ડાઉનલોડના રસીયાઓને લાભદાયી
ઈ-કોમર્સની વિદેશી રોકાણની નીતિથી ઓનલાઈન એક્સક્લુઝિવ બ્રાન્ડને ખતરો
૨૦૧૯માં ઈન્ટરનેટ ટેકનોલોજી અને મોબાઈલ ટેકનોલોજી ક્ષેત્રે આમુલ પરિવર્તન આવી રહ્યું છે. ફોલ્ડેડ ફોન એટલે કે વાળી શકાય એવા ફોન અંગે સંશોધન થઈ રહ્યું છે તે જાણવા મળ્યું ત્યારે લોકો તેને ગપ્પાં સમજતા હતા. પરંતુ ૨૦૧૯માં વાળી-ફોલ્ડ કરી શકાય તેવો ફોન બજારમાં આવવા જઈ રહ્યો છે.
સેમસંગે આવો ફોલ્ડ થઈ શકે એવા ફોન લોકોની સમક્ષ પ્રદર્શનમાં મુકી ચુક્યાં છે. સેમસંગની જેમ અમેરિકા સ્થિત રોયોલો નામની કંપની પણ ફ્લેક્સીબલ ડીસ્પ્લે સહિતનો ફોલ્ડેબલ ફોન બજારમાં મુકવા પ્રયાસ કરી રહી છે. ફોલ્ડેડ ફોનમાં વિઝન, વોઈસ અને ડાઉનલોડીંગમાં કોઈ વાંધો આવતો નથી. એકવાર ફોલ્ડેડ ફોનની ટેકનોલોજી બજારમાં આવશે કે તરત જ તેની કોપી કરનારા કૂદી પડશે ને વિવિધ બ્રાન્ડ હેઠળ તે બજારમાં મળતા થઈ જશે.
૫-જી ટેકનોલોજી
ફાઈવ-જી ટેકનોલોજી ૨૦૧૯ના દ્વારે ટકારો મારી રહી છે. આપણે ત્યાં ફોર-જીથી જે લોકોને સંતોષ નથી એવા લોકો ફાઈવ-જી માટે કાગના ડોળે રાહ જોઈ રહ્યા છે. ફાયનાન્સ અને બેંકીંગ સાથે સંકળાયેલા લોકો માટે ફાઈવ-જી આશિર્વાદસમાન બની શકે છે. જ્યાં ડાઉનલોડીંગ છે ત્યાં સ્પીડ બહુ જરૂરી બની જાય છે. સેમસંગ ૨૦૧૯માં ફાઈવ-જી સાથે આવશે.
ઇ-કોમર્સ
ઈ કોમર્સ ક્ષેત્ર માટે નવી એફડીઆઈ પોલિસીએ એક્સક્લુઝિવ રૂપે ઓનલાઈન માર્કેટપ્લેસ પર વેચાતા ઈલેક્ટ્રોનિક અને સ્માર્ટફોન બ્રાન્ડના ભવિષ્ય અંગે સવાલો ઉભા કર્યા છે. જો કે, આ બ્રાન્ડ્સના એક્સીક્યુટીવ્સને આશા છે કે, તે પોતાના બિઝનેસ મોડલમાં થોડા ફેરફારો કરીને આગળ પણ જારી રાખી શકશે.
કોમર્સમાં એફડીઆઈની નીતિમાં ફેરફારથી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીઓને જોરદાર ઝટકો લાગશે. કેમ કે, બન્ને કંપનીઓ પાસે ૨ થી ૨.૫ કરોડ રૂપિયાનો માલ છે.
એટલે ચિંતાનો વિષય એ છે કે, ૧ ફેબુ્રઆરી પહેલા આ વિશાળ સ્ટોક ખાલી કરવો પડશે. હકીકતે, નવી નીતિમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ઈ કોમર્સ કંપની તેના વેંડરનો સામાન પોતાના પ્લેટફોર્મ પર વેચી નહિં શકે જેમાં ઈ કોમર્સ કંપની કે તેના ગૂ્રપની કંપની ભાગીદાર હોય.
અમુક ટોચની ઓનલાઈન એક્સક્લુઝિવ બ્રાન્ડના અધિકારીએ જણાવ્યું કે, આ બાબતે સ્પષ્ટતાની કમી છે અને તે માર્કેટપ્લેસ અને લીગલ ટીમથી સ્પષ્ટીકરણ માંગશે. બીપીએલ, ટીસીએલની આઇએફ ફાલ્કન, મારક્યૂ, બ્લાઉપુકંટ ટીવી, સૈન્યો, ટેનોર, થોમ્સન, એમેઝોન બેઝિક્સ અને મેયજુ જેવા બ્રાન્ડ્સ એ ભારતમાં તેમના વ્યવસાયોને એમેઝોન અથવા ફ્લિપકાર્ટ સાથે ઓનલાઇન પાર્ટનરશીપ દ્રારા બિઝનેસ ઓપરેટ કરી રહ્યાં છે.
નવી એફડીઆઈ નીતિમાં, એવું કહેવામાં આવ્યું છે કે, ઈ-કોમર્સ માર્કેટપ્લેસ તેના પ્લેટફોર્મ પર એક એક્સીક્યુટીવ તરીકે પ્રોડક્ટ વેચવા માટે કરાર કરી શકે નહીં.
સુપર પ્લાસ્ટ્રોનિક્સના સીઈઓ અવિનીત સિંહ મારવાએ જણાવ્યું હતું કે, આ નીતિ બ્રાન્ડ પર કોઈ અસર કરશે નહીં કારણ કે તે સીધા માર્કેટપ્લેસ પર વસ્તુઓ વેચતા નથી, પરંતુ તેને વિવિધ સેલર્સને વેચી દે છે.
તેમણે જણાવ્યું હતું કે, અમારો માર્કેટપ્લેસ બ્રાન્ડ્સમાં કોઈ હિસ્સો નથી. તેથી, અમે આ પ્રકારના વ્યવસાયમાં કોઈ નુકસાનની અપેક્ષા રાખતા નથી. થોમસન અને કોડક ટીવીને ફ્લિપકાર્ટ પર વેચવાનું લાઈસન્સ સુપર પ્લાસ્ટ્રોનિક્સ પાસે જ છે.
બી.પી.એલ.ના સી.ઓ.ઓ. મનમોહન ગણેશે જણાવ્યું હતું કે, કંપની આ બાબતે સ્પષ્ટતા માંગશે. પરંતુ અમને લાગે છે કે ચેનલ પસંદ કરવાનું કાયમ રહેશે.
ઓફલાઇન રિટેલર્સ સાથેની કિંમત અને અન્ય સમસ્યાઓ સાથે અથડામણ ટાળવા માટે અમે વિશિષ્ટ ઓનલાઇન ડીલમાં રહેવા માંગીએ છીએ. ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે વેચાણ કરતી ઘણી બ્રાન્ડ્સને રિટેલર્સ સાથે આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે.
શાઓમીએ ફ્લિપકાર્ટ અને વનપ્લસને એમેઝોન પર એક્સક્લૂઝિવ ડીલ્સ દ્વારા દેશમાં સ્માર્ટફોન માર્કેટમાં ઝડપથી પગ જમાવ્યો, ત્યારબાદ તેઓએ ઓફલાઇન વેચાણ ચેનલમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો હતો.
જો કે, ચીફ એપ્લાયન્સ મેકરના ચીફે જણાવ્યું હતું કે, આ નીતિ ઈકોમર્સ દ્વારા દેશમાં દાખલ થવાની યોજના ઘણાં નવા બ્રાન્ડ્સને અસર કરશે. ઈકોમર્સ સેક્ટરમાં ઓપરેશન ખર્ચમાં ઘટાડો થાય છે અને તેથી તેઓ ઓછી કિંમતે ઉત્પાદનને વેચી શકે છે.
ધઆ બ્રાંડ્સ માટે આ શરતો પડકારરૂપ બની શકે છે કારણ કે માર્કેટપ્લેસને તે સાબિત કરવું મુશ્કેલ રહેશે કે તેઓએ વિક્રેતાને તેમના પ્લેટફોર્મ પર વેચવા માટે કહ્યું નથી,ધ એમ તેમણે જણાવ્યું હતું.
- પ્રસંગપટ

Comments
Post a Comment