સુષ્મા પાસેથી તખ્તો છોડવાની કળા શીખોઃ ભાજપ ઉપયોગ કરશે..


૧૯૭૨માં તે સૌથી નાનીવયે દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા હતા


આગળ વધવા માંગતી મહિલાઓે સુષ્મા સ્વરાજ પાસેથી વટથી કેમ રહેવું અને સ્વમાન કેવી રીતે મેળવવું તે શીખવું જોઇએ

સુષ્મા સ્વરાજે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરીને ખુબ પ્રેકટીકલ નિર્ણય લીધો છે.  સુષ્મા સ્વરાજ બટકબોલાં નેતા છે. 

રાજકારણમાં આગળ વધવા માંગતી મહિલાઓે સુષ્મા સ્વરાજ પાસેથી વટથી કેમ રહેવું અને સ્વમાન કેવી રીતે મેળવવું તે શીખવું જોઇએ. 

જ્યાં પોતાનું સ્વમાન ના જળવાય તે જગ્યા છોડી દેવામાંજ શાણપણ છે એ વાત તેમણે આત્મસાત કરી લીધી હતી. નરેન્દ્ર મોદીની સરકારે તેમને વિદેશ પ્રધાન  બનાવ્યા છે . પોતાને મળેલા પોર્ટફોલીયાનો ઉપયોગ તેમણે લોકોની મદદમાં ઉભા રહી શકાય તે માટે કર્યો હતો.  

સુષ્મા સ્વરાજ એ લોકજીભે ચઢેલું નામ છે. તેમની ઓરેટરી લોકોમાં પ્રિય છે. સંસદમાં તેમણે આપેલા તેજાબી વ્યક્તવ્ય યુ-ટયુબ પર જોવા મળે છે. જે લોકો સારુ વ્યક્તવ્ય આપવા માંગે છે તેમણે સુષ્માને યુ ટયબ પર જોવા જોઇએ. જ્યારે ભારતના રાજકારણમાં પાંખી હાજરી હતી ત્યારે સુષ્મા રાજકારણમાં ટોપ પર હતા. તેમની સાથે ઘણા ફર્સટ જોડાયેલા છે.

જેમકે તે દિલ્હીના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન હતા.

તો સાંસદમાં સૌથી નાની વયે પહોંચનાર યુવા સાસંદ હતા. 

-૧૯૭૨માં તે સૌથી નાનીવયે દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા હતા.

-૧૯૭૭માં તે સૌથી યુવાનવયે કેબીનેટ મીનીસ્ટર બન્યા હતા.

- નેશનલ લેવલના કોઇ પક્ષમાં પ્રથમ મહિલા પ્રવક્તા તે બન્યા હતા.

-તે વિપક્ષના પ્રથમ મહિલા નેતા બન્યા હતા. 

તેમણે જ્યારે ચંૂટણી નહીં લડવાની ઇચ્છા વ્યકત કરી ત્યારે સૌ પ્રથમ તેમને તેમના પતિ સ્વરાજ કૌશલે વેલકમ કર્યા હતા. તેમના પિતા આરએસએસ સાથે સંકળાયેલા હતા. સ્ટુડન્ટ લાઇફથીજ તે સારા વક્તા હતા. 

હતા. ભાજપમાં જ્યારથી મોદીનું પ્રભુત્વ વધ્યું ત્યારથી સિનિયરોનો પક્ષ પર પ્રભાવ ઘટતો ગયો હતો. જ્યારે મોદીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નક્કી થયું ત્યારે કોલ્ડ વોર ઉભી કરવામાં અડવાણી સાથે સુષ્મા પણ જોડાયા હતા. અડવાણીની સિનીયોરીટી ચાતરીને લેવાયેલા નિર્ણય સામેનો આ વિરોધ હતો. 

ત્યારે બધાની નજરમાં સુષ્માનો વિરોધ આવી ગયો હતો. આમ કેટલાકની નજરમાં તે મોદી વિરોધી બની ગયા હતા. જોકે મોદીએ સુષ્માને વિદેશ પ્રધાન તરીકેનો મહત્વનો પોર્ટફોલીયો ફાળવ્યો હતો. 

વારંવાર એવી ટીકાઓ થતી હતી કે મોદી વિદેશ જાય છે તે ક્યાંતો સુષ્માને સાથે રાખવા જોઇએ કે તેમને એકલાને મોકલવા જોઇએ. બીજી તરફ અડવાણીની સતત ઉપેક્ષા થતી જોઇને પણ સુષ્મા ખિન્ન રહેતા હતા. અડવાણી પોતાની મૂંઝવણને સુષ્મા સાથે શેર કરતા હોવાનું મનાતું હતું.

આ વાત ભાજપની ઇનર વોરની છે કે જ્યારે અડવાણીના બદલે મોદીનું નામ જાહેર થયું ત્યારે અડવાણી કેમ્પે તેનો વિરોઘ કર્યો હતો. જેમાં અડવાણી સાથે સુષ્માનું નામ પણ જોડાયું હતું. બધાને એમ હતું કે રાષ્ટ્રપતિ પદ માટે પણ મોદીએ અડવાણીને ચાન્સ આપવા જેવો હતો પરંતુ મોદી અડવાણીને કોઇ ચાન્સ આપવા તૈયાર નહોતા.

ભાજપમાં કેટલાક સુષ્માને બેન કહે છે તો કટલાક તેમને સુષ્માજી કહે છે. ભાજપમાં  તેમને પુરતું માન અપાતું હતું. સુષ્મા ઇતિહાસના જાણકાર છે. તેમની યાદ શક્તિ પણ બહુ તેજ છે. કટોકટી વખતે તેમણે ઇન્દિરા ગાંધી વિરુધ્ધ તેજાબી ભાષણો આપ્યા હતા. તેમના આ ભાષણો સાંભળવા જેવા છે. રાજકારણમાં કેટલીકવાર કેટલીક વાતો જાહેરમાં ચર્ચવી ના જોઇએ.

પક્ષની મહત્વની વાતો તે પેટમાં રાખવા ટેવાઇ ગયા હતા.  ચૂંટણી નહીં લડવી એનો અર્થ એ નથી કે રાજકારણ છોડી દેવું. શક્ય છે કે તે ભાજપની સભાઓ ગજવશે. કોણજાણે કેમ પણ એમ લાગી રહ્યંુ છે કે સુષ્મા સ્વરાજનું મન ખાટું થઇ ગયું છે.  એવું પણ શક્ય છે કે પોતાને આગામી લોકસભાની ટીકીટ નહીં મળે એવો અંદાજ આવી ગયો હશે.

અંદર ખાને શું રંધાયું તેની તો અત્યાર સુઘી કોઇને ખબર નથી પડી પણ એટલું ચોક્કસ કહી શકાય કે સુષ્માએ અચાનક મેદાન છોડીને સૌને ચોંકાવી દીધા છે. ભાજપના સ્ટાર પ્રચારક એવા સુષ્મા સ્વરાજને ભાજપ કોઇ સન્માનીય હોદ્દો આપશે એમ મનાય છે.  

શક્ય છે કે  તેમને રાજ્યપાલ બનાવાશે. ભાજપનો પ્લાન યુવા નેતાગીરી તૈયાર કરવાનો છે . તેમની પાસેની વકતૃત્વ કળા અને હાજર-જવાબી બનાવવા ખાસ પાઠશાળા ઉભી કરવાની જરુર છે. ભાજપ પાસે સુષ્મા જેવા નેતાઓની અછત છે.

ચૂંટણી નહીં લડવાના સુષ્માના નિર્ણય પાછળ ઘણાં કારણો હોઇ શકે છે.  જો કે ભાજપે પોતાની અલગ પહેચાન બનાવવા પણ સુષ્માના જેવા બ્રેનનો ઉપયોગ કરવો પડશે. સુષ્માના નિર્ણયને  તેમના પરિવારે આવકાર્યો છે.  ભાજપે પણ તેને વેલકમ કર્યો છે. સમયસર તખ્તો છોડવાની કળા સુષ્મા પાસેથી શીખવા જેવી છે.

- પ્રસંગપટ

Comments