એમેઝોન-વોલમાર્ટ જેવી વિદેશી ઇ-કોમર્સ કંપનીઓનું વેચાણ ઘટશે
નવી નીતિથી કેટલીક રોકાણ યોજનાઓ ખોરંભે ચઢશે અને ફ્લિપકાર્ટ તથા એમેઝોન જેવી કંપનીઓએ વધારે જટિલ ધંધાકીય માળખું ઊભું કરવું પડશે
ઇકોમર્સ સેક્ટરમાં નવા સીધા વિદેશી રોકાણના નિયમના લીધે એમેઝોન અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટનું ઓનલાઇન વેચાણ ૨૦૨૨ સુધીમાં ૪૬ અબજ ડોલર જેટલું ઘટશે તેમ વૈશ્વિક કન્સલ્ટન્ટ પીડબલ્યુસીનું વિશ્લેષણ દર્શાવે છે.
આ ફેરફાર હેઠળ ઇકોમર્સ કંપનીઓ ભારતમાં ઇક્વિટી ઇન્ટરેસ્ટ ધરાવતી કંપનીઓ દ્વારા તેની પ્રોડક્ટ વેચી નહી શકે અથવા તો વેચનારાઓને તેમના પ્લેટફોર્મ પર એક્સ્લુઝિવિટી પૂરી પાડી નહી શકે.
આ વર્ષે મેમાં સામાન્ય ચૂંટણી યોજાવવાની છે ત્યારે ડિસેમ્બરમાં જાહેર થયેલી નીતિ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર લાખો નાના વેપારીઓ અને દુકાનદારોને ખુશ કરવા માટે આ પગલું લાવી છે, જેને ભાજપની ચાવીરૂપ વોટબેન્ક માનવામાં આવે છે. તેમનું કહેવું છે કે તેમના કારોબારને વૈશ્વિક ઓનલાઇન રિટેલરો સામે મોટો ભય છે.
ઉદ્યોગના વર્તુળોનું કહેવું છે કે આ નીતિના લીધે કેટલાક રોકાણ આયોજન ખોરંભે પડી શકે તેમ છે અને ફ્લિપકાર્ટ તથા એમેઝોન જેવી કંપનીઓએ વધારે જટિલ ધંધાકીય માળખું ઊભું કરવું પડી શકે છે.
પીડબલ્યુસી સંચાલિત ખાનગી વિશ્લેષણ દર્શાવે છે કે જો કંપનીઓ નવી નીતિને સુસંગત થવા માટે તેમનું બિઝનેસ મોડેલ બદલે તો ટેક્સ કલેક્શનથી લઈને નોકરીના સર્જન સહિત ઓનલાઇન રિટેલ વેચાણવૃદ્ધિ બધા પર અસર પડે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
એન્જેલ ટેક્સ
સરકારે 'એન્જલ ટેક્સ અંગે સ્પષ્ટીકરણ તો જારી કર્યુ છે પણ અનેક સ્ટાર્ટઅપ્સને લાગે છે કે તેનાથી કોઈ લાભ નહીં થાય.
કેટલાક તો માને છે કે સ્થિતિ હજુ પણ બદતર થઈ શકે છે. ઈન્ડસ્ટ્રી પર નજર રાખનારા લોકો કહે છે કે એન્જલ ટેક્સ માટે નોટિસ મેળવનારી સ્ટાર્ટઅપ્સને સરકારના હાલના સ્પષ્ટીકરણથી કોઈ રાહત મળવાની નથી. આનું કારણ એ છે કે જેમને એસેસમેન્ટ ઓર્ડર મળી ચૂક્યા છે, તેમના કિસ્સામાં આ સ્પષ્ટીકરણની કોઈ અસર નહીં થાય.
ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશને બુધવારે કહ્યું હતું કે સ્ટાર્ટઅપ્સને અગાઉના રોકાણ માટે પણ આ ટેક્સમાંથી છૂટ મેળવવાનો દાવો કરવાની શક્યતા આપવામાં આવી છે.
જો કે અનેક ટેક્સ એક્સપર્ટ્સે કહ્યું હતું કે આ વાત તમામ પર લાગુ થશે નહીં. અશોક મહેશ્વરી એન્ડ એસોસીએટ્સના પાર્ટનર અમિત મહેશ્વરીએ કહ્યું હતું, 'ટેક્સ ડિમાન્ડ નોટિસ મેળવનારા તમામ સ્ટાર્ટઅપ્સને એન્જેલ ટેક્સ પર સરકારી નોટિફિકેશનથી રાહત નહીં મળે. તેમને કેસ જારી રાખવો પડશે.
કેમકે ત્યારે ૫૦ લાખ રૂપિયાની રિટર્ન ઈનકમ અને ૨ કરોડ રૂપિયાની નેટવર્થની બે શરતો પૂરી કરવાની રહેશે. તેથી શક્ય છે કે કેટલાક ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ સ્ટ્રક્ચર્સ આ લાભ ન લઈ શકે કેમકે તેમના માટે ઈનકમની સંપૂર્ણ શરત પૂરી કરવાનું કઠિન બની શકે છે.
ટેક્સ એક્સપર્ટસે કહ્યું હતું કે ફેમિલી ઓફિસ કે એન્જલ ગૂ્રપ નાણાં ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવતી સ્ટાર્ટઅપ્સને પણ વેલ્યુએશન માટે પણ ડિપાર્ટમેન્ટમાંથી મુશ્કેલી રહેશે.
ઈન્ડસ્ટ્રી પર નજર રાખનારાઓનું કહેવું છે કે આ ક્લેરિફિકેશનની સાથે લગભગ આઠ મુખ્ય સમસ્યાઓ છે.
શાર્દુલ અમરચંદના પાર્ટનર અમિત સિંઘાનિયાએ કહ્યું હતું, 'એન્જલ ટેક્સનો મુદ્દો અત્યાર ખતમ થયો નથી. એક રીતે આ સમસ્યા રહેશે અને અનેક સ્ટાર્ટ અપ્સ અને રોકાણકારો માટે સ્થિતિ બદતર થઈ શકે છે. ઉદાહરણ તરીકે, રેવન્યુ સાથે સંકળાયેલ શરતના મામલે છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ ૨૫ લાખ રૂપિયાના સ્તરના સ્થાને ગત વર્ષમાં ૫૦ લાખ રૂપિયાની શરત રાખવાથી અનેક સ્ટાર્ટ અપ્સ છૂટ મેળવવા લાયક જ નહીં રહે.દ
નિષ્ણાતોનાં કહેવા પ્રમાણે, ભારતમાં લગભગ ૭૦૦૦ સ્ટાર્ટઅપ્સ છે અને તેમાંથી લગભગ ૧૫૦૦ને નોટિસ મળી છે. આ સાથે જ બાકી સ્ટાર્ટઅપ્સ માટે પણ અન્ય અવરોધોના કારણે સરકાર પાસેથી લાભ મેળવવાનું કઠિન થઈ શકે છે.
આ વિવાદ સ્ટાર્ટઅપ ફંડિંગના અનેક તબક્કામાં વેલ્યુએશન્સ સાથે સંકળાયેલ છે. અનેક મામલાઓમાં સ્ટાર્ટઅપ્સની આવક ઘટતી રહી અથવા તો જેમની તેમ રહી પરંતુ તેમનું વેલ્યુએશન ચઢી ગયું છે. ટેક્સ અધિકારી એ વાત પર સવાલો કરી રહ્યા છે કે રોકાણકારોએ ઊંચા વેલ્યુએશન પર રોકાણ શા માટે કર્યુ અને તેઓ રોકાણકારો પાસેથી હાંસલ રકમને આવક માનીને તેના પર ૩૦ ટકાના દરથી ટેક્સ માગી રહ્યા છે.
- પ્રસંગપટ

Comments
Post a Comment