કિસાનને પૂછવા જતું નથી. બમણી આવક માટે કિસાનનો આઈડયા શું છે ?
આજની સ્થિતિમાં એ છે કે કિસાન માઇનસમાં અર્થાત દેવામાં ચાલે છે. કિસાનની આર્થિક સ્થિતિ સમતોલ થયા પછી તેને નફો દેખાશે.
અપૂરતા વરસાદ સામે વૈકલ્પિક વ્યવસ્થા આપણે ઉભી કરી શક્યા નથી. બંધોમાં પુરતું પાણી નથી. નર્મદ બંધ વિવિધ કારણોસર ગુજરાતમાં પાણી પહોંચાડી શક્તું નથી. મેઘરાજાના રીસામણાં અને બીજી તરફ બંધના પાણીને પહોંચાડવાનો ગેરવહીવટ પણ ઉડીને આંખે વળગે એવી છે.આ વર્ષે મેઘરાજા રીસાયેલા હતા.
લોકો વાવણી સમયસર ના કરી શક્યા; વાવણી થઇ તો વરસાદ ખેંચાયો એટલે કિસાનોના પાક બળી ગયા હતા. સરકારની ઢીલી નીતિની વાત કરીએ તો સરકારે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની નીતિ અપનાવી હતી. બળીયા વિપક્ષે સરકારની આંખે પાણી લાવી દીધા છે.
સરકારને વારંવાર ભીંસમાં લઇને વિપક્ષે પોતાને સબળો સાબિત કર્યા છે. સરકારે પોતાના કામો કરવાના બદલે વિપક્ષી જ્યાં કિસાન આર્થિક બોજા હેઠળ દબાયેલો છે ત્યાં તમામ ક્ષેત્રો મંદીનો અનુભવ કરતા હોય છે. કિસાન સમૃધ્ધ બને તો જ રીટેલ બજારોમાં ખરીદી દેખાય એમ છે.બજારના વ્યવહારો સાંકળ સમાન હોય છે.
ખરીદી શરૂ થાય તો વેપારી નવો માલ લાવે પરંતુ ખરીદી જ શરૂ થઈ નથી. કિસાન પાસે પૈસો નથી તે પણ હકીકત છે. હુમલા ખાળવામાં વધુ સમય બગાડયો છેઆ દિવાળી ક્યારે આવશે અને ક્યારે જશે તેની ખબર પણ નહીં પડે. કેમ કે ચારે બાજુ અસંતોષનો ઉકળાટ નજરે પડે છે. લોકો પોતાની આવક અને ખર્ચના બે છેડાં ભેગાં કરવામાં વ્યસ્ત છે.
મંદીના પરિબળોમાં મેઘરાજાના રીસામણાં જવાબદાર ગણાય છે. આપણે મેઘરાજાના મનામણા માટે યજ્ઞાો, પ્રાર્થના વગેરે કરીએ છીએ પણ પર્યાવરણના રક્ષણનું ક્યારેય વિચારતા નથી. સરકારે પ્લાસ્ટીકની થેલીઓ પર પ્રતિબંધ મૂક્યા છતાં છાના-છૂપે પ્લાસ્ટીકના ઝભલાં વપરાય છે.
સરકાર કેટલું ધ્યાન રાખશે ? જે જાગૃતિ પ્રજાએ બતાવવાની છે તેમાં કોઇ પ્રતિભાવ નથી મળતો.જાગૃતિ પાયામાંથી આવશે અને પર્યાવરણનું જતન થશે તો જ મેઘરાજાના મનામણાં થઇ શકે છે. ચોમાસુ વહેલું અને સંતોષકારક રહેશે એવા અહેવાલો વાંચીને લોકો હરખાયા હતા પણ મેઘરાજાએ ટટળાવ્યા હતા. જ્યાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઇ છે ત્યાં કિસાનોને પાણી ક્યાંથી મળશે ?
દિવાળીનો જે ચાર્મ કહે છે; જેને માહોલ કહે છે તે ક્યાંય જોવા મળતો નથી. દિવાળીમાં છેલ્લા દિવસોમાં નીકળતી ઘરાકી એ નાના બાળકો માટેના કપડાં કે ફટાકડા માટેની હોય છે. જેમાં ભજાર ભરચક લાગે છે પણ રોકડ ખરીદી ઓછી હોય છે.
મંદીના ઓછાયા હેઠળ દિવાળી ઝગમગી શકે એવી શક્યતા ઓછી છે. દિવાળી એ સૌથી મોટો ઉત્સવ છે પણ મોંઘવારીના કારણે તેની ઉજવણી સુષ્ક રહેશે તેમાં શંકાને સ્થાન નથી.
- પ્રસંગપટ

Comments
Post a Comment