Prime Minister Narendra Modi Condolence Message on Death of Ex. Governer Kumudben Joshi

 

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર, કુમુદબેન જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો

અમદાવાદ, તા. 15-03-2022

 




પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રી શ્રીમતી કુમુદબેન જોશીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતીમાં ટ્વિટ કર્યું; "આંધ્રપ્રદેશનાં ભૂતપૂર્વ ગવર્નર અને કેન્દ્રીય મંત્રી કુમુદબેન જોષીજીના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. નારી સશક્તીકરણ અને લોકસેવા ક્ષેત્રે તેઓનું પ્રદાન હંમેશાં યાદ રહેશે. તેમના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના. ૐ શાંતિ…॥"

Comments