સ્વતંત્રતા માંગનારા જવાબદારી ઉપાડતા નથી
રિઝર્વ બેંકનેે અર્થતંત્ર સુધારવાના પગલાંનો આદેશ આપવા તેમાં પણ કશું ખોટું નથી
સીબીઆઇ અને આરબીઆઇ જેવી સંસ્થાઓ સ્વતંત્રતા ઇચ્છે છે પણ પોતાને ફાળે આવેલી જવાબદારી નીભાવવા તૈયાર નથી એમ લાગેે છે.
સીબીઆઇવાળા કહે છે કે અમને ચંચુપાત નથી ગમતી જ્યારે રિઝર્વ બેંકવાળા કહે છે કે સરકાર અમને ગાઇડ ના કરી શકે.
સીબીઆઇની ટોપની પોસ્ટ ભ્રષ્ટાચાર કર્યા કરે છતાં કોઇ કહી ના શકે એ કેવું ? એવીજ રીતે બેંકોની કુંભકર્ણ નીતિના કારણે કરોડો રુપિયા નોન પર્ફોર્મીંગ એસેટ તરીકે ડૂબી ગયાં છતાં બેંકો જવાબદારી લેવા તૈયાર નથી એ કેવું ?
દરેકને સ્વતંત્રતા જોઇએ છે પણ કોઇ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. સીબીઆઇને બોચીમાંથી પકડવું આસાન નહોતુ ંએવીજ રીતે રિઝર્વ બેંકની પાસે અર્થ તંત્ર સુધારવાના પગલાંનો આદેશ આપવા તેમાં પણ કશું ખોટું નથી.
અમારા કામમાં કોઇ દખલ કરવી નહીં એ કહેવું સહેલું છે પણ સરકારની પોલીસી પ્રમાણે નિર્ણયો ના લેવા એ એક પ્રકારે બળવા સમાન છે. સરકારે પોતાના આર્થિક સલાહકારો રાખ્યા હોય છે. સરકારે રીઝર્વ બેંકના બોર્ડમાં ઇન્ડીપેન્ડન્ટ ડીરેક્ટરો રાખ્યા હોય છે. તે સરકારના સૂચનોને બોર્ડમાં મુકે છે. આ સૂચનો સરકારના આર્થિક નિષ્ણાતો આપતા હોય છે.
યુપીએ સરકારમાં આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજન હતા. તે એરોગન્ટ હતા અને તેમને બધું જ આવડે છે એવી ભ્રમણામાં રાચતા હતા. આજે જે જંગી એનપીએ જોવા મળે છે તેનો પાયો રઘુરામ રાજનના સમયમાં નખાયો હતો. વિજય માલ્યા જેવાઓને આડેધડ લોન આપવામાં આવી અને તેમણે પોતાની વગનો ફુલ ઉપયોગ કર્યો હતો.સીબીઆઇ અને આરબીઆઇ જવી સંસ્થાઓ પર નિયંત્રણ ના હોવું
પર નિયંત્રણ ના હોવું જોઇએ એ વાત સાથે દરેક પક્ષો સંસદમાં સંમત થાય છે પરંતુ આવી સંસ્થાઓના ડાયરેક્ટરો નીમવાની સત્તા સરકાર પાસે હોય છે. કોઇ પણ સરકારી અધિકારી સરકાર તરફ ઝુકેલો વધુ જોવા મળે છે કેમકે ટ્રાન્સફર માટેની ચોટલી સરકાર પાસે હોય છે.
ગૃહમંત્રાલય સાથે સંકળાએલા અધિકારીઓને ત્યાં ટોચના પોલીસ અધિકારીઓ લાઇનમાં બેઠા હોય છે કેમકે ક્યાંતો તે સારુ પોસ્ટીંગ લેવા માંગે છે કે અથવા તે પોતાની સામેની કોઇ તપાસને અટકાવવા માંગે છે.
ટૂંકમાં તેના વ્યક્તિગત વિકાસની ચોટલી સત્તાધારી પક્ષ પાસે હોય છે. સીબીઆઇ અને આરબીઆઇના અધિકારીઓ કંઇ દૂધે ધોયેલા નથી કે તેમને સરકારની કોઇ જરુરજ ના પડે. સીબીઆઇએ કોઇ એવી ધાડ નથી મારી કે પ્રજાને તેના તરફ કોઇ ખાસ માન હોય.
આજકાલ જ્યારે રિઝર્વ બેંકના ગવર્નર ઉરજીત પટેલ સામે વિવાદ ચાલે છે તેમાં કોઇ તથ્ય નથી કેમકે ઉરજીત પટેલની એપોઇન્ટમેન્ટ મોદી સરકારે કરેલી છે. કહે છે કે નોટબંધી વખતે તેમનો ઓપીનીયન પૂછવામાં નહોતો આવ્યો.
નોટબંધીના કારણે ઉભી થયેલી રોકડની અછત પાછળ એક વ્યક્તિના નિર્ણયને જવાબદાર ગણાય છે. પરંતુ તેની પાછળનુ કોઇ કારણ હજુ જાણવા નથી મળ્યું. કહે છે કે વપ્રધાન મોદીએ પોતે આ નિર્ણય લીધો હતો.
રિઝર્વ બેંકને સ્વતંત્ર રીતે કામ કરવા દેવા અંગેની એક બેઠક કોઇ પણ નક્કર પરિણામ વગર પુરી થઇ છે. હવેની બેઠક ૧૧ ડીસેમ્બરે મળવાની છે. બેઠકની અંદર ચર્ચાતી વિગતો ક્યારેય બહાર આવે નહીં જે કાંઇ ચર્ચા સમાચાર માધ્યમોમાં થાય છે તે સંભવિત મુદ્દા એમ ગણાવીને થાય છે. સીબીઆઇ અને આરબીઆઇ એમ બંન્ને સ્વતંત્રતા ઇચ્છે છે પરંતુ તેની જવાબદારી ઉપાડવા તૈયાર નથી. આ લોકે એ હદે સ્વતંત્ર હતા કે
તો પોતે પાતાના મળતીયા રાજકારણીઓ સાથે સંપર્કમાં કહેતા હતા. કોની તપાસ આગળ વધારવી અને કોની ફાઇલ દબાવી રાખવી જેવા નિર્ણયો તે લેતા હતા. દેશના અર્થ તંત્રનો દોર જેમના હાથમાં છે તેમને મનસ્વી ના બનવા દેવાય.
સરકારે નીમેલા ઇન્ડીપેન્ડન્ટ ડીરેક્ટરો સામે પણ બેંકો શંકાથી જુવે ત્યારે એમ થાય કે બેંકો ક્યાંતો પ્રોફીટ લક્ષી બને અથવાતો દેશના આર્થિક તંત્ર તરફની પોતાની જવાબદારી નીભાવે. બેંકોની જંગી એનપીએ પાછળ જો કોઇ જવાબદાર હોય તો તે માત્ર અને માત્ર બેંકો પોતોજ છે. બેંકોના સ્ટાફ સામે પગલાં લેવામાં પણ નબળાઇ દેખાય છે. હવે ડીફોલ્ટરો સામેની લુક આાઉટ નોટીસ
બેંકો પોતેજ કાઢી શકે એવું આયોજન થઇ રહ્યું છે. કોેઇ કોમન મેન સમજી શકે એવું આ પગલું છે. ટૂંકમાં સરકાર બેંકોના માથે બધું ઢોળવા માંગે છે. સરકારને કેવી રીતે ખબર પડેે કે કોણ કંટલું દેવાળીયું છે.
બેંકોને ખ્યાલ આવી જાય છે કે જે મોટો દેવાદાર છે તેની પૈસા ભરવાની દાનત નથી હોતી. તેને બેંકનું મેનેજમેન્ટ ઓળખી શકે છે. લોન બેંકો આપે, પ્રોફીટ બેંકો મેળવે એ સ્થિતિમાં તેણે ડીફોલ્ટરોની જવાબદારી પણ બંકોએ ઉપાડવી જોઇએ..
- પ્રસંગપટ

Comments
Post a Comment