ટોચની દરેક સાઈટ સામે ફરીયાદ
2019માં આરોગ્ય, ફૂડલક્ષી અનેક નવી એપ્લીકેશનો: 5-Gનું આગમન
ઈ-કોમર્સના વધતા વપરાશની સાથે સાથે છેતરપીંડીનો વ્યાપ પણ વધ્યો છે. લોકોની બેદરકારી પણ જોવા મળે છે. કેટલાંક લોકોને ઈ-કોમર્સનું એવું વળગણ હોય છે કે તે ફટોફટ ચાર-પાંચ ચીજોના ઓર્ડર આપે છે. તે પૈકી તૈયાર કપડાં એમેઝોન પરથી મંગાવે છે તો બુટ ફ્લીપકાર્ટ પરથી અને કીચનવેર સ્નેપડીલ પરથી મંગાવે છે.
આમ તેમના ઘેર રોજ એકાદ ડીલીવરી બોય આવતો હોય છે. સમૃધ્ધ ઘરોમાં યુવાનો ઓનલાઈન ઓર્ડર આપીને પછી પોતે કઈ સાઈટ પર ઓર્ડર આપ્યો છે તે પણ ભૂલી જાય છે. તેમના ઘરે પેકેટો આવતાં રહે છે. ઘણીવાર ટાઈમના અભાવે પેકેટ ખોલતા નથી અને એમના એમ પડી રહે છે.
આવી સ્થિતિ ઘણીવાર છેતરનાર બને છે. લોકો પોતાના સમયે પેકેટ ખોલે છે એટલે અંદરની ચીજો ચેક કરે છે. ઘણાં ગ્રાહકોને મોબાઈલના બદલે પથ્થરના ટુકડા મળ્યાના અહેવાલો જોવા મળ્યા છે. અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ઓનલાઈન હીયરીંગ ઈન્સ્ટ્રુમેન્ટ મંગાવ્યું હતું. જ્યારે તે બોક્સ ખોલ્યું ત્યારે તેમાંથી બે પથરા નીકળ્યા હતા.
ઓનલાઈન વેચાણ કરતી સાઈટો ઓર્ડરનો ટ્રેક વગેરે મોકલે છે. પોતે ગ્રાહકનું કેટલું ધ્યાન રાખે છે તે દર્શાવવા ડીલીવરી ક્યારે થશે તે પણ બતાવે છે. હકીકત એ છે કે સિસ્ટમ સારી છે પણ અંતે તો તેને માણસ જ ચલાવે છે.
ડેડ વેબસાઈટનો જમેલો
ઈન્ટરનેટ પર વેબસાઈટોનો જમેલો મોટો હોવા છતાં તેમાં કંઈક નવું અને ક્રિએટીવ જોવા નથી મળતું. લાખ્ખો વેબસાઈટ અને તેનું અપડેટ વગેરે દૈનિક સ્તરે શક્ય નથી. ન્યુઝ વેબસાઈટ કે કોમર્સ વેબસાઈટ સતત અપડેટ થતી જોવા મળે છે. જો કે લાખો સાઈટો ડેડ પડી હોય છે. ક્યાંતો આવા લોકો પાસે પૈસાની અછત હોય છે કે અપડેટ કરવા માટેની કોઈ ચીજ નથી હોતી.
લોકો આરંભે શૂરાની જેમ વેબસાઈટ ચાલુ કરી દે છે. અઠવાડીયું અપડેટ કરે છે પછી ડોમેઈન નેમ અને સ્પેલના પૈસા ખર્ચીને મુકી રાખે છે. કમનસીબી તો એ છે કે સર્ચ એન્જીનો પર આવી ડેડ સાઈટની ફાઈલો પણ ખુલતી હોય છે જે ઉપયોગી નથી હોતી. સર્ફીંગ કરનારના માથે આવી ડેડ સાઈટો વાગતી હોય છે.
સર્ચ એન્જીનોએ સાઈટોને ફીલ્ટર કરીને મુકવી જોઈએ તેના બદલે અપડેટ થયા વીનાની સાઈટો નજર સામે આવી જાય છે. ઈન્ટરનેટ પર અનેક સાઈટો અપડેટ થયા વીનાની પડી રહે છે.
5-G આવી રહ્યું છે
5-G ૨૦૧૯ના પ્રથમ છ માસમાં જોવા મળશે એમ મનાય છે. અમેરિકાના કેટલાક સ્ટેટમાં તે શરૂ થઈ રહ્યું છે. 4-G કરતાં પણ બમણી ઝડપે ડાઉનલોડ કરી શકતા ફાઈવ-જી ભારતના લોકો માટે સ્પીડનું સુખ પણ લેતું આવશે. ફાયનાન્સ ક્ષેત્રે, ઓનલાઈન ટ્રેડીંગ ક્ષેત્રે કે ફિલ્મોના શોખીનો માટે ૫-ય્ બમણું સુખ લઈને આવશે.
ઓનલાઈન ટ્રેડીંગ કરનારાઓ તેમજ ફિલ્મ ડાઉનલોડ કરનારાઓને ૪-ય્થી હજુ સંતોષ નથી.આવા ક્ષેત્રો ફાઈવ-જીને વધાવવા તૈયાર છે. અમેરિકાની એક કંપનીએ 5-G ની ઓફર આપવાની શરૂઆત કરી છે. 5-G ઈન્ટરનેટના વપરાશમાં વધારો કરશે તે તો ઠીક પણ ઓનલાઈન કોમર્સમાં પણ વધારો કરશે.
લોકો ફટાફટ સર્ફીંગ થાય તેમ ઈચ્છે છે. ભારતના ઈન્ટરનેટ વપરાશકારો વધતા જાય છે. ૨૦૧૯માં આ સંખ્યા દોઢ ગણી વધશે ત્યારે 5-G ઉપયોગી બનશે.
નવી એપ્લીકેશનો ઉપયોગી બનશે
૨૦૧૯માં ઈન્ટરનેટ ક્ષેત્રે આવતા સંશોધનોમાં આરોગ્ય ક્ષેત્રને મોટો લાભ થવાનો છે. ઈન્ટરનેટ સંચાલિત ઉપકરણો અને ઓનલાઈન આરોગ્ય વિષયક સલાહ-સૂચનો પણ સેટ કરવામાં આવશે.
૨૦૧૯માં ઈન્ટરનેટ ક્ષેત્રે આવતા સંશોધનોમાં આરોગ્ય ક્ષેત્રને મોટો લાભ થવાનો છે. ઈન્ટરનેટ સંચાલિત ઉપકરણો અને ઓનલાઈન આરોગ્ય વિષયક સલાહ-સૂચનો પણ સેટ કરવામાં આવશે.
બ્લડપ્રેશર ચેક કરવું, હૃદયના ધબકારા, ડાયાબીટીસ વગેરે માટેના નવા ડીજીટલ ઉપકરણો આવી રહ્યા છે. ૨૦૧૯માં લોકોને ખાણી-પીણીમાં રહેલા પોષક તત્ત્વોની પણ જાણકારી મળશે. હાથ પર બાંધેલા ઉપકરણો વપરાશકારોને બતાવશે કે આ ખોરાક તમારા શરીરને લાયક નથી.
ઈન્ટરનેટના વપરાશકારો માટે ૨૦૧૯માં અનેક નવી એપ્લીકેશનો આવી રહી છે જે સીધી જ રોજીંદા જીવન સાથે જોડાયેલી હશે. આરોગ્ય, રોજીંદો ખોરાક, ઉંઘની માત્રા, ચરબીની માત્રા વગેરેનો રોજેરોજનો હિસાબ ઓનલાઈન આપતી એપ્લીકેશનો જીવનને વધુ ચેતનવંતુ બનાવશે.
- પ્રસંગપટ

Comments
Post a Comment