- ઈન્ટરનેટ ઑફ થિંગ્સની બોલબાલા વધશે
- સ્થાનિક આઈટી ખર્ચ ૧૨ ટકા વધીને ૨.૫૯ લાખ કરોડે પહોંચશે
નેટફ્લીક્સનું વળગણ વધવા લાગ્યું છે. લોકો નેટફ્લીક્સ જોવા રાતના ઉજાગરા કરે છે. ઈન્ટરનેટ પર નેટફ્લીક્સના રસીયા વધવા પાછળનું મુળ કારણ તેની સેન્સર વિનાની ફિલ્મો છે. ગાળા-ગાળી અને છૂટથી વપરાતા સેક્સ સીનોના કારણે લોકો તે જોતા થયા છે. સેન્સરની કાતર બુઠ્ઠી છે. કેટલાક સીનો અને કેટલીક ફિલ્મો જોતાં એમ લાગે છે કે સેન્સર બોર્ડની નીતિ પરફેક્ટ નથી. સેન્સર બોર્ડ ખાસ કશું કાપતું નથી છતાં લોકો એમ માને છે કે સેન્સર વિનાની ફિલ્મો વધુ બોલ્ડ હોય છે.
લોકોના આવા વિચારના કારણે તો નેટફ્લીક્સ લોકપ્રિય બનતું જાય છે. નેટફ્લીક્સનું સબસ્ક્રીપ્શન નેટ યુઝર્સને પરવડે એમ છે. નેટફ્લીક્સના દર્શકોની કમનસીબી એ છે કે તે કુટુંબ એક સાથે બેસીને નેટફ્લીક્સની ફિલ્મો જોઇ શકતા નથી. તેમાં બૉલ્ડ સીન આવતા હોવાનો પ્રચાર પણ મોટા પાયે ચાલે છે. લોકોમાં નેટફ્લીક્સની સફળતા જોઇને હેકર્સ પણ સક્રીય થયા હતા.
હેકર્સના ત્રણ જુથો નેટફ્લીક્સને ટાર્ગેટ કરી રહ્યા છે. તમે નેટફ્લીક્સ પર હવે કઇ સેક્સી ફિલ્મો જોશો ? નેટફ્લીક્સ પર નવું શું આવશે જેવી અનેક વાતોના મુદ્દા મેળવવા તમારો ઈ-મૅલ આઈડી મોકલો ? નેટફ્લીક્સનામ આગળ ધરીને હેકર્સ રોજ લાખો લોકોને ફસાવે છે. આવા તમામ મૅલ હેકર્સ મોકલતા હોય છે.
હેકર્સની કામગીરી લોકપ્રિય મુદ્દાને ટાર્ગેટ કરવાની હોય છે. નેટફ્લીક્સની વધતી લોકપ્રિયતા જોઇને હેકર્સે તેનો લાભ ઊઠાવવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે.
નેટફ્લીક્સે પોતે ખુલાસો કરતાં કહ્યું છે કે અમે કોઇ એડવાન્સ મૅલ નથી કરતાં કે મૅલ પર કોઇ પ્રલોભનો પણ નથી આપતા.
નેટફ્લીક્સના નામે આવતા ઈ-મૅલમાં વાયરસ ભરેલા હોય છે. જે કોમ્પ્યુટરને ઠપ્પ કરી શકે છે. સાથે સાથે હેકીંગ પણ કરે છે. કોમ્પ્યુટરના વપરાશકારોએ ક્રેડીટ કાર્ડ, મિલ્કત, પૉન્ઝી સ્કીમ જેવા મૅલને અવગણવાનું કહેવાય છે. આવા મૅલ હેકર્સ મોકલતા હોય છે.
સર્ફીંગ કરનારને વિવિધ પ્રલોભનો આપીને ફશાવવામાં આવે છે. સર્ફીંગ કરનારમાં જાગૃતિ આવતાં જ હેકર્સ નવા વિષયો શોધતા હતા જેમાં હવે નેટફ્લીક્સના મેસેજનો સમાવેશ થાય છે.
આર્ટિફિશિયલ ટેકનોલોજીે
કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં ઓવરઓલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇટી) પાછળનો ખર્ચ વાષક તુલનાએ ૧૧.૯ ટકા વધીને રૂ. ૨,૫૯,૭૬૨ કરોડે પહોંચી જશે જેમાં સરકાર અને ઉદ્યોગો દ્વારા ડિજિટલાઇઝેશન પાછલનો ખર્ચ વૃદ્ધિપ્રેરક બનશે એવું કોએસ એજ કન્સલ્ટિંગે જણાવ્યું છે.
કન્સલ્ટિંગ એજન્સીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કપિલદેવ સિંહે જણાવ્યું કે, નોટબંધી અને ત્યારબાદ જીએસટીના મારથી ભારતીય અર્થતંત્ર ફરી બેઠું થઇ રહ્યું છે અને વર્ષ ૨૦૧૮માં આઇટી ખર્ચમાં વધારો થયો છે. ભારતીય અર્થતંત્ર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે અને આ ટ્રેન્ડ વર્ષ ૨૦૧૯માં પણ ચાલુ રહેવાની ધારણા છે જેના પ્રતાપે આઇટી ખર્ચ ૧૧.૯ ટકા વધશે.
આ સમગ્ર રિપોર્ટ ભારતીય ઉદ્યોગની મોટી અને મધ્યમ કદની કંપનીઓના ટોચના ૧૦૮ ચીફ આઇટી ઓફિસર્સ/ આઇટી હેડના મંતવ્યોના આધારે તૈયાર કરાયો છે. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૮માં આઇટી ખર્ચ ૧૧.૫ ટકા વધ્યો છે જ્યારે ૧૧.૬ ટકા વૃદ્ધની અપેક્ષા હતી.
સરકાર અને ઉદ્યોગો દ્વારા ડિજિટલાઇઝેશન અને ગ્રાહકો દ્વારા સ્માર્ટફોન અને ડિજિટલ સવસ ઉપર ખર્ચ કરવામાં આવશે. વર્ષ ૨૦૧૮માં સરકાર અને ઉદ્યોગો દ્વારા ડિજિટલ સ્પેન્ડ વાષક તુલનાએ ૨૭.૫ ટકા વધ્યું છે જે કુલ આઇટી સ્પેન્ડિંગમાં ૨૫.૨ ટકા હિસ્સો ધરાવે છે.
વર્ષ ૨૦૧૮માં ડિજિટલ સેગમેન્ટ પાછળ ખર્ચ ૨૯ ટકા વધતા વર્ષ ૨૦૧૯માં ઓવરઓલ આઇટી સ્પેન્ડિંગમાં ડિજિટલાઇઝેશનનો પ્રોર્પાર્શન વધીને અંદાજે ૩૦ ટકા જેટલું થઇ જશે.
કોમોડિટાઇઝેશન ટ્રેડિશનલ હાર્ડવેર અને સોફ્ટવેર પ્રોડક્ટ (પીસી, સર્વર, સ્ટોરેજ, નેટવર્ક અને ઇન-પ્રીમાઇસી એન્ટરપ્રાઇઝ સોફ્ટવર પાછળના ખર્ચનો વૃદ્ધિદર ઘટીને ૪ ટકા જેટલો રહેશે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ આટફિશિયલ ઇન્ટેલિજન્સ (૬૮ ટકા), બિગ ડેટા એનાલિટિક્સ (૬૦ ટકા), મશિન લનગ (૪૬ ટકા) અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (૪૦ટકા) જેવી લેટેસ્ટ ડિજિટલ ટેકનોલોજીના રિસર્ચની દિશામાં ઉદ્યોગો દ્વારા ઉત્સુકતા દર્શાવવામાં આવી છે.
- પ્રસંગપટ

Comments
Post a Comment