GSTN વેબસાઈટ ઉપર ટેકનીકલ ખામીના કારણે ઈ-કોમર્સ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઇ

GSTના અમલને દોઢ વર્ષ પૂરું થવા છતાં
૯૩.૭૭ ટકા રિફંડ ક્લેઇમની પતાવટ કરી હોવાનો દાવોઃ જે કેસમાં રિફંડ અટવાયું છે તેની ટૂંકમાં પતાવટ થશે
જીએસટીના અમલિકરણને આજે દોઢ વર્ષ જેટલો સમયગાળો વિતી ગયો હોવા છતાંય તેની સીસ્ટમમાં પ્રતિકૂળતાઓનો આજદિન સુધી અંત આવ્યો નથી. 

ઈ-કોમર્સ કંપનીઓને થર્ડ પાર્ટી સેલર્સના સોર્સ પર કલેક્ટ કરાયેલા ટેક્સ (ટીસીએસ)ના વિવરણ જીએસટીએન વેબસાઈટ પર લગાવવામાં ટેકનીકલ મુશ્કેલી પડી રહી છે. 

આ જાણકારી આ કંપનીઓનાં પ્લેટફઓર્મ દ્વારા વેચાણ કરનારા વેન્ડર્સે આપી છે. દેશની ટોચની ઈ-કોમર્સ કંપનીઓમાં સામેલ ફ્લિપકાર્ટે ગત સપ્તાહની શરૂઆતમાં પોતાના સેલર્સને મોકલેલા એક પત્રમાં કહ્યું હતું, 'ફ્લિપકાર્ટે ઓક્ટોબર, ૨૦૧૮ માટે તમને સંબંધિત જીએસટીઆઈએન માટે ટીસીએસ કાપવામાં આવ્યો અને જમા કર્યો હતો. 

જો કે જીએસટીએનના સરકારી પોર્ટલ પર એક ટેકનીકલ સમસ્યાના કારણે આવી ટીસીએસ ક્રેડિટ તમારા ઈલેક્ટ્રોનિક કેશ લેજરમાં જોવા મળે તેમાં વિલંબ થઈ શકે છે. આ સમસ્યાનો ટૂંક સમયમાં નિકાલ થવાની સંભાવના છે.દ

આ વિલંબથી ઈ-કોમર્સ કંપનીઓ સાથે સંકળાયેલા નાના વેપારીઓની વર્કિંગ કેપિટલ પર દબાણ આવે છે. ઓલ ઈન્ડિયા ઓનલાઈન  સેલર્સ એસોસીએશનના પ્રવક્તાએ કહ્યું હતું, 'તેનાથી સેલર્સ પર વકગ કેપિટલનો બોજ પડયો છે. સરકારે તેની દેખરેખ કરવી જોઈએ.દ તેમને કહેવા પ્રમાણે, આ સમસ્યા એમેઝોન અને ફ્લિપકાર્ટ સાથે વધુ છે.

ઈ-કોમર્સ કંપનીઓ માટે ૧ ઓક્ટોબરથી પોતાના પ્લેટફોર્મ પર વેચાણ કરનારા વેન્ડર્સને અપાતા પેમેન્ટ પર રાજ્ય અને કેન્દ્ર દરેક માટે ૦.૫ ટકાનો જીએસટી કાપવો અશક્ય છે.

આ ટેક્સની ચોરીથી બચવાનો એક ઉપાય છે અને તેનો હેતુ ટ્રાન્ઝેક્શનની એક કડી બનાવવાનો છે. સેલર્સ આ ડિડક્શનને પોતાના અંતિમ જીએસટીના બદલામાં એડજસ્ટ કરાવી શકશે.

ઈન્ડસ્ટ્રીએ આ અગાઉ ડેડલાઈન વધારવાની માગ કરી હતી. નિયમ અંતર્ગત કંપનીઓએ આવતા મહિનાના ૧૦મા દિવસ સુધીમાં રિટર્ન ફાઈલ કરવાનું હોય છે. જો કંપનીઓ ૧૦ તારીખ સુધીમાં ગત મહિને કપાયેલા ટેક્સને જમા કરવામાં નિષ્ફળ રહે તો તેમને દંડનો સામનો કરવો પડી શકે છે.

આ વર્ષની શરૂઆતમાં ઉદ્યોગ સંગઠન ફિક્કી તરફથી કરાવાયેલા સર્વેમાં જીએસટીએન પોર્ટલમાં ખામીને મોટી ચિંતા ગણાવાઈ હતી. સર્વેમાં જણાવાયું હતું કે જીએસટીને સફળ બનાવવા આ સમસ્યા દૂર કરવાની આવશ્યકતા છે. ડેટા જોવા, ઈનપુટ ક્રેડિટ સેટ ઓફ પ્રોસેસમાં વિલંબ અને ભારે ફાઈલોને અપલોડ કરવામાં પરેશાની વેપારીઓ માટે મોટા પડકાર છે.

દરમિયાન નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે જીએસટી પરત કરવાના ભાગરૂપે નિકાસકારોને અત્યાર સુધીમાં રૂ. ૯૧૧૪૯ કરોડ પરત ચૂકવી દેવાયા છે. આ કર અધિકારીઓ પાસેના કર-રિફંડ માટેના પ્રાપ્ત દાવાઓના ૯૩.૭૭ ટકા છે. એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું હતું કે હવે રૂ. ૬૦૫૩ કરોડ રૂપિયાની કિંમતના જીએસટી પરત ચૂકવવાના જૂના દાવાઓ સરકાર પાસે પેન્ડિંગ છે. તેમાં પણ કાર્યવાહી ઝડપથી ચાલી રહી છે. 

મંત્રાલયે કહ્યું હતું, 'સીબીઆઈસી તથા રાજ્ય ટ્રિબ્યુનલ્સે કુલ ૯૭૨૦૨ કરોડ રૂપિયાના અત્યાર સુધીના પ્રાપ્ત દાવાઓમાંથી ૯૧૧૪૯ કરોડ રૂપિયાનો જીએસટી પરત ચૂકવી દીધો છે. આ પ્રકારે ૯૩.૭૭ ટકા દાવાઓનો નિકાલ કરવામાં આવ્યો છે.'

રિફંડ આંકડાઓ વિશે વિસ્તારથી જાણકારી આપતા મંત્રાલયે કહ્યું હતું કે ૨૮ નવેમ્બર સુધીમાં ૪૮૪૫૫ કરોડ રૂપિયાનો આઈજીએસટી રિફંડ કરાયો જે કુલ દાવાના ૯૫ ટકા છે. 

વિવિધ વિસંગતિઓનાં કારણે ૨૪૭૩ કરોડ રૂપિયાનું આઈજીએસટી રિફંડ અટવાયેલું છે. આ અંગે નિકાસકારોને જાણ કરી દેવાઈ છે. જેથી તેઓ સમાધાન અંગે કદમ ઉઠાવી શકે.  ઈનપુટ ટેક્સ ક્રિડેટની પરત ચૂકવણી વિશે મંત્રાલયે કહ્યું હતું કે કુલ ૪૬૨૭૪ કરોડ રૂપિયાના દાવાઓમાં ૩ ડિસેમ્બર સુધીમાં ૩૫૮૦ કરોડ રૂપિયા બચ્યા હતા.

આઈટીસી રિફંડના સંદર્ભમાં ૩૭૪૦૬ કરોડ રૂપિયાની પરત ચૂકવણી અંગે અસ્થાયી/અંતિમ આદેશ જારી કરાયા છે. કુલ ૫૨૮૮ કરોડ રૂપિયાના દાવાઓમાંથી સંબંધિત જીએસટી ટ્રિબ્યુનલ્સ દ્વારા વિસંગતિને લઈને નોટિસ જારી કરાયા છે.' મંત્રાલયના અનુસાર, ૬૦૫૩ કરોડ રૂપિયાના પેન્ડિંગ દાવાઓની પરત ચૂકવણી અંગે કામ ઝડપથી ચાલી રહ્યું છે.

- પ્રસંગપટ

Comments