અયોધ્યામાં ચોમેર રામ..રામ ભાજપની વ્યૂહરચના સફળ


રામમંદિર માટેનો તખ્તો તૈયાર થઇ ગયો છે


રામ મંદિરના મુદ્દે સરકારની ઢીલી નીતિ અંગે તેમના સાથીઓ જ પ્રહાર કરી રહ્યા હોઇ મૂંઝવણમાં દેખાય છે

હકીકતોથી સરકાર દુર ભાગતી આવી છે પરંતુ રામમંદિરના મુદ્દ્ સરકારના સમર્થકો એજ તેને ભીંસમાં લીધી છે. 

આ કોઇ મોંધવારી માટેનું આંદોલન નથી કે રોજગારી માટે પણ લોકો મેદાનમાં નથી ઉતર્યા પરંતુ ભગવાન રામ માટેની શ્રધ્ધા બતાવી રહ્યા છે. 

એમ લાગી રહ્યું છે ચાર વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીના પગલે રામમંદિરનો મુદ્દો ચગાવાઇ રહ્યો છે. રામભક્તો સરકાર પર જે પ્રેશર વધારી રહ્યા છે તે પાછળનું મુખ્ય કારણ હિન્દુઓને એક સાથે રાખવાનું છે.

લોકોને ખબર પડી ગઇ કે આ ચૂંટણીની દિશાનો તમાશો છે પણ કોંગ્રેસને ભાજપની આ રાજકીય ચાલ અંગેની ખબર બહુ મોડે પડી રહી છે. કોંગ્રેસ રામમંદિર મુદ્દે ચોક્કસ અભિપ્રાય આપી શકતી નથી ત્યારે  લોકો એમ માનવા લાગ્યા છે કે રામમંદિરનો વિરોધ કોંગ્રેસ કરી રહી છે.

કોંગ્રેસ પાસે રામમંદિર સામે ઉપયોગ કરી શકાય એવું કોઇ કોઇ હથિયાર નથી.મોંધવારી અને બેરોજગારીના શસ્ત્રો રામમંદિરના મુદ્દા આગળ સાવ બૂઠ્ઠા સાબિત થયા છે. ક્યાંક બંધારણની વાત થાય છે તો ક્યાંક સુપ્રીમ કોર્ટની તારીખની રાહ જોવાય છે. જે લોકો અયોધ્યા પહોંચ્યા છે તે બધા જ મોદી સરકારના કટ્ટર સમર્થકો હોવા છતાં સરકાર પર પ્રેશર લાવી રહ્યા છે. કહે છે કે હોકારા પડકારા વચ્ચે મંદિર ઉભું કરવાની દિશાામાં આગળ વધાશે. 

ચાર રાજ્યોની વિધનસભાની ચૂંટણીના પરિણામો પછી રામમંદિરનો વિવાદ આગળ વઘશે કે વધારાશે  એમ મનાય છે. ફરી એેકવાર રામ મંદિરનો વિવાદ પીકઅપ પકડી રહ્યો છે. 

રામ મંદિરના મુદ્દે સરકારની ઢીલી નીતિ અંગે તેમના સાથીઓજ પ્રહાર કરી રહ્યા છે. એકતરફ સુપ્રીમ કોર્ટ છે તો બીજી તરફ પ્રજાનો મિજાજ છે. એમ લાગે છે કે એકભાઇ બીજા ભાઇનું ગળું દબાવી રહ્યો છે. 

જે લોકો રામ મંદિર માટેની તારીખ માંગી રહ્યા છે તે બધા જ કોઇને કોઇ રીતે સરકાર સાથે સંકળાયેલા છે. ક્યાંક બંધારણની વાત થાય છે તો ક્યાંક સુપ્રીમ કોર્ટની તારીખની રાહ જોવાય છે. જે લોકો અયોધ્યા પહોંચ્યા છે તે બધાજ મોદી સરકારના કટ્ટર સમર્થકો હોવા છતાં સરકાર પર પ્રેશર લાવી રહ્યા છે.

કોંગ્રેસ પાસે રામમંદિર અંગે કશું બોલવા જેવું નથી. કોંગ્રેસના સભ્યો પણ અકળાયેલા છે. કેટલાક રાજકીય સમિક્ષકો એમ કહેતા થયા છે કે વર્તમાનમાં જે વિધાનસભાનો ચૂંટણી જંગ ચાલે છે તે ૪-૦થી કોંગ્રેસ જીતે તોજ તેને લાભ થાય એમ છે. કેટલાંક વિજયો દિવાસ્વપનાં સમાન હોય છે. 

બીજી તરફ ભાજપ ચૂૂંટણી જીતે કે ના જીતે તેના માટે રામ મંદિરનો મદ્દો લોકસભાના જંગ પહેલાંજ તૈયાર થઇ ગયો છે. ભાજપ માટે એક તરફ ગૂંગળામણ સમાન સ્થિતિ છે બીજી તરફ લોકસભામાં થઇ રહેલા લાભનો મીઠો આનંદ છે.મોદી સરકારના કટ્ટર સમર્થક એવા હિન્દુ સંગઠનો પણ વિરોધમાં પડયા છે. સરકાર ચૂંટણીમાં વ્યસ્ત છે .

 હવે અયોધ્યામાં શું થશે તેવો એજન્ડા પ્રજાના મનમાં ફીટ બેસી ગયો છે. રોજ કંઇક નવું આવશે અને અયોધ્યામુદ્દે સ્ફોટક નિવેદનો આવતા જશે .હોકારા પડકારા એવા છે કે જેમાં મુસ્લીમ સંગઠનોની બોલતી બંધ થઇ જશે.  

બે દિવસ અગાઉ એક એવી વાત વહેતી થઇ હતી કે રામમંદિર મુદ્દે લઘુમતી સમુદાયના  સંગઠનો માની જાય નહીંતર અમે    દેશના ૪૦૦૦ સ્થળો પર ફરી બાંધકામ માટે માંગણી કરીશુ. એક વાત નિશ્ચિત છે કે કોંગ્રેસે આ બાબતે સેવેલું મૌન તેને ભારે પડવાનું છે.

રામમંદિરનો મુદ્દો આટલો ચગશે તેતો ભાજપે પણ કલપ્યું નહોતું એમ માનવાની કોઇ જરુર નથી. ભાજપે ધીરે ધીરે બાજી આગળ વધારી હતી. સંઘના સુપ્રીમ મોહન ભાગવત જે રીતે કાયદો બનાવવાનું સૂચન કરી રહ્યા છે તે જોતાં એમ લાગે છે કે અંદરખાને કોઇ તારીખ તૈયાર કરી દેવાઈ છે. 

ચાર રાજ્યોની ચૂંટણીઓ ભાજપે સેમી ફાઇનલ રમતા હોય એમ રમી છે. એ એક એવી વ્યૂહ રચના હતી કે જેમાં  સંઘ,વિશ્વ હિન્દુ પરિષદ વગેરે ભાગીદાર હતા.૧૧ ડિસેમ્બરે ચાર વિધાનસભાના પરિણામો  આવ્યા બાદ મંદિર નિર્માણની તારીખની જાહેરાત કરી દેવાશે. આ ચાર રાજ્યોના પરિણામો પર ભાજપ કોઇ રીતે આતુર હોય એમ લાગતું નથી ભાજપને રસ મંદિરના નામે સત્તાની સીડી ચઢવાનો છે. રામમંદિરનો ખેલ લાંબો ચાલશે જેમાં રોજ નવું નવું સાંભળવા મળશે અને એગ્રેસીવ વાતાવરણ ઉભું થતું જોવા મળશે. 

વિપક્ષી મોરચો તો ઉભા થતા થશેે પણ રામમંદિર માટેનોે તખ્તો તૈયાર થઇ ગયો છે. સત્તાધારી પક્ષ માટે રામનામનું શસ્ત્ર કોઇને પણ મહાત કરી શકે છે.

- પ્રસંગપટ

Comments