કિસાન બેંકોના નહીં પણ ખાનગી વ્યાજખોરોનો ચક્કરમાં ફસાયો છે


કિસાન જમીનનો માલિક હોય છે ત્યાં ખેતમજુર બન્યો


દરેક પક્ષ હવે રામ-રામના બદલે કિસાન-કિસાન કરી રહ્યો છે: કિસાનનું નામ વધુ વોટ અપાવી શકે છે

જાતિવાદ, કોમવાદની જેમ હવે કિસાનવાદ પ્રસરી રહ્યો છે.  દરેક પક્ષ હવે રામ-રામના બદલે કિસાન-કિસાન કરી રહ્યો છે. કેમકે રામ નામના બદલે કિસાનનું નામ વધુ વોટ અપાવી શકે છે. લોકસભાની ચૂંટણીના જાહેરાત આડે ગણત્રીના અઠવાડીયા રહ્યા છે. મોદી સરકાર નવી સ્કીમો લાવવા પ્રયાસ કરે છે. પરંતુ હવે તે જાહેરાત કરવાની બસ ચુકી ગયું છે એમ કહી શકાય. 

કિસાનોના દેવા માફી અને રોજગારીના મુદ્દે મોદી સરકાર ખાસ કંઇ ઉકાળી શકી નથી. મોદી સકારની ઢીલી નિતીના કારણે તેને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઠની ચૂંટણીઓમાં ફટકો પડયો છે. ભાજપને આ દેવા માફી નું ફેક્ટર નડી ગયું હતું. કોઇપણ રાજ્ય સકરારે કિસાનોનો મુદ્દો વહેલી તકે હાથમાં લેવો પડશે. 

દેવા માફી એ ખતરનાક વાયરસ છે. દરેક ક્ષેત્ર રાહત, માફી , સસ્તા દરની લોન વગેરે માટે તલસે છે તો મધ્યમ વર્ગ હાઇસીંગ લોનના કે પર્સનલ લોનના હપ્તાના મારથી ત્રસ્ત છે. આ તમામ વર્ગએક્ટીવ મતદારો છે. હવે જ્યારે ૭૦ ટકાથી વધુ મતદાન થઇ રહ્યું છે ત્યારે જાતિવાદ, કોમવાદનું અને કિસાનવાદનું ફેક્ટર મહત્વનું બની ગયું છે.

કિસાનાના દેવા માત્ર બેંકોના નથી. ખાનગી રીતે નાણા ધીરનારાઓએ કિસાનોના લોહી ચુસી લીધા છે. આવા ઘીરનારા શાહુકાર તરીકે ઓળખાતા આવ્યા છે. આવા શાહુકારો કિસાનો સાથે ત્રણ પેઢીથી જોડાયેલા હોય છે. કિસાનોની જરુરીયાત વખતે આ શાહુકારો તેના ટેકામાં આવી જાય છે. 

રાજકારણીઓ કિસાન દેવા માફીના જે વાત કરે છે તે હકીકતે તો બેકોના દેવા છે. કિસાન ખાનગી વ્યાજકોરોમાં ફસાએલો છે. બંેકો પહેલાં ડોક્યુમેન્ટ મંગાવે છે પછી નિયમ મુજબની લોન આપે છે. જ્યારે વ્યાજે પૈસા આપનાર રાત્રે બારવાગે પણ પૈસા આપી શકે છે. 

કિસાન મેનેજમેન્ટ શીખેલો નથી , એટલે તે આગ લાગે ત્યારે કુવો ખોદવાની નિતી વાળો હોય છે. બેંકોની સિસ્ટમ એવી હોય છે કે આગળની લોન ભરાય ત્યારે બીજી લોન માટે અરજી થઇ શકે. તેમાંય ઓન ધ સ્પોટ પૈસા કયારેય નથી મળતા. સરકારી બેકો તો ઠીક પણ સહકારી બેંકો પણ લોન માટે કિસાનોને ધક્કા ખવડાવે છે. 

કિસાનોને જ્યારે ત્વરીત પૈસાની જરુર હોય છે ત્યારે વ્યાજે પૈસા ઘીરનારજ તેને સહાય કરે છે. આ વ્યાજ કિસાનોના કુટુંબની ક્રેડીટ પ્રમાણે હોય છે. ધણા વ્યાજ ખોરો ચક્રવૃદ્ધિ વ્યાજ લઇને તેને ચૂસતાં રહે છે , જ્યારે ધણાં કિસાનોની ગરજ જોઇને તેના ખેતીમાં અડધો ભાગ માંગી લે છે. આ સિસ્ટમ આજે પણ ગામડામાં ચાલે છે. 

રાજકીય પક્ષોએ કિસાનોના બેંક દેવા માફ કરવા પ્રયાસ કર્યો છે પરંતુ કિસાન તેના ખાનગી વ્યાજખોરોના દેવાથી ત્રસ્ત હોય છે. ઘણા કિસાનોની આખી જમીન વ્યાજખોરોને ત્યાં લખેલી પડી હોય છે. જે જમીનનો કિસાન માલિક હોય છે ત્યાં તે ખેતમજુર તરીકે નોકરી કરતો હોય છે. વ્યાજખોરોના ચોપડમાંનો હિસાબ કિસાનના દાદા સમયનો હોય છે. તેના પર તે વ્યાજ ભર્યા કરે છે.

રાજકીય પક્ષોએ કિસાનોના દેવા માફ કરવાની સાથે કિસાન જેદેવાના ચક્કરમાં ફસાયોલો છે તેનું પણ ધ્યાન રાખવું પડશે. દરેક રાજકીય પક્ષોની કિસાન પાંખ હોય છે પણ તે કિસાનની મૂળ સમસ્યા નિવારવા  કાઇ પ્રયાસ નથી કરતું. કિસાનો માટેના સર્વાંગી વિકાસ માટે કોઇ વિચારતું નથી. બધાને ટેમ્પરરી લાભ મેળવી લેવો છે. 

ટેમ્પરરી લાભ એટલે મતદાનનો લાભ. ચૂંટણીઓના કારણે પોતાની આસપાસ રાજકારણીઓ ફરે છે એવું કિસાનો જાણી ગયા છે. અત્યાર સુધી કિસાનો અનેકવાર છેતરાયેલાં છે.  છેતરાવું તેના સ્વભાવમાં નથી પરંતુ એવી લાલચો સામે આવે છે કે તે તેમાં લપસી પડે છે. કિસાનોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. એક સમયે જેને જગતનો તાત કહેવાતો હતો તે હવે દેવાની યાદીમાં આવતો થઇ ગયો છે.

કિસાનો સામે અનેક પડકારો છે. મેધરાજા રીસાયેલાં ચાલે છે, પાણીના તળ ઉંડા ગયેલા છે, ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જમીન ઉપજાઉ નથી રહી એ સ્થિતિમાં કિસાન ધારી ખેતી કરી શકતો નથી. કિસાન વાવણી કરવાના સમયથીજ આર્થિક રીતે તે ફાંફા મારતો થઇ જાય છે.  તે ખાતરથી માંડીને વાવણી માટેના બિયારણ સુધી તે અટવાયેલો રહે છે. ખરેખર કિસાનો લકી છે.  અનેક ક્ષેત્રો પૈકી કિસાનો લકી છે. 

જીસકા કોઇ નહીં ઉસકાતો ખુદા હોતા હૈ યારો જેવું કિસાન માટે કહી શકાય.

Comments