5G ટેક્નોલોજીથી વર્ચ્યુઅલી એકથી બીજા સ્થળે મુસાફરી કરી શકશે

વર્ષ 2021 સુધીમાં ભારતીયોને ઝડપી નેટ સેવાનો લાભ મળશે

ટેલિકોમ કંપનીઓ માટે 5G ઇન્ટરનેટ સ્પીડ ઓફર કરવી વધુ મોંધી થશે

રાજધાની ખાતે શરૂ થયેલ ત્રણ દિવસની ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC)માં આજે રિલાયન્સ જિયોના એક ડોક્ટર રિમોટ લોકેશન પર બેસી એક દર્દીનું લાઇવ અલ્ટ્રાસાઉન્ડ કરી રહ્યો છે. 

આ માટે ફાઇવ-જી નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 4000 MBPS જેટલી ઇન્ટરનેટ સ્પીડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આઇએમસીમાં રિલાયન્સ જિયોએ જણાવ્યું હતું કે અમે વર્ષ ૨૦૨૧ સુધી ભારતમાં સસ્તા દરે ફાઇવ-જી સર્વિસ ગ્રાહકોને આપવા પર વિચાર કરી રહ્યાં છીએ. 

અમારા અંદાજ મુજબ વર્ષ ૨૦૧૯-૨૧ સુધી ભારતમાં ૫જી ટેક્નોલોજીનો પ્રારંભ થઈ જશે અને અમે વર્ષ ૨૦૨૦-૨૧ સુધી લોકોને સસ્તા દરે ૫જી સેવા આપવાની યોજના બનાવી રહ્યાં છીએ.

બીજી તરફ ભારતી એરટેલના વડાએ જણાવ્યું કે,'તમે ૫જીનો ઉપયોગ કરીને વર્ચુઅલી એક વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇક્રોસોફ્ટના હોલોગ્રામના ઉપયોગથી મોકલી શકો છો. ૫જીના સુપરફાસ્ટ ઇન્ટરનેટ નેટવર્ક પર ટેલિકોમ કંપનીઓએ માઇગ્રેટ કરવાનું શરૂ કરી દીધું છે. અને ભારત આ નવી ટેકનોલોજી તરફ પોતાના પગલા વધારી રહ્યો છે.

નોંધનીય છે કે ટેલિકોમ મિનિસ્ટ્રી,ટેક કંપનીઓ અને મોબાઇલ સવસ પ્રોવાઇડર્સ દ્વારા ૫જી ટેક્નોલોજી તરફ ધ્યાન વધારવામાં આવી રહ્યું છે અને તેને અપનાવવાની શરૂઆત પર કરવામાં આવી છે.પરંતુ જાહેર જનતા સુધી આ ટેક્નોલોજી ૨૦૨૦ સુધી પહોંચશે એવા સંકેત છે.

રિલાયન્સ જિયો,ભારતી એરટેલ અને વોડાફોન ઈન્ડિયા જેવી ટોચની ટેલિકોમ કંપનીઓ અને સેમસંગ,વિવો,એરિક્શન જેવી ટેક્નોલોજી કંપનીઓ સાથે મળીને આ ટેકનોલોજી વિશે જણાવી રહી છે કે તેનો ઉપયોગ ક્યાં-ક્યાં થઈ શકે છે.

નોંધનીય છે કે સરકાર ૫જી સ્પેક્ટ્રમ ઓફર માટે તૈયારી શરૂ કરી દીધી છે. કંપનીઓનું કહેવું છે કે યૂઝર્સ પોતાની ડિવાઇઝ અપગ્રેડ કરી આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકશે.

ઉપરાંત કંપનીઓએ જણાવ્યું કે 5G ટેકનોલોજીના ઉપયોગ સેલ્ફ ડાઇવિંગ,રિમોટ સર્જરી અને વર્ચઅલ રિએલિટી જેવી એપ્લિકેશન માટે કરી શકાશે. જોકે વિશ્લેષકોનું કહેવું છે કે ટેલિકોમ કંપનીઓ માટે ૫જી ઇન્ટરનેટ સ્પીડ ઓફર કરવી વધુ મોંધી થશે. પરંતુ એ જોવા જેવું હશે કે જાહેર જનતા સુધી આ ટેકનોલોજી કેટલા સસ્તા દરે પહોંચે છે

ઇ-ફાઇલિંગે 
ઇન્કમ ટેક્સ રિટર્નની ફાઇલિંગની સમયમર્યાદા ૩૧મી ઓગસ્ટે પૂરી થઈ ગઈ હોવા છતાં પણ કરદાતાઓ દ્વારા ઇ-રિટર્ન્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં વર્ષ અગાઉના સમયગાળાની તુલનાએ ૬૫ ટકા વૃદ્ધિ જોવા મળી હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ના આંકડા દર્શાવે છે. 

એપ્રિલથી ઓગસ્ટના સમયગાળામાં વૃદ્ધિ ૭૦ ટકા હતી. અર્ધવાર્ષિક સમયગાળાના અંતે વ્યક્તિગત કરદાતાઓ દ્વારા ચૂકવાયેલો સરેરાશ વેરો ૩૫,૦૦૦ રૂપિયા હતો અને તે એપ્રિલથી ઓગસ્ટના ૨૭,૦૦૦ કરતાં થોડો વધારે હતો. 

ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે સરેરાશ વેરામાં વધારાનું કારણ એડવાન્સ ટેક્સનો બીજો તબક્કો છે. ૪૫ ટકા જેટલા કરદાતાઓએ સપ્ટેમ્બર ૧૫ સુધીમાં એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હતો, જે પ્રમાણ અત્યાર સુધીમાં ઘણું વધારે છે. 

ઇ-ફાર્મસી
દવાઓના ઓનલાઈન વેચાણનો વિરોધ કરી વેચાણકર્તાઓ તેને બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે ત્યારે પ્રતિસ્પર્ધા સુનિશ્વિત કરનાર કોમ્પિટીશન કમીશન ઓફ ઈન્ડિયા (CCI)એ કહ્યું છે કે, દવાઓના વેચાણમાં સ્પર્ધા વધારવા ઈલેક્ટ્રોનિક ટ્રેડીંગ સારો વિકલ્પ છે. 

CCIનું કહેવું છે કે, ગેરકાયદેસર રીતે વધુ માર્જિન હોવાને કારણે દર્દીઓને દવા મોંઘા ભાવે મળી રહી છે. CCIએ માર્કેટ વર્ક ફોર અફોર્ડેબલ હેલ્થકેર નામે બનાવેલ એક રિપોર્ટમાં લખ્યું હતું કે, દવાખાનામાં આવેલ મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે સ્પર્ધાની બહાર છે. જ્યાં દર્દીઓને બહારથી દવા ખરીદવાની મંજુરી જ નથી. 

સીસીઆઈએ આ બાબતે નોંધ કરી છે કે, હોલ્પિટલોએ બહારના કેમિસ્ટ પાસેથી દવા ખરીદીનો સ્પષ્ટ નિર્દેશ આપવો જોઈએ. સીસીઆઈ હેલ્થકેર ક્ષેત્રમાં અનુચિત વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પર ધ્યાન દઈ રહી છે. સરકાર પણ ગ્રાહકોના હિતના રક્ષણ માટે પગલા લઈ રહી છે.

સીસીઆઈએ પોલિસી નોંધમાં જણાવ્યું છે કે, દેશમાં દવા મોંઘી મળવાનું એક કારણ ડિલરોની વધુ પડતા માર્જિન પણ છે. આ ઉપરાંત કંપનીઓ બીજા પ્રોત્સાહનો પણ આપે છે. વ્યાપારી સંગઠનો દ્રારા પોતાની ગોઠવણો મુજબ કામ કરી રહી નથી. સંગઠન સમુહ આખા બજાર પર નિયંત્રણ રાખે છે. એવામાં તે પ્રતિસ્પર્ધા ઘટાડવાનું કામ કરે છે.

- પ્રસંગપટ

Comments