ટુંકમાં કોઈપણ પ્રકારની વાસના મનમાં રહેવી જોઈએ નહીં
મન બુદ્ધિ અને વાસનાની શુદ્ધિ , અને સ્થિરતા પ્રાપ્ત કરવી જોઈએ, અને અહંકાર અને રાગ અને દ્વેષને નિર્મૂળ કરવા જ જોઈએ
જગત ગુરુ શંકરાચાર્ય પોતે આંતર જ્ઞાાનમાં સ્થિર થયેલા મહામાનવ હતા, આમ તેઓ જ્ઞાાનમાં સ્થિર થયેલા હતા, એટલે તેમનું વકતવ્ય સત્ય જ હોય કારણકે પોતે જ સત્ય સ્વરૂપ હતા, આધ્યાત્મ જગતનો સિધ્ધાંત અને નિયમ છે, કે જે આંતર જ્ઞાાનમાં સ્થિર હોય તે પરમાત્મા સ્વરૂપ જ હોય છે.
તેઓ જે બોલે તે પરમાત્માના જ બોલ હોય છે, અને તેજ સત્ય હોય, અને સત્ય એક જ છે, અને તે શાશ્વત છે, સત્યને કોઈના ટેકાની જરૂર નથી, જયારે અસત્યને સત્યનો ટેકો જોઈએ જ છે, તે સિવાય અસત્ય ટકી શકે જ નહીં.
જગત ગુરુ શંકરાચાર્યે સ્પષ્ટ કહ્યું કે માનવ જન્મ અત્યંત દુર્લભ છે, આથી તેને વેડફી નાખવા જેવો માનવ જન્મ નથી. એટલે જીવનમાં સતત આત્મજ્ઞાાન પ્રાપ્ત કરવા નિરંતર પ્રયત્ન કરવો જ જોઈએ, અને આત્મ જ્ઞાાનમાં સ્થિર થવું તેજ જીવનનું ધ્યેય બનાવવું જોઈએ. અને બીજા બધા જ બાહ્યા ચારોથી મુક્ત થવું જ જોઈએ. અને આંતર ચેતનામાં સ્થિર થવા સતત પ્રયત્ન કરવો જોઈએ અને આંતર ચેતના જ સત્ય સ્વરૂપ છે. અને તે શાશ્વત છે, અને સત્ય સ્વરૂપ છે.
માણસે આત્મ જ્ઞાાન પ્રાપ્ત કરવા માટે આંતરિક સાધના કરી, મન બુદ્ધિ અને વાસનાની શુદ્ધિ , અને સ્થિરતા પ્રાપ્ત કરવી જોઈએ, અને અહંકાર અને રાગ અને દ્વેષને નિર્મૂળ કરવા જ જોઈએ, એજ આત્મજ્ઞાાન પ્રાપ્ત કરવાનો એક માત્ર માર્ગ છે, એટલે આત્મસ્થ થઈને હૃદયપૂર્વક આંતરિક સાધના કરવી જોઈએ, અને આંતરિક શુદ્ધતા પ્રાપ્ત કરવી જ જોઈએ, અને રાગ દ્વેષ અને અહંકારને જાણી તેનાથી મુક્ત થવું જ જોઈએ.
જગતગુરુ શંકરાચાર્ય વધુમાં કહે છે, કે અનેક પ્રકારની શબ્દજાળથી ભરેલા શાોના અધ્યયનમાં પરોવાયેલા પંડિતો, ધર્માત્માઓ અને કથાકારોના શબ્દ જાળમાં માણસે ફસાવાની કોઈ જ જરૂર નથી, જો તેમાં ફસાયા એટલે આત્મ જ્ઞાાનથી વંચિત રહેશો, કારણકે ત્યાં લાભ અને લોભનું આકર્ષણ ભારે હોય છે.
અને લાભ અને લોભમાં ફસાયા એટલે આત્મ જ્ઞાાન દુર જ રહેવાનું અને દુ:ખ ચિંતામાં ઘેરાય જશો, જેથી તેમાં ફસાઇ જવાય નહીં, તેની જીવનમાં બરાબર કાળજી રાખવાની, જીવનમાં જરૂર છે, કારણકે આવા બધા બાહ્યા ચારોથી કદી પણ આત્મજ્ઞાાન ઉઝાગર થાય જ નહી, તે આ જગતનો શાશ્વત સિધ્ધાંત છે,અને કોઈપણ પ્રકારના બાહ્યા ચારોએ દુ:ખનું ઘર છે, ત્યાં શાંતિ નથી, એટલું બરાબર જાણી લેવું જરૂરી છે.
જગત ગુરુ શંકરાચાર્ય સ્પષ્ટ કહે છે કે શાસ્ત્રોનું અધ્યયન, ધર્માત્માંના ભાષણો અને કથાકારોની કથાઓમાંથી કદી પણ જ્ઞાાનની ઉપલબ્ધી થાય જ નહી અને આ સત્ય સ્વરૂપ પુરુષાર્થ પણ નથી, જેમણે જ્ઞાાન જ અંતરમાંથી પ્રાપ્ત કરવું છે, તેમણે સતત પરમ તત્વનો અંત:કરણ પૂર્વક આત્મ સ્વરૂપનો આત્માનો સાક્ષાત્કાર કરવો એ જ પરમ પુરુષાર્થ છે, એમ જગત ગુરુ શંકરાચાર્ય સ્પષ્ટ કહે છે.
જો શાસ્ત્રો વાંચવાથી, ધર્માત્માના વ્યાખ્યાનો સાંભળવાથી કે કથાકારોની કથાઓ સાંભળવાથી પરમ તત્વ પરમાત્માનું જ્ઞાાન કદી પણ થતું જ નથી, માટે શાસ્ત્રોનું અધ્યયન ધર્માત્માએના ભાષણો અને કથાકારની કથાઓ સાવ જ નિરર્થક છે. અને આત્મ સાક્ષાત્કાર થયા પછી માણસનું કોઈ પણ જાતનું કર્તવ્ય કરવાનું બાકી રહેતું જ નથી.
ટુંકમાં શંકરાચાર્ય કહેવા એ માગે છે કે માણસે શાસ્ત્ર વાસનાનો, ભાષણ સાંભળવાની વાસનાનો અને કથાઓ સાભળવાની વાસનાનો ત્યાગ કરવો જ જોઈએ આ ત્રણેની ઝાળમાં ફસાવું જોઈએ નહીં, અને આત્મજ્ઞાાન સંપાદન કરવાનું એક જ જીવનનું ધ્યેય બનાવવું જોઈએ એમ શંકરાચાર્ય સ્પષ્ટ કહે છે તેમની વાત સો ટકા સત્ય છે, ટંુકમાં કોઈપણ પ્રકારની વાસના મનમાં રહેવી જોઈએ નહીં.
જેઓએ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ત્યાગ કર્યા છે, તેઓએ ખરેખર ત્યાગ કર્યાે જ નથી. ત્યાગ જીવનમાં કરી શકાય નહીં, પણ ત્યાગતો અંતરથી થઈ જવો જોઈએ એ જ સાચો ત્યાગ છે, જ્યારે માણસ ત્યાગ કરે છે, ત્યારે તે બીજી વાસના પકડે છે, અને વાસના જ્યારે મનમાં રહી એટલે તે સત્ય સ્વરૂપ ત્યાગ નથી, એટલે જ આજના ત્યાગીઓનો ત્યાગ નથી, પણ તેઓ સવાયા સંસારીઓ છે, તેઓ લાભ અને લોભની પાછળ દોડતા હોય છે. જે આપણે સૌ જોઈ શકીએ છીએ. એટલે તેઓ સાચા ત્યાગી નથી, પણ ત્યાગનો દંભ કરે છે. જ્યાં દંભ હોય ત્યાં શાંતિ હોય શકે જ નહીં, એટલે જ આજના ત્યાગીઓનાં મન પર પ્રસન્નતા જોવા મળતી જ નથી.
માનવ જન્મ પામીને જો આત્મજ્ઞાાન પ્રાપ્ત જ ન થાય તો જીવનની મોટી હાની છે, એવું કેનોપનીશદમાં કહેવામાં આવ્યું છે. જો આ જન્મમાં જ આત્મ જ્ઞાાન થયું તો માણસનો વિનાશ થતો નથી કેમકે તે પોતાના અવિનાશી સ્વરૂપનો તેને સાક્ષાત્કાર થયો હોવાથી તે અમૃત રૂપ બની જાય છે.
અને તે પુનર્જન્મ પામતો નથી, પણ જો તેને આત્મ સાક્ષાત્કાર થતો જ નથી, તો તેને મોટી હાની થાય છે, કેમકે તે ફરીથી જન્મ મરણના સંસારના પ્રવાહમાં પડી અનેક પ્રકારના સુખ અને દુ:ખ ભોગવે છે, એટલે જ શંકરાચાર્યે બહુ જ સ્પષ્ટપણે કહ્યું છે કે માણસે શાસ્ત્ર વચન, ધર્માત્માના વચન અને કથાકારોના વચનની વાસનામાં ફસાવું નહીં અને કઠોપનીષદમાં જણાવ્યા પ્રમાણે આત્મૃત રૂપી પરમ તત્વનો સાક્ષાત્કાર કરી માણસે મૃત્યુના મુખમાંથી છૂટી જઇને અમૃત સ્વરૂપ બની જવું જોઉએ જેથી ફરી જન્મવું પડે નહીં. આજ મુક્તિ છે, મોક્ષ છે.
- પ્રસંગપટ

Comments
Post a Comment